સપ્ટેમ્બર-૧૭ના અંકમાં ખૂબ જાણકારી મળી. એક્સેલમાં ડેટા વેલિડેશનની જે માહિતી રજૂ કરી છે ખરેખર ખૂબ રસપ્રદ છે. તમારી રજૂઆત કરવાની શૈલી જોરદાર છે.
મારા જેવા પ્રાથમિક શાળાના શિક્ષક માટે અને આચાર્ય તરીકે મને એક્સેલ ખૂબ ઉપયોગી માધ્યમ છે. તમારી પાસે મારી એવી આશા હંમેશા રહેશે કે તમે એક્સેલ પ્રોગ્રામ અને તેની વિશાળ ઉપયોગિતા વિશે પ્રકાશ પાડતા રહો જેથી અમારી જિજ્ઞાસાને તૃપ્તિ મલતી રહે.
સમગ્ર ટીમને લાખ લાખ વંદન!! ધન્યવાદ!!
– હરિભાઈ એમ. ગઢવી, પંચોટિયા, માંડવી, કચ્છ
ઓગસ્ટ -૨૦૧૭ના અંકમાં જાણીને ૧૯ પ્રકારની પીડીએફ સર્વિસ વાપરવાની ખૂબ જ મજા પડી. ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ શરૂ કરી દીધો છે. એકસેલનો ઉપયોગ ખૂબ સરળ અને કામનો છે.
ઓનલાઇન સ્કેમના પ્રકાર જાણવા મળ્યા, જે આજના યુગમાં ખૂબ સમજવા જરૂરી છે. અત્યાર સુધી માઉસથી રાઇટ ક્લિક કરીને સેવ ઈમેજ કરતો હતો પણ જે તમે સ્માર્ટ રીત બતાવી એ તો મજા પડી ગઈ!
કેલેન્ડરનો સ્માર્ટ ઉપયોગ સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને સમજાવ્યો. પિન્ટરેસ્ટમાં એકાઉન્ટ ખોલી નાખ્યું. મેઇલ ઓટો ફોરવર્ડ એક્ટિવ કરી દીધું. સ્પેસ સ્ટેશન પ્રોજેક્ટર પર સ્કૂલમાં બતાવ્યું. મજા આવી. પૈસા વસૂલ!
– રાજેન્દ્ર ચૌહાણ, ચિત્રશિક્ષક
એસ.ડી.સી.સી. એલ. પબ્લિક સ્કૂલ, સિકકા- જામનગર

