[vc_row][vc_column][vc_column_text]આપણે કમ્પ્યુટર કે ટેબલેટમાં બ્રાઉઝરમાં સર્ફિંગ કરતી વખતે એક સાથે ઘણી બધી ટેબ ઓપન કરતા હોઈએ તેના કારણે ઘણી વખત આપણું બ્રાઉઝર બહુ ધીમું અથવા તો હેંગ થઈ જાતું હોય છે, પણ જો તમે ક્રોમ કે ફાયરફોક્સ બ્રાઉઝર ઉપયોગ કરતા હો તો તમારા માટે કામનું છે આ એક્સટેન્શન.
વન ટેબ એક્સટેન્શન (One Tab Extension) ૬૫૬ કેબીનું બ્રાઉઝર ટૂલ છે. તેનો ઉપયોગ ક્રોમ અને ફાયરફોક્સ બ્રાઉઝરમાં ટેબ કંટ્રોલ માટે કરવામાં આવે છે.
‘વન ટેબ એક્સટેન્શન’ ઇન્સ્ટોલ કર્યા પછી બ્રાઉઝરમાં ઉપર ડાબી બાજુ તેનો લોગો જોવા મળશે. હવે જ્યારે બ્રાઉઝરમાં ઘણી બધી ટેબ ઓપન કરી હોય ત્યારે ‘વન ટેબ એક્સટેન્શન’ના આઇકન પર ક્લિક કરશો એટલે બધી ટેબ ‘વન ટેબ એક્સટેન્શન’માં આવી જાશે અને બ્રાઉઝરમાં આપણને એક જ ટેબ જોવા મળશે પછી એક ક્લિકથી એ બધી ટેબને મેનેજ કરી શકીએ છીએ.
જો તમે તમારા પીસીમાં ક્રોમમાં બુકમાર્કસ, એક્સ્ટેન્શન્સ, થીમ, સેટિંગ્સ વગેરેનો ઉપયોગ કરીને ક્રોમને કસ્ટમાઇઝ કરેલ હોય, તો કોઈ પણ કમ્પ્યુટરમાં ક્રોમનું એવું જ સેટઅપ મેળવવા માટે ક્રોમમાં તમારા ગૂગલ એકાઉન્ટથી સાઇનઇન થાઓ. ગમે તે પીસીમાં એકસરખો અનુભવ મળશે![/vc_column_text][/vc_column][/vc_row]

