(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડેટા સલામતી માટે ભારતના પ્રયાસો

તમને ખ્યાલ હશે કે, ગયા મહિને ભારત સરકારે સંખ્યાબંધ, મુખ્યત્વે ચાઇનીઝ મોબાઇલ કંપનીઝને તેઓ યૂઝર્સનો ડેટા કેવી રીતે સંભાળે છે અને ક્યાં સ્ટોર કરે છે તેની વિગતો માગી હતી.

આ સંદર્ભમાં એ ખાસ યાદ રાખવા જેવું છે કે ભારતમાં વેચાતા સ્માર્ટફોનમાં ચાઇનીઝ ફોન કંપનીઝનો હિસ્સો પચાસ ટકા કરતાં પણ વધી ગયો છે.

કોઈ પણ મોબાઇલ હેન્ડસેટમાંનો યૂઝરનો ડેટા કે તેમાંની વિવિધ એપનો ડેટા એ હેન્ડસેટ કે એપ્સ જ્યાં ડેવલપ થયેલ હોય તે કંપનીના સર્વર્સમાં સામાન્ય રીતે સ્ટોર થતો હોય છે. એ જ રીતે ચાઇનીઝ હેન્ડસેટ કે ચીનમાં મૂળ ધરાવતી એપ્સમાંનો આપણો ડેટા એ કંપનીના ચીનમાંના સર્વરમાં સ્ટોર થાય એ દેખીતું છે.

આ બધી જ વિગતો જે તે હેન્ડસેટ કે એપનો ઉપયોગ શરૂ કરતાં પહેલાં જણાવવામાં આવતી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં દર્શાવાયેલી પણ હોય છે, પરંતુ લગભગ દરેક કિસ્સામાં આ વિગતો અત્યંત જટિલ કાયદાકીય ભાષામાં લખાયેલી હોય છે અને આપણામાંના મોટા ભાગના લોકો આ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચ્યા વગર તેનો સ્વીકાર કરી લેતા હોય છે. પરંતુ, ગયા મહિને ચીનની એમેઝોન જેવી અલીબાબા કંપનીની માલિકીના યુસી બ્રાઉઝરને કારણે, યૂઝરનો ડેટા એ એપ અનઇન્સ્ટોલ કર્યા પછી પણ ચીનના સર્વરમાં પહોંચતો હોવાનો ગંભીર આરોપ મુકાયા પછી ભારત સરકારે એ દિશામાં ખુલાસા માગ્યા છે અને તપાસ શરૂ કરી છે.

ભારતના સામાન્ય લોકોના મોબાઇલ વપરાશનો ડેટા ચીન કે બીજા કોઈ પણ દેશના સર્વરમાં સ્ટોર થતો હોય એ સમજી શકાય કારણ કે આજના ગ્લોબલાઇઝેશનના યુગમાં અને ખાસ કરીને કોઈ પણ સીમા વગરના ઇન્ટરનેટના સંદર્ભે આપણો ડેટા વિશ્વભરમાં પથરાયેલો હોય એ સ્વાભાવિક છે.

પરંતુ આ જ વાત જ્યારે આપણા દેશના સંરક્ષણને લગતી હોય ત્યારે તે બહુ ગંભીર બની જાય છે. સદનસીબે સરકાર આ બાબતે જાગી છે અને તેના ઉપાયો વિચારીને તેના પર અમલ પણ શરૂ થયો હોય તેવું લાગે છે.

વિવિધ મોબાઇલ કંપની પાસેથી યૂઝરના ડેટા સંબંધિત જે ખુલાસા માગવામાં આવ્યા છે તે આ પ્રક્રિયાનો જ એક ભાગ છે.

ગયા મહિને ભારત સરકારના ઇલેકટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના પ્રધાન રવિશંકર પ્રસાદની ઉચ્ચ અધિકારીઓ સાથેની મીટિંગમાં આ મુદ્દો ચર્ચાયો હતો.

ભારતમાં વિવિધ સરકારી વિભાગોમાં સ્માર્ટફોનનો ઉપયોગ દેખીતી રીતે અત્યંત વધ્યો છે એ જ રીતે સરકારી કમ્યુનિકેશન માટે સરકારી ઈ-મેઇલ આઇડીને બદલે જીમેઇલ જેવી અન્ય સર્વિસનો પણ વ્યાપક ઉપયોગ થાય છે.

ભારતીય સંરક્ષણ વ્યવસ્થામાં અત્યારે મહત્ત્વની બાબતોની આપ-લે માટે વધુ સલામત લેન્ડલાઇન ફોનનો જ ઉપયોગ થાય છે. હવે ભારત સરકાર સંરક્ષણ ક્ષેત્રના તમામ અધિકારીઓને માત્ર ભારતીય મોબાઇલ કંપનીએ મેન્યુફેકચર કરેલા સ્માર્ટફોન સપ્લાય કરવાનો નિર્ણય કરે તેવી શક્યતા છે. આવી કંપનીઓને ભારત સરકારની જરૂરિયાત મુજબ ફોનમાં કેટલાક ખાસ ફિચર્સ ઉમેરવાની અને અમુક ચોક્કસ સ્પેશિફિકેશન્સનું પાલન કરવાની ફરજ પાડવામાં આવે તેવી પણ શક્યતા છે.


ઈ-મેઇલ કમ્યુનિકેશનને વધુ સલામત બનાવવા માટે ભારત સરકાર તમામ સરકારી વિભાગો માટે એક અલાયદી ઈ-મેઇલ સર્વિસ વિકસાવી રહી હોવાના અહેવાલ છે. નેશનલ ઇન્ફર્મેટિક સેન્ટર દ્વારા આ સિસ્ટમ વિકસાવવામાં આવશે અને કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓને તેના ઈ-મેઇલ આઇડી આપવામાં આવશે. લગભગ ૫૦ લાખ લોકોને આવરી લેતી આ એક વિશાળ ઈ-મેઇલ સર્વિસ હશે.

મળતા અહેવાલો મુજબ આ સર્વિસનું પાઇલટ ટેસ્ટિંગ કેટલાક ઉચ્ચ અધિકારીઓના સાથમાં શરૂ થઈ ગયું છે. આ સમગ્ર કવાયત પાછળનો હેતુ ભારતમાં સંરક્ષણ અને વહીવટી તંત્રનો સમગ્ર ડેટા ભારતમાંના સર્વર્સમાં અને ભારત સરકારના અંકુશ હેઠળ જ રહે એ સુનિશ્ચિત કરવાનો છે.

આ નવી ઈ-મેઇલ વ્યવસ્થામાં જિયો ફેન્સિંગ અને ડિવાઇસ મેપિંગ જેવી વિશેષ સલામતી વ્યવસ્થા પણ હશે જેને કારણે તેમાંના ઈ-મેઇલ્સ ભારત સરકારના અંકુશ બહાર જઈ શકશે નહીં.

તમને કદાચ ખ્યાલ હશે કે, સરકારી કચેરીઓમાંના કમ્પ્યુટરમાં ખાનગી કંપનીઓની માલિકીની મોંઘી કિંમતની ઓપરેટિંગ સિસ્ટમને બદલે લિનક્સ જેવા ઓપન સોર્સ પ્લેટફોર્મ આધારિત ‘ભારત ઓપરેટિંગ સિસ્ટમ્સ સોલ્યુશન્સ’ નામે એક ઓપરેટિંગ સિસ્ટમ પણ વિકસાવાઈ છે. ચેન્નાઈ સ્થિત સી-ડેક નામની એક ભારત સરકારની માલિકીની રીસર્ચ અને ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટે આ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!