(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આજે વાચન વિશે થોડું, શ્રી પુરુષોત્તમ ગ. માવળંકરની કલમે… 

માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે, પણ તેથી કંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી.

વિચાર કરવામાં વાચન સહાયક નીવડે છે. પણ વિચારશીલ માણસ માટે વાચન અનિવાર્ય જ છે, એવું યે નથી. અનેક સ્ત્રી-પુરુષો વાંચી નથી શકતાં, છતાં તેઓ વિચારી તો શકે જ છે. વાચનથી આપણને અનેક વિચારબિંદુઓ મળે છે, આપણી માહિતી વધે છે, જીવન વિશેની આપણી સમજણને વાચન વધારે છે. જીવનની વિવિધ સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય છે, એ વિશેનું અનુભવામૃત આપણે વાચન દ્વારા પામીએ છીએ.

જેમ આંખો છે એટલે જોવા જેવું સારું બધું જોવાય જ છે એવું નથી, તેમ વાંચતાં આવડે છે તેથી વાંચવું જોઈતું સઘળું વંચાય જ છે એવું નથી. અનેક માણસો આખી જિંદગી ભાગ્યે જ કશુંક નક્કર ને નોંધપાત્ર વાચન કરતા હોય છે. વાચનની વૃત્તિ એ દરેક માણસની કુદરતી પ્રક્રિયા નથી, એને કેળવવી પડે છે. આ બાબત અભ્યાસની છે, પ્રયત્નપૂર્વક કરતા રહેવાના વ્યવહારની છે. વાચનની ટેવ નાનપણથી પડવી જોઈએ, મા-બાપોએ અને શિક્ષકોએ તે પાડવી જોઈએ.

અઢળક વાચનસામગ્રી નજર સામે આવે ત્યારે જે કાંઈ જોયું તે બધું વાંચ્યું – એવું નહીં ચાલે. વિસ્તૃત સામગ્રીમાંથી કામનું, આહ્લાદનું અને પ્રેરણાપાન માટેનું વાચન શોધી કાઢતાં આપણે શીખવાનું છે. જેમ જેમ આપણું વાંચન વધતું જાય તેમ તેમ શું શું અવશ્ય વાંચવા જેવું છે અને શું શું ન વાંચવા જેવું છે તેની આપણને ખબર પડવા લાગે છે. કેવળ બહુ વાંચી નાખવાથી જ કોઈનું કલ્યાણ થયું નથી. વાચન આત્મસાત્ થાય તે પણ અગત્યનું છે. જે જે વાંચ્યું તેમાંથી કયું ગ્રહણ કરવા લાયક છે, એ નક્કી કરતાં શીખવાનું છે.

થોડા સમયમાં વધુ વાંચી લેવાની ટેવ ધીરે ધીરે અને કષ્ટપૂર્વક પણ પાડવી જોઈએ. ઝડપથી વાંચવું એટલે ગબડાવવું, એમ નહીં! નજર સડસડાટ ફેરવતાં આવડવું જોઈએ. તેમ તેને યોગ્ય મુદ્દા પર રોકતાં પણ આવડવું જોઈએ. વાંચતાં વાંચતાં કયું તરત ભૂલી જવા જેવું છે એની પણ સઝ કેળવવાની છે.

સરસ પુસ્તકો વસાવતાં રહેવું અને વાંચતાં રહેવું, એ દરેક સંસ્કારી સ્ત્રી-પુરુષનો છંદ બની રહો!

(લોકમિલાપ ટ્રાસ્ટ દ્વારા પ્રકાશિત રોજેરોજની વાચનયાત્રા ભાગ-૧માંથી સાદર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!