કમ્પ્યુટરમાં માઉસનો ઉપયોગ કરતી વખતે મોટા ભાગે આપણે બે બટન અને એક વચ્ચેના સ્ક્રોલવ્હિલનો ઉપયોગ કરીએ છીએ, પણ માઉસમાં એક ત્રીજું બટન પણ છે એ તમે જાણો છો? આ વચ્ચેનું સ્ક્રોલવ્હિલ એક બટન તરીકે પણ કામ કરે છે અને તે ક્રોમ અને ફાયર ફોક્સ જેવા બ્રાઉઝરમાં આપણા સર્ફિંગને વધુ સ્માર્ટ બનાવી શકે છે. આ રીતે…
બેક બટન પર મીડલ ક્લિક : બ્રાઉઝરમાં બેક બટન પર માઉસના સ્ક્રોલવ્હિલ કમ બટનથી ક્લિક કરશો તો આપણે અગાઉ જે પેજ જોયું હોય તે પેજ નવી ટેબમાં ઓપન થશે.
ફોરવર્ડ બટન પર મીડલ ક્લિક : બ્રાઉઝરમાં ફોરવર્ડ બટન પર માઉસના સ્ક્રોલવ્હિલ કમ બટનથી ક્લિક કરશો તો ત્યાર પછીનું જે પેજ હશે તે નવી ટેબમાં ઓપન થશે.
રિફ્રેશ બટન પર મીડલ ક્લિક : બ્રાઉઝરમાં રિફ્રેશ બટન પર માઉસના સ્ક્રોલવ્હિલ કમ બટનથી ક્લિક કરશો તો તમે જે પેજ જોઈ રહ્યા હો તેનું રિફ્રેશ થયેલું (જો નવું કન્ટેન્ટ હોય તો) વર્ઝન નવી ટેબમાં ઓપન થશે.
હોમ બટન પર મીડલ ક્લિક : બ્રાઉઝરમાં હોમ બટન પર માઉસના સ્ક્રોલવ્હિલ કમ બટનથી ક્લિક કરશો તો આપણે જે હોમપેજ સેટ કર્યું હોય તે નવી ટેબમાં ઓપન થશે.
એડ્રેસ બારમાં ઓટો સજેસ્ટ એન્ટ્રી પર મીડલ ક્લિક : બ્રાઉઝરમાં એડ્રેસ બારમાં આપણે કંઈ પણ લખીને સર્ચ કરીએ ત્યારે આપણી સર્ચ સંબંધિત અન્ય સજેશન આપોઆપ જોવા મળે છે. તેમાંથી કોઈ પણ લિંક પર માઉસના સ્ક્રોલવ્હિલ કમ બટનથી ક્લિક કરશો તો એ પેજ નવી ટેબમાં ઓપન થશે.
બુકમાર્ક પર મીડલ ક્લિક : જો તમને બ્રાઉઝરમાં વિવિધ ગમતી સાઇટ્સના બુકમાર્ક સેટ કરી રાખવાની ટેવ હોય તો બુકમાર્ક બારમાં કોઈ પણ બુકમાર્ક પર માઉસના સ્ક્રોલવ્હિલ કમ બટનથી ક્લિક કરશો એ લિંક નવી ટેબમાં ઓપન થશે.
બુકમાર્ક ગ્રુપ પર મીડલ ક્લિક : જો તમે બુકમાર્ક્સના સ્માર્ટ યૂઝર્સ હોય તો તમે એક સરખા ટોપિકના બુકમાર્કસને અલગ અલગ ગ્રૂપ તરીકે પણ સેવ કરતા હશો. આવા ગ્રૂપ પર માઉસના સ્ક્રોલવ્હિલ કમ બટનથી ક્લિક કરશો એ ગ્રૂપમાંના તમામ બુકમાર્કસ નવી ટેબમાં ઓપન થશે.
