સ્માર્ટફોન આપણું લોકેશન ટ્રેક કરી શકે છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ આપણે સમજી વિચારીને લોકેશન સર્વિસ બંધ પછી પણ એ લોકેશન ટ્રેક કરી શકે?
ક્વાર્ટઝ નામની એક મીડિયા કંપનીના અહેવાલ અનુસાર, એન્ડ્રોઇડ ફોનમાં લોકેશન સર્વિસ બંધ હોય તો પણ સોફ્ટવેર આપણા લોકેશન સંબંધિત ડેટા એકઠો કરે છે અને તેને નેટ કનેક્શન મળે ત્યારે તે ગૂગલને મોકલવામાં આવે છે!
સાઇટના અહેવાલ મુજબ, આવું ૨૦૧૭ની શરૂઆતથી થઈ રહ્યું છે. તેણે ગૂગલનો સંપર્ક કરતાં ગૂગલના પ્રવક્તાએ આવું થવાનું કારણ આપતાં કહ્યું હતું કે ગૂગલ એન્ડ્રોઇડ ફોનમાં પુશ નોટિફિકેશન્સ મોકલવા ફોનને સંબંધિત સેલ ટાવરના એડ્રેસનો ઉપયોગ થતો હતો, પરંતુ આ ડેટા સ્ટોર કરવામાં આવતો હતો. ગૂગલના પ્રવક્તાના કહેવા પ્રમાણે નવેમ્બર ૨૦૧૭ના અંત પછી, આ પ્રકારે સેલ ટાવરનાં એડ્રેસ મેળવવામાં આવશે નહીં.
જોકે આ વાત, સ્માર્ટફોન આપણા ધારવા કરતાં કેટલું વધુ જાણી શકે છે તે જરૂર બતાવે છે.

