ફેસબુક વોચ નામની ફેસબૂકની વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ટૂંક સમયમાં ભારતમાં આવી રહી છે. ભારતમાં ફેસબૂકનો વ્યાપ જોતાં યુટ્યૂબને જબરી હરીફાઇ મળશે.
આ સર્વિસ યુએસમાં બે મહિના પહેલા લોન્ચ થઈ હતી. ભારતમાં આવતા મહિને કે માર્ચ-૨૦૧૮ સુધીમાં તે લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે.
એમેઝોન પ્રાઇમ વીડિયોની જેમ આ સર્વિસમાં લાઇફસ્ટાઇલ, કોમેડી, મનોરંજન, બાળકોને ગમે તેવા શો તથા સ્પોર્ટસ અને બીજી ઇવેન્ટના લાઇવ સ્ટ્રીમનો સમાવેશ થશે. જોકે શરૂઆતમાં ફેસબુક વોચ પર માત્ર પશ્ચિમી દેશોનું કન્ટેન્ટ જોવા મળશે. ભારતમાં ફેસબૂકના ૨.૪૧ કરોડ યૂઝર્સ છે એ જોતાં ફેસબુકે પોતાની આ નવી સર્વિસને લોકપ્રિય બનાવવા બહુ મહેનત નહીં કરવી પડે એવું લાગે છે.
એટલું ચોક્કસ કે ફેસબુક વોચ પર જેટલી ઝડપથી ભારતીય કન્ટેન્ટ આવવા લાગશે એટલી ઝડપથી એ વધુ લોકપ્રિય બનશે કારણ કે અત્યારથી જ, ટીવી સિરિયલ્સ સ્માર્ટફોનમાં જોઈ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. ડેટા કનેક્શનના સતત ઘટી રહેલા ભાવ પણ ફેસબુક વોચને મદદ કરશે.

