(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

દિમાગ કસવામાં મદદરૂપ ગેમ્સ

દિલથી વિચારો અને દિમાગથી કામ કરો – આવી સલાહ આપણે વારંવાર સાંભળીએ છીએ, પણ આપણે રોજિંદાં કામ કરતી વખતે દિમાગને કેટલુંક દોડાવી શકીએ એ ક્યારેય તપાસ્યું છે?

એપ સ્ટોરમાં ઘણી બધી બ્રેઇન ગેમ છે, એમાંની એક છે બ્રેઇન ટ્રેનિંગ (Brain Training, by App Holdings). આ એક એપમાં નાની નાની ગેમ્સ છે, જે આપણા મગજની કાર્યશક્તિને જુદી જુદી રીતે તપાસે છે. દરેક ગેમમાં જેમ લેવલ પાર કરતા જાવ તેમ ગેમ વધુ ને વધુ મુશ્કેલ બનતી જાય. શરૂઆતમાં છોકરાંની રમત જેવી લાગતી દરેક ગેમ, અમુક લેવલ પછી તમને પરસેવો લાવી દેશે! એપ મજાની છે, પણ દરેક ગેમ કેમ રમવી એ ભાષાના અંતરાયથી કદાચ ન પણ સમજાય. અહીં કેટલીક ગેમ રમવાની સાદી સમજ આપી છે.

આવી ગેમ્સ રમવાની આદત પડશે તો દિમાગ ધારદાર થતું જશે એ નક્કી.

Quick Search Skill: જરૂરી બાબતો તમે કેટલી ઝડપથી શોધી શકો?

સ્ક્રીન પર જુદા જુદા નંબર લખેલા બોલ્સ દેખાશે. આપણને જણાવવામાં આવેલા ક્રમમાં આ બોલ્સને ક્લિક કરી, તમામ બોલનો સફાયો કરવાનો. આપણા દરેક સ્પર્શે બધા જ બોલ તેની જગ્યા બદલશે, પણ આપણું ધ્યાન પછીના ક્રમના બોલ પર જ રહેવું જોઈએ!

Left Vs Right Brain: નાની નાની વાતમાં તમે જલદી ગૂંચવાઈ જાવ કે નહીં?

સ્ક્રીન પર કોઈ એક રંગનું નામ, કોઈ એક રંગમાં જોવા મળશે. જો રંગનું નામ અને એ શબ્દનો રંગ એક જ હોય તો ખરું કહો, અથવા ખોટું. મગજનો એક ભાગ અક્ષરો વાંચે ત્યારે બીજો ભાગ તેના રંગને ઓળખે છે, પણ અહીં બંને જુદાં હોવાની શક્યતાથી મગજ ચકરાવે ચઢશે!

Concentration: તમે એકાગ્ર થઈ શકો ખરા?

શરૂઆતમાં ઓછી સંખ્યામાં અને પછી વધુ સંખ્યામાં ઘેટાં જોવા મળશે, જેમાંથી એક કાળું હશે, પણ થોડી વારમાં એ પણ બીજાની જેમ સફેદ થઈ જશે. આપણે એ કાળા ઘેટા પર નજર જકડી રાખવાની અને ઘેટાં સ્થિર થાય ત્યારે બધાં સફેદમાંથી એ કાળું ઘેટું ઓળખવાનું!

Math Skill: સાદી ગણતરીથી તમે ક્લિન બોલ્ડ થાવ છો?


ક્વિક સર્ચ જેવી જ, પણ ગણિતના નાના દાખલા સાથેની ગેમ. જુદા જુદા બોલ્સમાં જુદી જુદી ગણતરીના દાખલા હશે. સ્ક્રીન પર ટોચે જે જવાબ બતાવવામાં આવે, તેનો દાખલો ધરાવતો બોલ આપણે ક્લિક કરવાનો. ધારો છો એટલું આ સહેલું નથી!

Colors Vs Brain: બધું યાદ તો રહે, પણ યોગ્ય ક્રમમાં?

એક પ્રકારની મેમરી ગેમ, પણ અહીં વસ્તુઓને બદલે વિવિધ રંગોની પટ્ટીઓ ચોક્કસ ક્રમમાં આપવામાં આવે છે, જે ક્રમ આપણે યાદ રાખવાનો. થોડા સમયમાં પટ્ટીઓનો ક્રમ બદલાઈ જાય તે પછી દરેક પટ્ટીને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મૂળ ક્રમમાં લાવવાની.

Multitasking: એકથી વધુ બાબત પર એક સાથે ધ્યાન આપી શકો?

ઉપર-નીચે બે ભાગમાં બે નાના દાખલા અને તેના જવાબ આપ્યા હશે, આપણે ફટાફટ બંને પેનલમાં જવાબ સાચો છે કે ખોટો તે જણાવવાનું. બંને સવાલનો જવાબ આપવાનો સમય એકદમ ટૂંકો હોવાથી, એક કામ પતાવી તરત બીજા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

Focus Skill: મલ્ટીટાસ્કિંગના સમયમાં ફોકસ ગુમાવો છો?

શરૂઆતમાં સૂચના સાથે એક નંબર જણાવવામાં આવશે, જેમ કે ૪. ગેમ સ્ટાર્ટ કરતાં, જુદા જુદા નંબર જોવા મળશે, આપણે એ દરેક પર ક્લિક કરવાનું, સિવાય કે ૪ આવે ત્યારે. આપણું ધ્યાન પૂરેપૂરું એ એક જ નંબર પર ફોકસ્ડ રહેવું જોઈએ.

Memory Power: શરૂઆતમાં બધું યાદ રહે, પણ જરા વાર પછી?

આમ તો જૂની ને જાણીતી મેમરી ગેમ. આમાં પહેલાં અમુક નિશ્ચિત, જુદી જુદી વસ્તુઓ વારાફરતી બતાવવામાં આવે અને પછી એ વસ્તુઓ ઉપરાંત બીજી વસ્તુઓ એક સાથે બતાવાય અને આપણે શરૂઆતની પેલી વસ્તુઓ શોધી બતાવવાની.

ધ્યાન રાખશો : આ એપમાંની ગેમ્સ સરસ છે, પણ તેમાં જાહેરાતોનું પ્રમાણ ઘણું વધુ છે. કોઈ પણ લેવલ પૂરું કરતાં તેના પરિણામની સાથે જ જાહેરાત આવશે અને એ પણ એ રીતે, જાણે આ એપનો જ એક ભાગ હોય. ક્લિક કરતાં પહેલાં બરાબર ધ્યાન આપશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!