(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક્સેલમાં મોટી સ્પ્રેડશીટમાં કામ કરતી વખતે…

એક્સેલમાં જો તમારે ખાસ્સી મોટી સ્પ્રેડશીટમાં કામ કરવાનું થતું હોય તો તમારો અનુભવ હશે કે જ્યારે આપણા ડેટાની રો અને કોલમ કમ્પ્યુટરના સ્ક્રીન કરતાં આગળ નીકળી જાય ત્યારે એ સ્પ્રેડશીટમાં કામ કરવું થોડું મુશ્કેલ બનતું હોય છે.

સ્પ્રેડશીટમાં ડેટા ટેબલમાં કામ કરતી વખતે સામાન્ય રીતે સૌથી ઉપરની અમુક રો અને ડાબી તરફની અમુક કોલમ આપણી નજરમાં રહે તો અલગ અલગ સેલમાંના ડેટા સાથે કામ કરવું સહેલું બને છે. કારણ કે જે તે સેલમાંના ડેટાનો મૂળ સંદર્ભ આપણી નજર સામે હોય છે.

આવી રીતે મોટી સ્પ્રેડશીટમાં કામ કરવાનું થાય ત્યારે આપણે સ્પ્રેડશીટની ઉપરની ચોક્કસ રો અને ડાબી તરફની ચોક્કસ કોલમને ફ્રીઝ કરી શકીએ છીએ જેથી આપણે કમ્પ્યુટરના સ્ક્રીન પર જમણી તરફ કે નીચે ઘણા આગળ જઇએ તો પણ આ રો અને કોલમ તેની જગ્યાએ સ્થિર રહે અને તેમાંના સેન્સર કે ડેટા આપણી નજર સામે રહે.

એક્સેલની સ્પ્રેડશીટમાં આપણે ત્રણ રીતે રો કે કોલમને ફ્રીઝ કરી શકીએ છીએ.

આપણે સૌથી ઉપલી, ટોપ રો ફ્રીઝ કરી શકીએ.

આપણે સૌથી ડાબી, લેફ્ટ મોસ્ટ કોલમ ફ્રીઝ કરી શકીએ.

આપણે અમુક ચોક્કસ અને એકથી વધુ રો અને કોલમ ફ્રીઝ કરી શકીએ.

આ ત્રણેય પ્રકારનાં કામ પાર પાડવા માટેની પ્રક્રિયા સમજીએ.

સૌથી ઉપલી, ટોપ રો ફ્રીઝ કરવા માટે

જ્યારે ટેબલમાં આપણે ટોપ રોમાં ડેટાના હેડર મૂક્યા હોય ત્યારે તેને નજર સામે રાખવાથી કામ ઘણું સહેલું બને છે. આ હેડર રોને ફ્રીઝ કરવા માટે એક્સેલમાં મથાળાની રિબનમાં વ્યૂ ટેબમાં ફ્રીઝ પેન્સમાં જાઓ અને તેમાં ફ્રીઝ ટોપ રો વિકલ્પ પસંદ કરી લો. આ રોને અનફ્રીઝ કરવા માટે ફરીથી એ જ વિધિ કરવાની છે અને વ્યૂ ટેબમાં ફ્રીઝમાં અનફ્રીઝ કરવાનું રહેશે.


સૌથી ડાબી તરફની કોલમ ફ્રીઝ કરવા માટે

આ પદ્ધતિ બિલકુલ ઉપર લખ્યા મુજબની જ છે. વ્યૂ ટેબમાં ફ્રીઝ પેન્સમાં ફ્રીઝ ફર્સ્ટ કોલમ પર ક્લિક કરતા પહેલી કોલમ સતત નજર સામે રહેશે.

તમારી પસંદગીની રો અને કોલમ ફ્રીઝ કરવા માટે

જ્યારે તમારે સ્પ્રેડશીટમાં ફક્ત પહેલી રો કે કોલમ નહીં પણ તેનાથી વધુ રો અને કોલમ્સ ફ્રીઝ કરવાની જ‚રૂર થાય ત્યારે તમે નિશ્ચિત રો અને કોલમ સુધીનો ડેટા ફ્રીઝ થાય એવી વ્યવસ્થા પણ કરી શકો છો.

એ માટે જ્યારે ઉપરની ત્રણ-ચાર રો ફ્રીઝ કરવાની હોય ત્યારે જે રો સુધીની તમામ રો તમે ફ્રીઝ કરવા માગતા હો તેમાં સૌથી નીચલી રો પછીની આખી રો સિલેક્ટ કરો.

એટલે કે તમે પહેલી પાંચ રો ફ્રીઝ કરવા માગતા હો તો છઠ્ઠી રો સિલેક્ટ કરવા માટે તેના ડાબી તરફના નંબર પર ક્લિક કરો. હવે વ્યૂ ટેબમાં ફ્રીઝ પેન્સમાં ફ્રીઝ પેન્સ પસંદ કરો.

આ જ રીતે અમુક કોલમ ફ્રીઝ કરવા માટે જોઇતી કોલમ્સ પછીની કોલમ સિલેક્ટ કરીને વ્યૂ ટેબમાં ફ્રીઝ પેન્સમાં ફ્રીઝ પેન્સ પર ક્લિક કરો.

ક્યારેક એવું પણ બને કે આપણે આ રીતે એકથી વધુ રો અને કોલમ બંને એક સાથે ફ્રીઝ કરવાની જરૂ‚ર ઊભી થાય. આવા સંજોગમાં માની લો કે પહેલી ત્રણ કોલમ (એ, બી, સી) અને પહેલી ચાર રો (૧ થી ૪) ફ્રીઝ કરવાની છે. તો આપણે ડીફાઇવ સેલ ક્લિક કરીને સિલેક્ટ કરવાનો રહેશે. પછી વ્યૂ ટેબમાં ફ્રીઝ પેન્સમાં ફ્રીઝ પેન્સ પર ક્લિક કરતાં આપણે જોઇતી રો અને કોલમ્સ ફ્રીઝ થઇ જશે.

આ રીતે એક્સેલમાં આ પ્રકારની અનેક સુવિધાઓ છે જે સ્પ્રેડશીટમાં ગણતરીનું આપણું ઘણું કામ સહેલું બનાવી શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!