સૌ પ્રથમ તો ‘સાયબરસફર’નું લવાજમ ભરીને આપની સાથે જોડાયો અને અપેક્ષા કરતાં વધુ માહિતી અને જ્ઞાન આપવા બદલ આભાર. વધુમાં ત્વરિત અને ગ્રાહક પર વિશ્વાસ કરતી સેવા પણ પ્રશંસનીય છે.
આપની સાથે જોડાયાનો આનંદ અને સંતોષ છે અને ભવિષ્યમાં જોડાયેલા રહેવાની ઈચ્છા છે.
– મોબિન ટેલર, મહેસાણા
(થેંક્યુ! ‘સાયબરસફર’માં આપ સૌને ક્યારેય ગ્રાહક નહીં, પણ વાચક મિત્ર જ ગણ્યા છે. પરસ્પરના વિશ્વાસથી જ આ સફળ આગળ વધી રહી છે એનો આનંદ! – તંત્રી)
હું દરેકે દરેક અંક વાચું છું. હેટ્સ ઓફ ટુ સાયબરસફર ટીમ! માર્ચ-૨૦૧૭નો અંક ફેબ્યુલસ છે.
– ચિરાગ દસાની, અમદાવાદ
‘સ્માર્ટ બેન્કિંગ ઇઝીગાઇડ’ બુક સરસ છે તથા વોટ્સએપમાં અપડેટ પણ સરસ આપો છો.
– વિપુલકુમાર રાઠોડ, પંચમહાલ
બહુ સરસ. આવી ને આવી પોસ્ટ (અપડેટ) વોટ્સએપમાં મુક્તા રહો.
– મયૂર સાવજ, સુરત
(શરૂઆતમાં કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓને કારણે વોટ્સએપમાં નિયમિત અપડેટ આપી શકાતા નહોતા, હવે એ મુશ્કેલીઓ દૂર થઈ રહી છે. જે વાચકમિત્રો આ અપડેટ્સ મેળવવા માગતા હોય તેમને પોતાના સ્માર્ટફોનમાં ૯૨૨૭૨ ૫૧૫૧૩ નંબર, સાયબરસફર નામે સેવ કરી, ‘સેન્ડ અપડેટ્સ’ વોટ્સએપ કરવા વિનંતી – તંત્રી)


