ટેક્નોલોજી જગતની મહારથી કંપનીઓના મહારથીઓના વિચારો…
“તમારા કામને પ્રેમ કરો, પણ ક્યારેક તમારી કંપનીના પ્રેમમાં પડશો નહીં કારણે કંપની ક્યારે તમને પ્રેમ કરવાનું છોડી દેશે એ તમને ક્યારેય ખબર પડશે નહીં.
– નારાયણ મૂર્તિ, ઇન્ફોસિસ

“જ્યારે આપણું મગજ બિલકુલ મુક્ત બને ત્યારે આપણે સહેલાને બદલે સાચો રસ્તો પસંદ કરી શકીએ.
– સુબ્રતો બાગચી, માઇન્ડ ટ્રી
“તમને જ્યારે કોઈ રસ્તો સૂઝનો ન હોય ત્યારે એક ધીમો અવાજ તમને રસ્તો સૂચવતોય હોય છે. જો તમે એ અવાજ સાંભળો, તો તમે જાતમાં વિશ્વાસ મૂકતાં શીખી જશો.
– અઝીમ પ્રેમજી, વીપ્રો

“મારું ઘડતર એક જ વાતે થયું છે, મને શીખવું ગમે છે. હું વાંચી કે પૂરી કરી શકું એનાં કરતાં વધુ પુસ્તકો ખરીદું છું.
– સત્ય નડેલા, માઇક્રોસોફ્ટ

“મેં હંમેશાં એવાં કામ કર્યાં છે, જે કરવાની મારી તૈયારી થોડી ઓછી હોય. મને લાગે છે કે એ જ રીતે આપણે વિકસી શકીએ.
– મેરિસા મેયર, યાહૂ

“જો તમે દુનિયા બદલી રહ્યા હો, તો તમે મહત્વનાં કામ કરી રહ્યા છો. પછી તમને સવારે ઊઠવાનો કંટાળો નહીં આવે.
– લેરી પેજ, આલ્ફાબેટ

” તમે કંઈક નવું કરો ત્યારે તમારે એવી તૈયારી રાખવી પડે કે બાકીના બધા તમને પાગલ ગણશે.
– લેરી એલિસન, સીઇઓ, ઓરેકલ

“બિઝનેસમાં, સૌથી જોખમી વાત એ છે કે તમે સમય સાથે બદલાવ નહીં.
– જેફ બેઝોસ, એમેઝોન

“જિંદગીનો કોઈ ભરોસો નથી. આપણે આવતી કાલ જોઈશું જ એની કોઈ ખાતરી નથી, એટલે તમારી બધી શક્તિ આજે ખર્ચી નાખો.
– ટીમ કૂક, એપલ


