આવનારા થોડા સમયમાં ભારતમાં ફાઇવ-જી ટેકનોલોજીનો મોટા પાયે ઉપયોગ શરૂ થાય તેવી શક્યતા છે. સરકાર ૨૦૨૦ સુધીમાં સમગ્ર દેશમાં ફાઇવ-જી ટેકનોલોજી લાગલ કરી દેવા માગે છે.
ભારતની અગ્રણી ટેલિકોમ એરટેલે બેંગાલૂરુ અને કોલકત્તામાં માસિવ મલ્ટિપલ-ઇનપુટ મલ્ટિપલ-આઉટપૂટ નામે ઓળખાતું નેટવર્ક શરૂ કરી દીધું છે જે ભારતનું પ્રથમ ફાઇવ-જી કેપેબલ નેટવર્ક ગણાય છે. જોકે એરટેલ પોતે તેને પ્રી ફાઇવ-જી એટલે કે ફાઇવ-જી પહેલાંની ટેકનોલોજી કહે છે. આ ટેકનોલોજીને કારણે યૂઝર્સને બિલ્ડિંગ્સની અંદર તથા અંડરગ્રાઉન્ડ લોકેશન્સમાં પણ બહેતર અને વધુ ઝડપી કવરેજ મળે તેવી શક્યતા છે.
જોકે ભારતમાં થ્રી-જી અને ફોર-જી નેટવર્ક હજી લાંબો સમય ચાલશે અને ફીચર ફોન્સનો વ્યાપક વપરાશ હોવાના કારણે આવતાં ૫-૭ વર્ષ સુધી ૨-જી ટેકનોલોજી પણ ચલણમાં તો રહેશે.

