આંધ્ર પ્રદેશના નાગરિકો હવે તેમના ટેક્સેવી મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુનો પોતાના સ્માર્ટફોનથી સીધો સંપર્ક કરી શકશે.
ચંદ્રાબાબુ નાયડુએ ગયા મહિને આ માટે ‘સીએમ કનેક્ટ’ નામની એક નવી સુવિધા લોંચ કરી છે. આ સુવિધા માઇક્રોસોફ્ટે ડેવલપ કરેલ કૈઝાલા નામના ચેટ સંબંધિત મેસેજ પ્લેટફોર્મ પર આધારિત છે.
વોટ્સએપ જેવા અન્ય ચેટ આધારિત પ્લેટફોર્મ કરતાં કૈઝાલા અલગ એ રીતે છે કે તેમાં એ જ ગ્રૂપમાં એક સાથે દસ લાખ જેટલા કોન્ટેક્ટ્સ સમાવી શકાય છે. આ પ્લેટફોર્મની મદદથી રાજ્યના લોકો જુદા જુદા પ્રશ્નો વિશે સીધી મુખ્યપ્રધાનને ફરિયાદ કરી શકશે કે રાજ્યની યોજનાઓ અંગે તેમનાં સૂચનો આપી શકશે.

