(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ક્રોમ બ્રાઉઝરની અજાણી ખૂબીઓ

આગળ શું વાંચશો?

  • ક્રોમને બનાવો મીડિયા પ્લેયર
  • ક્રોમને બનાવો ગેમિંગ ઝોન
  • ક્રોમને બનાવો ફોન ફાઇન્ડર
  • ક્રોમને બનાવો ઈ-મેઇલ પ્રોગ્રામ
  • ક્રોમને બનાવો પર્સનલ સર્ચ એન્જિન

ક્રોમને બનાવો મીડિયા પ્લેયર

ક્રોમ બ્રાઉઝર એક સારું મીડિયા પ્લેયર પણ છે એ તમે જાણો છો? તમારા કમ્પ્યુટરમાંની કોઈ પણ ફોર્મેટમાંની મ્યુઝિક કે વીડિયો ફાઇલ ડ્રેગ કરીને ક્રોમની નવી ટેબમાં ડ્રોપ કરી જુઓ. ક્રોમ બ્રાઉઝર સંખ્યાબંધ ફોર્મેટની મીડિયા ફાઇલ્સ પ્લે કરી શકે છે.

ક્રોમને બનાવો ગેમિંગ ઝોન

ક્રોમમાં ગેમ પણ રમી શકાય છે. વર્ષો જૂની બ્રેકઆઉટ કે પેકમેન ગેમ તમે રમ્યા છો? આ ગેમ્સ રમવા માટે કોઈ વેબસાઇટ પર જવાની જરૂર નથી. ગૂગલ ઇમેજ સર્ચમાં Atari Breakout સર્ચ કરી જુઓ. તમે ત્યાં ને ત્યાં આ ગેમ રમી શકશો. પેકમેન ગેમની શરૂઆત, ક્લિક કરીને રમી શકાય તેવા ગૂગલ ડૂડલથી શરૂ થઈ હતી (તમે જાણતા જ હશો કે ગૂગલ વારતહેવારે તેના લોગોને જે તે દિવસની નોંધપાત્ર ઘટના દર્શાવતા ડૂડલમાં ફેરવી નાખે છે). પેકમેન ગેમ પર આધારિત ડૂડલ એટલું લોકપ્રિય થયું કે તેને ગૂગલે સર્ચ એન્જિનના આર્કાઇવમાં સાચવી લીધું.

હવે આપણે ગૂગલ સર્ચમાં પેકમેન લખીએ એ સાથે કોઈ વેબસાઇટ પર ગયા વગર બ્રાઉઝરમાં જ આ ગેમ રમી શકીએ છીએ. મોબાઇલ કે પીસી પર નેટ કનેકશન ન હોય ત્યારે સ્ક્રીન પર એક ડાયનોસોર દેખાય અને તેને કી બોર્ડની મદદથી દોડાવવાની ને જમ્પ કરાવવાની રમત વિશે આપણે સાયબરસફરના અગાઉના અંકમાં જાણી લીધું છે!

ક્રોમને બનાવો ફોન ફાઇન્ડર

અને છેલ્લે, ગૂગલ ક્રોમના એડ્રેસ બારમાં ફાઇન્ડ માય ફોન લખી જુઓ. તમે ફોન પર જે ગૂગલ એકાઉન્ટથી લોગઇન હો તેમાં લોગઇન થવું પડશે પણ ક્રોમ તમારો એન્ડ્રોઇડ ફોન શોધી આપશે!

ક્રોમને બનાવો ઈ-મેઇલ પ્રોગ્રામ

ક્રોમની મદદથી કોઈને ઇમેઇલ પણ મોકલી શકાય છે! ક્રોમ પર ટેબ્સમાં તમે સર્ફિંગ કરી રહ્યા હો ત્યારે કોઈ વ્યક્તિને ઇમેઇલ મોકલવાનો વિચાર મનમાં ઝબક્યો? તમારે નવી ટેબમાં તમારો ઇમેઇલ પ્રોગ્રામ ખોલવા જવાની જરૂર નથી. ક્રોમના એડ્રેસ બારમાં mailto: લખીને સામેની વ્યક્તિનું ઇમેઇલ એડ્રેસ લખો.

જેમ કે mailto:editorduplics.cybersafar.in.

જો તમે કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ આઉટલૂક જેવા પ્રોગ્રામનો ડિફોલ્ટ ઈ-મેઇલ ક્લાયન્ટ તરીકે ઉપયોગ કરતા હશો તો એ ઓપન થશે અને જો જીમેઇલને ક્રોમમાં ડિફોલ્ટ મેઇલ ક્લાયન્ટ બનાવેલ હશે તો જીમેઇલમાં નવો મેસેજ ટાઇપ કરવાની વિન્ડો ઓપન થઈ જશે!

ક્રોમને બનાવો પર્સનલ સર્ચ એન્જિન

આ સગવડ ગૂગલ ક્રોમ કરતાં ગૂગલ સર્ચને વધુ સંબંધિત છે. અત્યાર સુધી તમે પીસીમાં કે મોબાઇલમાં તમારા ગૂગલ એકાઉન્ટથી લોગડ ઇન હો તો ક્રોમના એડ્રેસ બારમાં કે ગૂગલ સર્ચ બોક્સમાં ‘માય ફોટોઝ ઇન મુંબઇ’ સર્ચ કરો તો ગૂગલ ફોટોઝમાંના તમારા મુંબઇના ફોટોગ્રાફ્સ સર્ચ રીઝલ્ટમાં જોઇ શકો છો. આ રીઝલ્ટ માત્ર તમે જોઈ શકો છો બીજું કોઈ નહીં.

આ રીતે તમે એડ્રેસ બારમાંથી જ ગૂગલની વિવિધ સર્વિસ જેમ કે કેલેન્ડર, મેપ્સ વગેરેમાંનું તમારું કન્ટેન્ટ સર્ચ કરી શકો છો. ગૂગલે આ કામ હવે વધુ સરળ બનાવીને સર્ચના પરિણામોમાં ‘પર્સનલ’ નામનું એક નવું ટેબ ઉમેરી દીધું છે. આ ટેબ પર ક્લિક કરતાં તમારી સર્ચ સંબંધિત ગૂગલની વિવિધ સર્વિસમાં તમારું જેટલું કન્ટેન્ટ હોય તેના પરિણામ જોઇ શકાય છે.

ફરી, આ પરિણામો માત્ર તમે જ જોઈ શકો છો, બીજું કોઈ નહીં.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!