(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બિઝનેસની વેબસાઇટ બનાવો ૧૦ મિનિટમાં. મોબાઇલમાં. મફતમાં.

તમારો કોઈ નાનો-મોટો બિઝનેસ હોય, કરિયાણાની દુકાન હોય, પ્રોવિઝન પાર્લર હોય, ઝેરોક્સ શોપ હોય, નાનું રેસ્ટોરાં હોય, બ્યુટી પાર્લર હોય, તમે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હો… તો તમને નવા કસ્ટમર કે ક્લાયન્ટ કેવી રીતે મળે? છાપાં ભેગાં લીફલેટ વહેંચવાં, ટચૂકડી જાહેરખબરો કરવી વગેરે જૂની પદ્ધતિઓ ઉપરાંત ઓનલાઇન માર્કેટિંગનો પણ તમે લાભ લઈ શકો છો – જો તમારી એક વેબસાઇટ હોય!

સામાન્ય રીતે નાના બિઝનેસ માટે પોતાની વેબસાઇટ બનાવવી એ ઘણું મુશ્કેલ કામ છે. બ્લોગર, વર્ડપ્રેસ વગેરે પ્લેટફોર્મ પર આ કામ પ્રમાણમાં સહેલું બન્યું છે પણ કોઈ પ્રકારની ટેકનિકલ જાણકારી ન હોય તો તમારે રૂપિયા ખર્ચીને કોઈ પાસે જ વેબસાઇટ બનાવડાવવી પડે. એટલે જ, ગૂગલ અને કેપીએમજી કંપનીએ કરેલા એક સર્વેક્ષણમાં તારણ નીકળ્યું છે કે ભારતના પૂરા 32 ટકા નાના બિઝનેસની ઇન્ટરનેટ પર કોઈ હાજરી નથી.

બીજી બાજુ, 40 કરોડ ભારતીયો હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે અને તેમાંથી 30 કરોડ લોકો સ્માર્ટફોન પર સક્રિય છે, જેમાંથી તમારા નવા કસ્ટમર કે ક્લાયન્ટ બની શકે તેવા અનેક લોકો પણ હશે!

ગૂગલે ‘માય બિઝનેસ’ નામની એક સર્વિસથી લોકોને પોતાના વેપાર-ધંધાની માહિતી ગૂગલ સર્ચ, ગૂગલ મેપ્સ વગેરે પર મૂકવાની સગવડ આપી હતી. હવે તેને થોડી વધુ વિસ્તારીને એક સાવ સાદી, સરળ વેબસાઇટ બનાવવાની સગવડ પણ આપવામાં આવી છે.

આ રીતે ફક્ત સિંગલપેજ વેબસાઇટ બને છે, પણ તમે તમારા બિઝનેસનું પૂરું સરનામું, કોન્ટેક્ટ નંબર, કામકાજના કલાકો, બિઝનેસનો લોગો, દુકાન, પાર્લર કે રેસ્ટોરાં જેવું કંઈક ચલાવતા હો તો તેના અંદર-બહારના ફોટોગ્રાફ્સ વગેરે વિગતો આ વેબસાઇટમાં ઉમેરી શકો છો!

ગૂગલ તમને આવી પહેલી વેબસાઇટ બિલકુલ ફ્રીમાં બનાવવા દે છે, તેના ડોમેઇન અને હોસ્ટિંગ સહિત. તમે સ્માર્ટફોનમાં ‘ગૂગલ માય બિઝનેસ એપ’ ડાઉનલોડ કરો અને અહીં આપેલી સ્ટેપ-બાટ-સ્ટેપ જાણકારીને અનુસરીને તમારી સિમ્પલ વેબસાઇટ બનાવી લો!

આગળ જતાં, તમે ગૂગલ એડવડ્ર્સ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આ વેબસાઇટને પ્રમોટ પણ કરી શકો છો (ગૂગલનો એ જ તો હેતુ છે, પણ સામે આપણો ફાયદો પણ છે!). આ રીતે જે વેબસાઇટ બનશે તે મોબાઇલ અને પીસી બંને સ્ક્રીન પર યોગ્ય રીતે જોઈ શકાશે અને તે સર્ચ રીઝલ્ટમાં પણ જોવા મળશે.

(1) ગૂગલમાં તમે જે એકાઉન્ટથી લોગઇન હશો, તેમાં કોઈ બિઝનેસ ઉમેર્યો નહીં હોય તો ‘માય બિઝનેસ’ એપમાં પહેલાં બિઝનેસની વિગતો ઉમેરવાની થશે. વેબસાઇટમાં આ જ વિગતોનો ઉપયોગ થશે.

(2) ગૂગલ મેપ તમારા બિઝનેસના એડ્રેસને નક્શા પર શોધી ન શકે તો તમે પોતે નક્શા પર માર્કરને ડ્રેગ કરીને બિઝનેસની યોગ્ય જગ્યા પર લાવી શકો છો.

(3-4) બધી વિગતો બરાબર નોંધાયા પછી, ગૂગલ તમે આપેલા ફોન નંબરની મદદથી બિઝનેસ વેરિફાય કરશે (જેથી બીજી કોઈ વ્યક્તિ તમારે નામે બિઝનેસ નોંધાવે નહીં!)


