જે લોકો કમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્ટરનેટ પર ફોટો સર્ચ કરતાં હોય અથવા જે લોકોને નાની સાઇઝની ઇમેજ જોવામાં તકલીફ થતી હોય એવા લોકો માટે ઉપયોગી આ બ્રાઉઝર એક્સટેન્શન.
‘hover zoom+’ બ્રાઉઝર એક્સટેન્શન ઇન્ટોલ કર્યા પછી ફક્ત તમે કોઈ પણ વેબસાઇટ પરની કોઈ પણ ઇમેજ ઉપર માઉસનું કર્સર લઈ જવાથી ફોટો આપોઆપ તેની ઓરિઝનલ સાઇઝમાં ઝૂમ થઈ જશે. એટલે કે આપણે કોઈ પણ થમ્બનેઇલ જોવા માટે તેના ઉપર ક્લિક કરવાની જરૂર નથી, આપણે ફક્ત માઉસ કર્સર લઈ જવાનું અને એટલું કરતાં તે ઓરિઝનલ સાઇઝમાં આપણી સામે આવશે.
દા.ત. ફેસબુકમાં જોવા મળતી ઇમેજ અથવા ડાબી બાજુ મિત્રોનું ચેટ લિસ્ટ જોવા મળે તેમાં મિત્રના નામની સાથે તેમણે અપલોડ કરેલ પ્રોફાઇલ પિક્ચરની નાની, થમ્બનેઇલ ઇમેજ જોવા મળે છે. તેના પર કર્સર લઈ જવાથી આપોઆપ ઝૂમ થઈને તેની ઓરિઝનલ સાઇઝમાં આપણને દેખાશે. આપણે તેના પેજ પર જવાની જરૂર નથી!

