(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ ડ્રાઇવમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ : હવે ફાઇલ અને ફોલ્ડર ભૂલાવા લાગશે

વર્ષોથી આપણે કમ્પ્યુટરમાં આપણી ફાઇલ્સ સાચવવા માટે એક જ પ્રકારની વ્યવસ્થાનો ઉપયોગ કરતા આવ્યા છીએ. ફોલ્ડર અને તેમાં ફાઇલ. પરંતુ હવે ગૂગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ફોલ્ડરનો આ કન્સેપ્ટ જ દૂર કરવા માંગે છે.

ગૂગલ ડ્રાઇવમાં આ નવી વ્યવસ્થાના ઉપયોગની શરૂઆત થઇ ગઈ છે. ગૂગલે તેને નામ આપ્યું છે ‘ક્વિક એક્સેસ’. 

જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન, ટેબલેટ કે પીસીમાં ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરતા હો તો કદાચ તમારું ધ્યાન ગયું હશે કે તેમાં હવે આપણા ફોલ્ડર્સ અને ફાઇલ્સની ઉપર જુદી જુદી ફાઇલ્સ આપમેળે બતાવવામાં આવે છે. આ જ છે ક્વિક એક્સેસ.

ડ્રાઇવમાં આપણા ઉપયોગના આધારે અને મશીન લર્નિંગની મદદથી ડ્રાઇવની સિસ્ટમ આપમેળે અનુમાન બાંધવા લાગે છે કે આપણે અત્યારે ડ્રાઇવમાં કઇ ફાઇલ ઓપન કરવા ઇચ્છતા હોઇશું.

જેમ કે, આપણે છેલ્લે જે ફાઇલ પર કામ કર્યું હોય અથવા આપણે જે ફાઇલ બીજા લોકો સાથે શેર કરી હોય તે આ ક્વિક એક્સેસ બારમાં દેખાશે. આ તો દેખીતું છે, પણ જે ફાઇલ બીજા સાથે શેર્ડ હોય તે લોકોએ તેમાં કોઇ ફેરફાર કર્યા હોય તો એ આપણે જાણવા જરૂરી હશે એમ માનીને ડ્રાઇવ તે ક્વિક એક્સેસ બારમાં બતાવશે.

એટલું જ નહીં, સ્પ્રેડ શીટમાં એવી કોઇ બાબત હોય જેનો જે તે તારીખ સાથે કોઈ સંદર્ભ હોય તો, તો એ તારીખે એ ફાઇલ ક્વિક એક્સેસ બારમાં આવી જશે! ટૂંકમાં જુદી જુદી ઘણી બાબતો ધ્યાને રાખીને ડ્રાઇવ આપણને સૂચવે છે કે તમે આ ફાઇલ્સ પર કદાચ કામ કરવા ઇચ્છતા હશો.

જીસ્યુટ ફોર ગૂગલ ક્લાઉડના વાઇસ પ્રેસિડેન્ટ પ્રભાકર રાઘવને હમણાં આ વિશે કહ્યું કે “ગૂગલ ડ્રાઇવમાં ક્વિક એક્સેસની સુવિધા લોંચ થયા પછી થોડા જ મહિનામાં લગભગ ૪૦ ટકા ફાઇલ્સ અહીંથી જ ઓપન થવા લાગી છે.

આ સુવિધાને કારણે ગૂગલ ડ્રાઇવમાંની પોતાની કામની ફાઇલ શોધવાનો આપણો સમય ખાસ્સો બચી જાય છે. રાઘવનના કહેવા અનુસાર હજી તો આ સુવિધાને અમુક જનરલ પેટર્નના આધારે જ વિકસાવવામાં આવી છે. જે તે યૂઝરના પોતાના વ્યક્તિગત ઉપયોગની પેટર્નનો તેમાં આધાર લેવામાં આવ્યો નથી. આ સિસ્ટમ આ સ્તરે પહોંચી જશે પછી કદાચ આપણે ક્યારેય ગૂગલ ડ્રાઇવમાંની આપણી ફાઇલ શોધવા માટે ફોલ્ડર્સના જંગલમાં ખાંખાખોળા કરવા પડશે નહીં.

અલબત્ત ગૂગલ ફાઇલ અને ફોલ્ડરની વ્યવસ્થાને સદંતર જાકારો આપવા માગતી નથી. એ ફક્ત જે તે સમયે આપણે માટે વધુ મહત્વની ફાઇલ્સ સૂચવવાની વ્યવસ્થા વધુ ને વધુ બહેતર બનાવવા માગે છે.

રાઘવન તો ત્યાં સુધી કહે છે કે “અમે આ સુવિધાને એ સ્તર સુધી લઇ જવા માગીએ છીએ કે તમારે તમારી ફાઇલ્સને યોગ્ય રીતે ફોલ્ડર્સમાં ઓર્ગેનાઇઝ કરવાની કોઈ જરૂર જ ન રહે. પછી ભલે તમારી ડ્રાઇવમાં એક કરોડ ફાઇલ્સનો ભરાવો થયો હોય! તમને તમારી જોઈતી ફાઇલ ગણતરીની સેકન્ડમાં સામેથી જ મળી જશે!


આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દૈનિક જીવનમાં ઉપયોગનો આ વધુ એક દાખલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!