(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આવી રહ્યા છે ડ્રોન સોલ્જર્સ

એક વાતે લગભગ આખી દુનિયા સંમત થાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો પરંપરાગત રીતે લડાશે નહીં. મોટા ભાગે એ સાયબરવોર હશે.

પરંપરાગત યુદ્ધ, જેમાં જીવતાજાગતા સૈનિકો રણમેદાનમાં એકમેકની સામે આવી જાય અને સાયબરવોર, જેમાં બે દુશ્મન દેશની સાયબરઆર્મી ફક્ત કમ્પ્યુટર પર એકમેકની સામે લડે – આ બે છેડા વચ્ચેની એક શક્યતા પણ વિકસી રહી છે.

છેલ્લાં કેટલાંય વર્ષોથી અમેરિકાએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે ડ્રોન હુમલા શરૂ કર્યા છે અને સાયબર ટેકનોલોજીથી યુદ્ધનો અભિગમ અપનાવ્યો છે. હવે અમેરિકાના ફ્લોરિડા સ્થિત ડ્યૂક રોબોટિક્સ નામની એક સ્ટાર્ટઅપ કંપનીએ ટીકડ નામના એક ખાસ પ્રકારના ડ્રોન વિકસાવ્યા છે જેમાં સેમીઓટોમેટિક રાયફલ્સ અને ગ્રેનેડ લોન્ચર્સ  ફિટ કરી શકાય છે. મિલિટરી ઇચ્છે તો યુદ્ધ ભૂમિ પર આવા ડ્રોન્સને સોલ્જર તરીકે મોકલીને દુશ્મનો પર હુમલો કરી શકે છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના એક સ્પેશ્યલ મિશન યુનિટના કમાન્ડરે આ સ્ટાર્ટઅપની સ્થાપના કરી છે. તેઓ વર્ષોથી આ પ્રકારના સાધન પર કામ કરી રહ્યા હતા અને ૨૦૧૫માં ઇઝરાયલના એક મિલિટરી મિશનમાં તેનો સફળતાપૂર્વક તેનો ઉપયોગ પણ થયો હતો.

આ સ્ટાર્ટઅપ હવે પોતાના પ્રોજેક્ટ્સ આગળ ધપાવવા લોકો પાસેથી ભંડોળ એકઠં કરી રહી છે. કંપનીના દાવા મુજબ, ઇઝરાયલ મિલિટરીએ મોટી સંખ્યામાં આવા ડ્રોન સોલ્જર્સ ખરીદવા માટે ઓર્ડર પણ આપી દીધો છે. આ કંપની વિશે વધુ જાણવા અને કમ્પ્યુટર જનરેટેડ વીડિયો જોવા માટે જુઓ : dukeroboticsys.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!