સ્માર્ટફોન સાથે જ જન્મેલી નવી પેઢી, સ્માર્ટફોનથી આખી દુનિયા સાથે સતત કનેકટેડ રહેતા યંગસ્ટર્સ અને નવા નવા સ્માર્ટફોનથી નવી દુનિયા સાથે તાલ મિલાવી રહેલા સિનિયર સિટિઝન્સ સહિત આપણે સૌ ડિજિટલ સ્કિલ્સ આવડી જાય એટલે આપણે ડિજિટલી લિટરેટ થઈ ગયા એવું માની લેવાની ભૂલ કરીએ છીએ.
સોશિયલ મીડિયામાં મિત્રો-સ્વજનો સો સંપર્કમાં રહેતાં આવડી જાય એ એક વાત છે, પણ ફેસબુકનો પોતાની આવડત કે બિઝનેસને વિસ્તારવા માટે ઉપયોગ કરતાં આવડે એ બીજી વાત છે. ગૂગલમાં કંઈ પણ ધડાધડ સર્ચ કરતાં આવડે એ એક વાત છે પણ બીજા લોકો કંઈ સર્ચ કરી રહ્યા હોય ત્યારે એમને આપણા બિઝનેસનાં સર્ચ રિઝલ્ટસ મળે એવું કરતાં આવડે એ બીજી વાત છે!
ટૂંકમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં આવડે એ ફક્ત ડિજિટલ સ્કિલ શીખ્યાની વાત છે. જ્યારે ઇન્ટરનેટનો આપણા ફાયદા માટે સમજભર્યો ઉપયોગ કરતાં આવડે તો આપણે ડિજિટલી લિટરેટ બન્યા ગણાઈએ. એ વિના હવે ચાલશે પણ નહીં!
– હિમાંશુ

