વિકલાંગોમાં પણ અનેક લોકો એવા છે કે જેઓ ૭૦ ટકા કે એથી વધુ વિકલાંગતા ધરાવે છે. તેઓની આ વધુ વિકલાંગતાને લીધે, શારીરિક હલનચલન કરવામાં તેમ જ એક સ્થળેથી બીજા સ્થળે જવા કે આવવા તેઓને પારાવા૨ મુશ્કેલીઓ પડે છે, જેને પરિણામે તેઓની જિંદગી દ૨મિયાન કેટલાંક કાર્યો ક૨તી વખતે તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તેઓની આવી દયનીય પરીસ્થિતિમાં ઇન્ટરનેટ સેવા તેઓને આર્શીવાદરૂપ નીવડી શકે એમ છે. આ સેવા અનેક ક્ષેત્રોમાં તેઓને ઉપયોગી બની શકે એમ છે જેમાંથી કેટલાંક ક્ષેત્રો આ મુજબ છે.
(૧) ઉચ્ચ અભ્યાસમાં (૨) નોકરીની શોધમાં (૩) સ્વરોજગારના વિકાસમાં (૪) સર્જનાત્મક પ્રતિભાના વિકાસમાં (પ) મનોરંજન સાથોસાથ જ્ઞાન મેળવી આપવામાં (૬) સામાજિક સંપર્કો જાળવવામાં (૭) કેટલાંક બિલ ઓનલાઇન ભરી આપવામાં (જેને પરિણામે દોડધામ તેમ જ લાંબીલાંબી ક્તારમાં ઊભા ૨હેવામાંથી મુક્તિ) વિકલાંગોમાં પણ અનેક લોકો એવા છે કે જેઓ આ સેવાનો ઉપયોગ કરીને પ્રગતિના પથ પ૨ અગ્રેસ૨ થઈ ૨હેલ છે.
વિકલાંગોમાં જેઓએ આ સેવાનો ઉપયોગ હજુ સુધી શરૂ ર્ક્યો નથી તેઓએ આ સેવાનો અભ્યાસ શરૂ કરી દેવો જોઈએ, જેથી તેઓ જલ્દી આ સેવાનો ઉપયોગ કરી શકે. આ સેવામાં તેઓને તેઓની વિકલાંગતા કોઈ નડતરરૂપ (અડચણરૂપ) નીવડશે નહીં. ઇન્ટ૨નેટ સેવાનો ઉપયોગ ક૨તાં કેટલીક સાવચેતી રાખવી જરૂરી હોય છે તો વિકલાંગોએ આ અંગે સતર્કતા રાખવી જોઈએ. કમ્પ્યુટ૨ તેમ જ ઇન્ટરનેટ સેવા સાથે સંકળાયેલ લોકો-સંસ્થાઓ તથા વિકલાંગ-કલ્યાણર્થે કામ કરી રહેલ લોકો-સંસ્થાઓએ વિકલાંગોને આ સેવાનું પૂરતું જ્ઞાન મળે તેમજ ભવિષ્યમાં તેઓને આ જ્ઞાન આર્શીવાદરૂપ નીવડે એવા સંનિષ્ટ પ્રયાસો કરવા જોઈએ.
-મનોજ પટેલ (બંને પગે ૯૦ ટકા વિકલાંગ), મુ.પો. પીંપળ, (વાયા : ધિણોજ), તા. ચાણસ્મા, જિ. પાટણ. manoj.pimpal@gmail.com

