(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમે કેટલી ગૂંચવણ ઊભી કરી શકો?

દિવાળીની રજાઓ પૂરી થયા પછી અભ્યાસમાં કામે ચઢવું તો પડ્યું હોય, પણ હજી રજાની મજા યાદ આવતી હોય, કોઈ વાતે મન, કોઈ વાતમાં પરોવાતું ન હોય તો પહોંચો આ સાઇટ પર :

http://entanglement.gopherwoodstudios.com

નિષ્ણાતો અને ખાસ તો અનુભવીઓ એમ કહે છે કે જ્યારે આપણે કોઈ વાતમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા ન હોઈએ ત્યારે કંઈક એવું કરવું જે મનને બીજે ક્યાંય ભાગવા ન દે, ફરજિયાત એક જ વાતમાં જકડી રાખે!

હમણાં નાના મોટા સૌમાં જેનો જબરો ક્રેઝ ઊભો થયો હતો એ ફિજેટ સ્પીનર પણ એવી જ કરામત કરે છે. કોઈ વ્યક્તિ સ્ટ્રેસ અનુભવી રહી હોય તો એ ફક્ત સ્માઇલી બોલ લઈને તેને નજીકની દીવાલ પર ફેંકી, એ બાઉન્સ થાય ત્યારે તેને કેચ કરી લેવાની રમત સતત રમ્યા કરે તો પણ એનું મન ધીમે ધીમે એમાં એવું પરોવાય કે મનમાં જાગેલો બીજા વિચારોનો ઉચાટ શમી જાય!

આ ગેમ, જેનું નામ જ એન્ટેન્ગલમેન્ટ છે, એ પણ કંઈક આવો જ જાદુ કરે છે.

અભ્યાસ કે કામકાજમાં જરા બ્રેક લઈને આ ગેમ રમશો તો મજા પડશે. ગેમમાં આપણને સંખ્યાબંધ હેક્ઝાગોન્સ આપેલા છે. દરેકમાં જુદા જુદા, એકમેકમાં ગૂંચવાયેલા પાથ જોવા મળશે. દરેક હેક્ઝાગોનને તમે માઉસ કે એરો કીની મદદથી ઘુમાવી શકશો અથવા ચાહો તો બિલકુલ નવા પાથવાળો નવો હેક્ઝાગોન પણ મેળવી શકશો.

દરેક હેક્ઝાગોન આપણે એવી રીતે ઘૂમાવવાના છે કે તેમાં કનેક્ટ થતો એક પાથ જેમ બને તેમ લાંબો થાય. એ ધ્યાન રાખવાનું કે કનેક્ટ થતો પાથ એવી રીતે આગળ ન વધે કે તે રમતની બહારની દીવાલને અથડાઈને અટકી જાય. તમે પાથને જેમ વધુ લાંબો કરી શકો તેમ વધુ પોઇન્ટ મેળવી શકો.

તમે અનુભવશો તેમ, આ પાથને તમે જેમ વધુ ગૂંચવી શકશો, તેમ તમારા મનમાં ઊભી થયેલી ગૂંચવણો ઉકેલાતી જશે અને તમે ફરી હળવા થઈ, બમણા ઉત્સાહ સાથે રોજિંદા અભ્યાસ કે કામમાં પરોવાઈ શકશો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!