(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આપણો ડેટા કોની પાસે કેટલો સલામત?

આપણે આપણો વધુ ને વધુ ડેટા ઈન્ટરનેટ કંપનીઓને સોંપી રહ્યા છીએ ત્યારે આ કંપનીઓ આપણા ડેટાને કેટલો સલામત રાખે છે એ તપાસવું પણ જરૂરી બને છે.

આગળ શું વાંચશો?

  • હવે આવે છે ડેકાકોર પ્રોસેસર

  • આવી રહી છે મહાકાય બેટરી

  • મોટો-ઈ-૪જી ફોનમાં ડિસ્કાઉન્ટ

ઈલેકટ્રોનિક ફ્રન્ટિયર ફાઉન્ડેશન નામની એક સંસ્થા કઈ ઈન્ટરનેટ કંપની આપણા ડેટાની પ્રાઈવસી અને સિક્યોરિટની મુદ્દે કેટલી સલામત છે એ વિશે વર્ષો વર્ષ એક અહેવાલ તૈયાર કરે છે. આ વર્ષે તેનો પાંચમો અહેવાલ રજુ થયો છે જે મુજબ આખી દુનિયામાં આઠ કરોડથી વધુ યુઝર્સ ધરાવતી વોટ્સએપ સર્વિસનું આ ક્ષેત્રમાં પરફોર્મન્સ સૌથી વધુ ખરાબ રહ્યું છે. વોટ્સએપને પાંચમાંથી ફક્ત એક સ્ટાર મળ્યો છે. બાકીની જાયન્ટ ટેક કંપનીઓ પાંચમાંથી કેટલા સ્ટાર મેળવી શકી છે એ તપાસી લો આ ચાર્ટમાં.

હવે આવે છે ડેકાકોર પ્રોસેસર

ડ્યૂઅલકોર મોબાઈલ પછી ગયા વર્ષે મોબાઈલ માર્કેટમાં ક્વાડકોર મોબાઈલની બોલબાલા રહી અને આ વર્ષે એથી પણ આગળ વધીને ઓક્ટાકોર મોબાઈલ ચર્ચામાં રહ્યા. પ્રોસેસરમાં કોરની સંખ્યા જેમ વધુ તેમ ફોન વધુ પાવરફૂલ બને તેવી એક સામાન્ય માન્યતા છે. અલબત્ત ક્વાડકોરમાંના ચાર કોરની સરખામણીમાં ઓક્ટાકોરમાંના આઠ કોર ખરેખર વધુ પાવરફૂલ છે કે નહીં એ ચર્ચાતો સવાલો રહ્યો છે. કારણ એ છે ક્વાડકોરમાં ચારેય કોર અલગ અલગ કામ કરતા હોય છે જ્યારે ઓક્ટાકોર વાસ્તવમાં ક્વાડકોરના બે સેટની જેમ કામ કરે છે અને બંને કોડ એક સમયે સતત કાર્યરત હોતા નથી. ઓક્ટાકોર ખરેખર પાવરફૂલ છે કે માત્ર માર્કેટિંગ ગિમિક છે એની ચર્ચા વચ્ચે આ વર્ષે ઓક્ટોબર સુધીમાં મીડિયાટેક કંપની વિશ્વનું પહેલું  ડેકાકોર પ્રોસેસર રજૂ કરવાની તૈયારીમાં છે. તેની રજુઆત પહેલાં ચીનમાં થશે.

આવી રહી છે મહાકાય બેટરી

સ્માર્ટફોનમાં પ્રોસેસર સતત વધુને વધુ પાવરફૂલ બનતાં જાય છે પણ તેની સરખામણીમાં બેટરીની ટેકનોલોજી પ્રમાણમાં ધીમી ગતિએ આગળ વધી રહી છે. જોકે હવે માર્કેટમાં ઘણી વધુ પાવરફૂલ બેટરીવાળા મોબાઈલ મળતા થયા છે. હજી હમણાં સુધી ૩૫૦૦ કે ૪૦૦૦ એમએએચવાળી બેટરી પાવરફૂલ ગણાતી હતી પરંતુ એ પછી જીયોની કંપનીએ મેરેથોન એમ-૩ નામે ૫૦૦૦ એમએએચની બેટરીવાળો મોબાઈલ ફોન માર્કેટમાં મૂક્યો અને પછી ગયા મહિને સેલકોન કંપનીએ પણ મિલેનિયા ક્યૂ૫ કેપાવર નામે ૫૦૦૦ એમએએચ બેટરીવાળો ફોન રજૂ કર્યો છે.

આટલું ઓછું હોય તેમ ઓકીટેલ નામની એક ચાઈનિઝ સ્માર્ટફોન મેકર કંપનીએ ૧૦,૦૦૦ એમએએચ બેટરીવાળા સ્માર્ટફોનની પ્રોટોટાઈપ રજૂ કરી છે. જોકે તેની વધુ વિગતો હજુ પ્રકાશમાં આવી નથી.

મોટો-ઈ ૪-જી ફોનમાં ડિસ્કાઉન્ટ

ટૂંક સમયમાં આખા ભારતમાં આવી રહેલી ૪-જી સર્વિસને ધ્યાનમાં રાખીને જો તમે ૪-જી સપોર્ટેડ સ્માર્ટફોન લેવાનો વિચાર કરી રહ્યો હો અને રિલાયન્સ દ્વારા જાહેર થયા મુજબ રૂ. ૪૦૦૦થી પણ સસ્તા ૪-જી સ્માર્ટફોન બજારમાં આવે ત્યાં સુધી રાહ જોવા તૈયાર ન હો તો મોટોરોલા કંપનીએ તેના મોટો-ઈ સેકન્ડ જનરેશન ૪-જી ફોનમાં રૂ. ૨૫૦૦ સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. મર્યાદિત સમય માટેની આ ઓફરમાં ફ્લિપકાર્ટ પરથી નવો મોટો ઈ સેકન્ડ જેન ૪-જી ફોન રૂ. ૬૪૯૯માં ખરીદી શકાય છે અને જૂના ફોનની બદલીમાં રૂ. ૧૫૦૦ સુધીનું વળતર પણ મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!