‘સાયબરસફર’ના દરેક અંક ખૂબ સરસ હોય છે. આપ એક જાતની ટેક્નિકલ સેવા પૂરી પાડો છો.
– મિલિન્દ પ્રિયદર્શી, અમદાવાદ
પેટીએમ દ્વારા મેગેઝિનનું લવાજમ રીન્યુ કરાવ્યું છે, આવી રીતે પહેલી જ વાર મોબાઇલ વડે પેમેન્ટ કર્યુ, બહુ જ સરળ રસ્તો છે પેટીએમ. આપનું મેગેઝિન ખૂબ જ સરસ છે, ખૂબ જ માહિતીપ્રદ છે. વાંચવામાં સરસ અને સમજવામાં સરળ છે.
– જયેશ ઈન્દુલાલ શેઠ, થાણે
મને તમારો એન્જિનીયરો માટેનો આર્ટિકલ વાંચી ખૂબ ખુશી થઈ, કારણ કે મોટા ભાગના માતાપિતા પ્રાઇવેટ/પબ્લિક કોલેજમાં સિલેક્શન/પેમેન્ટ સીટ ઉપર પોતાનાં બાળકોને એન્જિનીયર બનાવવા માટે ખૂબ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચે છે. માતાપિતાને એમ હોય છે કે એન્જિનીયર બનશે તો સારી રેપ્યુટેડ નોકરી મેળવશે અને ઘણા બધા રૂપિયા કમાશે, એટલે તેઓ કોઈ પણ પ્રકારે પોતાનાં બાળકોને ઇજનેર બનાવવા માગે છે, એક જાતનો ઈજનેરનો સિમ્બોલ લેવા માગે છે.
આવું થવું સ્વાભાવિક છે કેમ કે મોટા ભાગે માતાપિતા અને બાળકો વાસ્તવિકતાથી અજાણ હોય છે, વિશ્વમાં શું ચાલે છે? કોલેજ/યુનિવર્સિટીમાંથી મળેલ જ્ઞાન/ડિગ્રી/લાયકાત શું છે? તેની માહિતી તેમને ક્યાંથી મળશે? એ પણ જાણતા હોતા નથી અને આવું માત્ર ઈજનેર માટે નથી, વિવિધ ક્ષેત્રોના બધા જ લાયક લોકોને આ લાગુ પડે છે.
અમારા માટે ઘણું સારું છે કે આપ અમને સ્વયંને સુધારવા માટે ઉકેલ અને દૃષ્ટિ આપી રહ્યા છો. શુભેચ્છાઓ સાથે
– રાજેન ત્રિવેદી, અમદાવાદ

