(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકમાં તમારું વર્તુળ સીમિત રાખવું છે?

સામાન્ય રીતે મોટા ભાગના લોકો ફેસબુક પર તેમને જે કોઈ વ્યક્તિ તરફથી ફ્રેન્ડ રીકવેસ્ટ મળે તેને તાબડતોબ સ્વીકારી લેતા હોય છે. કારણ કે મોટા ભાગના લોકો ફેસબુક પર મિત્રોની સંખ્યાને મહત્વની માનતા હોય છે, ખરેખરા મિત્રો સાથે અંગત શેરિંગને નહીં!

જો તમે આવા મોટા ભાગના લોકોની કક્ષામાં ન આવતા હોત અને તમે ફેસબુક પરની તમારી પ્રવૃત્તિ તમારા સાચા મિત્ર વર્તુળ કે સ્નેહી સ્વજનો પૂરતી સીમિત રાખવા માગતા હો તો એ માટે તમારે ફેસબુકના કેટલાક પ્રાઇવસીસ સેટિંગ સમજી લેવા જરૂરી છે.

તમે ઇચ્છો તો ફેસબુક પર ગમે તે વ્યક્તિ તમને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી જ ન શકે એવું સેટિંગ્સ પણ થઇ શકે છે.

આ માટે…

૧. ફેસબુકમાં લોગઇન થયા પછી સેટિંગ્સમાં જઈ, ડાબી પેનલમાં પ્રાઈવસીમાં પહેલો વિકલ્પ છે – હુ કેન સી માય સ્ટફ? (મારી સામગ્રી કોણ જોઇ શકે?) તમે માત્ર તમે, અમુક નિશ્ચિત મિત્રો, અમુક લોકો સિવાયના મિત્રો, કે બધા મિત્રો અથવા ફેસબુક પરના તમામ લોકો એવા વિકલ્પમાંથી ગમે તે પસંદ કરી શકો છો. તમે સ્ટેટસ પોસ્ટ કરતી વખતે આ બદલી શકો છો, પણ ફેસબુક તેને જ યાદ રાખશે.

2. પ્રાઇવસીમાં બીજો વિકલ્પ છે, હુ કેન કોન્ટેક્ટ મી? (મારો સંપર્ક કોણ કરી શકે?) તમે ફેસબુક પર મર્યાદિત લોકો તમારા સુધી પહોંચી શકે એવું ઇચ્છતા હો તો અહીં ફક્ત મિત્રોના મિત્રોનો વિકલ્પ પસંદ કરો, અથવા પછી ફેસબુક પર સક્રિય કોઈ પણ વ્યક્તિ તમને ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ મોકલી શકે એવો વિકલ્પ તો છે જ!

3. ફેસબુક પર, તમારા વિશે કોણ વધુ માહિતી મેળવી શકે? આ બાબત પણ તમે પોતે નક્કી કરી શકો છો. સામાન્ય રીતે ફેસબુક પર લોકો તમારા ફોન નંબર અથવા તમારા નામથી સર્ચ કરતા હોય છે. આ બંને રીતે, તમે માત્ર તમારા મિત્રો, મિત્રોના મિત્રો અથવા પછી કોઈ પણ વ્યક્તિ તમારા વિશે વધુ જાણી શકે એવા ત્રણ વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરી શકો છો.

4. સામાન્ય રીતે ફેસબુક પરના તમારા પ્રોફાઇલમાંની વિગતો સુધી ફેસબુક સિવાયનાં બીજાં (એટલે કે ગૂગલ!) સર્ચ એન્જિન્સ પહોંચી શકાતાં નથી. તમારી મરજી હોય તો અહીંથી તમે નક્કી કરી શકો છો કે બીજાં સર્ચ એન્જિનમાં પરિણામોમાં તમારી વિગતો દેખાય તો તમને વાંધો નથી. અલબત્ત, ફેસબુક કહે છે કે આ સેટિંગને કાર્યરત થતાં થોડો સમય લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!