(5) બસ, હવે આપણા બિઝનેસની પ્રાથમિક વિગતો ધરાવતી વેબસાઇટનું માળખું તૈયાર છે. એપ તમને આ વેબસાઇટનો પ્રીવ્યૂ જોવા કહેશે. હા કહી આગળ વધીએ…

(6) આપેલી વિગતો એકઠી કરીને એક વેબપેજ જેવું સ્વરૂપ આપશે. તમે અગાઉ ‘માય બિઝનેસ’માં બિઝનેસ નોંધાવ્યો હોય તો લેફ્ટ મેનુમાંથી ‘વેબસાઇટ’ પર ક્લિક કરી, સીધા આ તબક્કે પહોંચી શકો છો.

(7) આપણા કાલ્પનિક ‘ભારત પ્રોવિઝન સ્ટોર’ની વેબસાઇટ કે વેબપેજનું માળખું તૈયાર છે! હવે તેને જુદી જુદી રીતે સજાવીને વધુ માહિતીપ્રદ બનાવી શકાશે.

(8) વેબસાઇટની કલરથીમ, મેઇન ફોટોગ્રાફ, ટેક્સ્ટ વગેરે આપણે ઇચ્છીએ તે રીતે બદલી શકીએ છીએ. તમારા બિઝનેસની ખૂબીઓ  વિશે એક નાનકડો ફકરો લખી લો તો વધુ સારું.

(9) વચ્ચે, ‘સેટિંગ્સ’ પર ક્લિક કરીને તમે એપની ભાષા પણ બદલી શકો છો. અહીં ગુજરાતી સહિત ઘણી બધી ભારતીય ભાષાઓ પણ ઉપલબ્ધ છે.

(10) તમારી વેબસાઇટમાં કવર ફોટો, લોગો, બિઝનેસના ઇન્ટિરીયર અને એક્સટિરીયર વગેરેના ફોટોગ્રાફ ઉમેરી શકો છો. એ માટે ફોનથી જ ફોટો લઈ શકાય અથવા ગેલેરીમાંના ફોટો ઉપયોગમાં લઈ શકાય.

(11) તમારો બિઝનેસ કયા કયા દિવસે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ખુલ્લો રહે છે તેની વિગતો તમે વેબસાઇટમાં ઉમેરી શકો છો.

(12) બધું બરાબર લાગે તો ‘પબ્લિશ’ બટન ક્લિક કરી દો! તમે ચાહો ત્યારે એપમાં આપેલી વિગતોમાં કોઈ પણ ફેરફાર કરી શકો છો.

(13) હવે સમય છે, વેબસાઇટનું એડ્રેસ નક્કી કરવાનો! એપ, આપણા બિઝનેસના નામ મુજબ આપોઆપ એક વેબએડ્રેસ જનરેટ કરશે. તેમાં તમે જોઈતા સુધારા કરી શકો છો.

(14) જો આપણું ગમતું નામ-એડ્રેસ બીજા કોઈએ લઈ લીધું હોય તો તેમાં નજીવા ફેરફાર કરવા પડશે. અલબત્ત, બિઝનેસના નામથી સાવ જુદું નામ પસંદ કરશો નહીં.

(15) આપણે પસંદ કરેલા એડ્રેસ માટે એપ હા કહે તો આપણે પણ ‘નેક્સ્ટ’ પર ક્લિક કરી, આગળ વધીએ!

(16) એપમાં મળતા ફ્રી એડ્રેસમાં છેલ્લે .business.site ફરજિયાત રહેશે. આ તબક્કે, તમે ચાહો તો એપમાંથી .com જેવું કોઈ ડોમેઇન ખરીદી શકો છો અથવા ‘થેન્ક્સ’ કહી આગળ વધો!

(17) આપણા બિઝનેસને ઓનલાઇન એડ્રેસ મળી ગયું છે! હવે તમે તેને વોટ્સએપ, ફેસબુક વગેરે પર પણ શેર કરી શકો છો!

ગૂગલ માય બિઝનેસમાં આપણે બિઝનેસની વિગતો ઉમેરી હોય તો એ અત્યાર સુધી સર્ચ રિઝલ્ટમાં દેખાતી જ હતી, પરંતુ આ રીતે હવે આપણી વિગતોને એક વેબપેજનું સ્વરૂપ મળે છે અને તેનું એક ચોક્કસ યુઆરએલ બને છે. આપણે સોશિયલ મીડિયાથી આ એડ્રેસને પ્રમોટ કરી શકીએ છીએ.

માય બિઝનેસ એપની બીજી બાબતો તમે તપાસશો તો બીજી ઘણી ખૂબીઓ નજરે ચઢશે. જેમ કે તમારી વિગતો કે વેબસાઇટ કેટલા લોકોએ જોઈ તેને સંબંધિત વિશ્ર્લેષણ, તમારા બિઝનેસને લગતા લોકોના રીવ્યૂ (તેના તમે જવાબ આપી શકો) જેવી સગવડોથી લોકો સાથે એક જીવંત સંપર્ક ઊભો કરી શકાશે.

ફેસબુકના બિઝનેસ પેજ કરતાં આ બધું ઘણું પ્રાથમિક છે, પણ ફેસબુકની બહાર ગૂગલમાં સર્ચ કરતા લોકો પણ આપણા બિઝનેસ માટે મહત્વના છે જ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!