(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આજનાં સ્માર્ટ સાધનો (ને ઇનબોક્સ જેવી એપ્સ!) આપણને વહેતી પળમાં એક સાથે એકથી વધુ કામ કરી લેવા પ્રોત્સાહન આપે છે,  જીવનની ઝડપ પર અંકુશ પણ જરૂરી છે. જાણીતા વિચારક એકનાથ ઈશ્વરનના એક સુંદર પુસ્તક ‘ટેક યોર ટાઈમ – ફાઈન્ડિંગ બેલેન્સ ઈન અ હરીડ વર્લ્ડ’ના કેટલાક વિચારપ્રેરક અંશો…

 

આજે લગભગ બધા ફરિયાદ કરે છે કે તેમની પાસે પૂરતો સમય નથી. આવું કહેતી વખતે આપણો કહેવાનો અર્થ ખરેખર એવો છે કે “આપણે જે એક સાથે ઘણું બધું કરી લેવું છે એ બધું કરવા માટે પૂરતો સમય નથી!

———————–

વર્ષોના અનુભવે મને સમજાયું છે કે સમજપૂર્વક જીવવાનું પહેલું પગલું છે ધીમા પડવું. જીવનની ગતિ ધીમી કરીને અને ધ્યાન પર અંકુશ મેળવીને આપણે દરરોજ વધુ સારા નિર્ણયો કરી શકીએ.

———————–

આજે ઘણાં મા-બાપ માને છે કે તેમના બાળકો ઘણી બધી પ્રવૃત્તિઓ ન કરી શકે તો તેઓ ઘણું ગુમાવી રહ્યાં છે, પણ એવું નથી. બાળકોને જો માતા-પિતાનો પ્રેમ અને ધ્યાન ન મળે તો તેઓ ઘણું ગુમાવે છે. આપણે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા બાળકોને ચેસ, ફૂટબોલ, કરાટે વગેરેના ક્લાસિસમાં ભાગમભાગ કરાવીએ ત્યારે આપણે તેમને આપણી જેમ જ સતત ઉતાવળ, ઉતાવળ, ઉતાવળના પાઠ શીખવીએ છીએ.

———————–

જો તમે તમારા મગજને ધ્યાન કેન્દ્રિત કરતાં શીખવી શકશો તો પછી તમારે અભ્યાસ કરવા વધુ કલાકો નહીં જોઈએ.તમે જે વાંચ્યું હશે અને સાંભળ્યું હશે એ બધું બરાબર યાદ રહી જશે. તેનાથી ઘણો સમય બચશે અને પરીક્ષાઓમાં તમને પૂરો આત્મવિશ્ર્વાસ પણ મળશે.

———————–

એક સમયે એક જ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરતા મનથી સૌંદર્ય વધુ સુંદર બને છે. સંગીત વધુ સુંદર બને છે, પેઈન્ટિંગ વધુ સુંદર બને છે. જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી તમારા ધ્યાનને ભટકવા નહી દો તો આ શક્ય બને.


———————-

એક વાર હું કારમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે રસ્તાથી દૂર એક ડુંગર પર એક મોટું સાઈનબોર્ડ જોયું, જેમાં લખ્યું હતું “અત્યારે તમારી નજર રસ્તા પર હોવી જોઇએ. ડ્રાઇવિંગ જેવી જોખમભરી બાબતમાં આ વાત જેટલી સાચી છે એટલી જ જીવનની બીજી બાબતોમાં પણ સાચી છે. જો તમે રસોડામાં શાકભાજી સમારી રહ્યા હો તો ત્યારે શાકભાજી સમારો. ત્યારે વાત ન કરો. એ સમયે જો કોઈ તમારી સાથે વાત કરવા પ્રયત્ન કરે તો છરી બાજુએ મૂકો અને વાત કરો. આ રીતે તમે નાના અકસ્માતથી તો બચશો જ પણ એથી વધુ તમે તમારા મગજને જ્યારે જે કરતા હો તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરતાં શીખવી શકશો.

———————-

જ્યારે તમે તમારી ઓફિસમાં દાખલ થાવ ત્યારે તમારું સમગ્ર ધ્યાન તમારા કામને આપો. જ્યારે તમે ઓફિસમાંથી બહાર નીકળો ત્યારે તમારા કામને તમારા મગજની પણ બહાર કાઢો. આ નાની અમથી ટેવ કેળવી લેવાથી તમે બધા ટેન્શનથી બચી શકશો અને હંમેશાં તમારું શ્રેષ્ઠ આપી શકશો.

———————–

યાદ રાખવા જેવી વાત છે – જો કામને તમે તમારું શ્રેષ્ઠ આપ્યું છે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને જ્યારે તમારે ચિંતા કરવાની જરૂર ન હોય તો તમે ખુશ જ રહેવાના છો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!