ફેસબૂકમાં તમે જે પણ ફ્રેન્ડ રિકવેસ્ટ મળે તેને આંખ મીંચીને સ્વીકારી લેતા હો તો કદાચ એવું બનતું હશે કે જ્યારે તમે ફેસબુકમાં લોગઇન થાઓ ત્યારે સંખ્યાબંધ પોસ્ટ એવી જોવા મળે જે વાંચવામાં તમને ખરેખર રસ જ ન હોય.
એ ઉપરાંત તમે જુદા જુદા પેજિસ અને ગ્રુપ્સ પણ લાઇક કર્યા હોય કે તેમાં જોડાયા હોય તેમાં સતત ઉમેરાતા સતત ઉમેરાતા ઢગલાબંધ પોસ્ટથી તમારી ટાઇમલાઇન ભરચક રહેશે.
આ બધામાંથી તમને ખરેખર ગમતી કે તમારા નજીકના મિત્રની પોસ્ટ શોધવી મોટાભાગે મુશ્કેલ બનતી હશે. આના ઉપાય તરીકે તમે તમારી ફેસબૂક ન્યુઝ ફિડને સહેલાઇથી તમારી અનુકૂળતા મુજબ કસ્ટમાઇઝ કરી શકો છો.
આ માટે ફેસબૂકમાં લોગઇન થયા પછી સૌથી ઉપર જમણી તરફ આવેલા એરો પર ક્લિક કરીને યૂઝ ફિડ પ્રેફરન્સીઝ વિભાગમાં જાઓ. અહીં તમને પહેલો વિકલ્પ પ્રાયોરટાઇઝ વુ ટુ સી ફર્સ્ટ જોવા મળશે. અહીં તમને તમારા તમામ મિત્રોના નામ જોવા મળશે. તમે જે જે મિત્રોને સિલેક્ટ કરશો તેમની પોસ્ટ તમને તમારી યૂઝ ફિડમાં સૌથી ઉપર જોવા મળશે.
બીજો વિકલ્પ જે મિત્રોની પોસ્ટ તમે નિયમિત રીતે જોવા ન માંગતા હો તેમને અનફોલો કરવા માટેનું છે. ત્રીજો વિકલ્પ તમે જે મિત્રોને અનફોલો કર્યા હોય તેમને ફરીથી ફોલો કરવા માટેનો છે. ચોથો વિકલ્પ તમારા રસના વિષયો મુજબના પેજીસ શોધવાનો છે અને છેલ્લો વિકલ્પ યૂઝ ફિડમાંથી કોઇ પણ હિડન એપ્સ શોધવાનો છે. આ સેટિંગ્સ પર એકવાર નજર ફેરવી લેશો અને તમારી અનુકૂળતા મુજબના સેટિંગ કરી લેશો તો તમારી યૂઝ ફિડ તમારા પોતાના માટે વધુ રસપ્રદ બનશે.
