(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બગ ફિક્સીઝ એટલે શું?

 આગળ શું વાંચશો?

  • આખું ઈ-પેપર કેવી રીતે ડાઉનલોડ થઈ શકે?

સવાલ લખી મોકલનારઃ આયુષ શાહ, ભૂજ (કચ્છ)

સૌથી પહેલાં તો, આ સવાલ માટે અભિનંદન! ‘સાયબરસફર’માં મુખ્યત્વે જે ત્રણ બાબત પર ભાર મૂકાય છે, તે છે ક્યુરિયોસિટી, ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી. તેમાંથી પહેલી બાબત આ પ્રશ્નમાં બરાબર દેખાઈ આવે છે!

મોટા ભાગે આપણે જ્યારે પણ સ્માર્ટફોનમાં કોઈ એપ અપડેટ કરીએ ત્યારે ત્યારે તેના ‘વોટ્સ ન્યૂ ઇન અપડેટેડ વર્ઝન’માં મોટા ભાગે આમ લખેલું હોય છે – Bug Fixes.

તમામ પ્રકારનાં સોફ્ટવેર કે એપ્લિકેશનમાં મોટા ભાગે, નાની મોટી ભૂલ રહી જતી હોય છે, જે તેના ટેસ્ટિંગમાં પણ ક્યારેક પકડાઈ ન હોય. ટેકનિકલ ભાષામાં બગ એટલે આવી ભૂલ. જ્યારે લોકો એ એપ્લિકેશન વાપરવા લાગે અને તેમાં રહેલી ભૂલ વિશે ડેવલપરનું ધ્યાન દોરે અથવા તો ડેવલપરને પોતાને ભૂલ નજરમાં આવે ત્યારે તેઓ તેના નવા વર્ઝનમાં એ ભૂલ ફીક્સ કરી લે એટલે કે સુધારી લે.

આમ બગ ફિક્સીઝ એટલે બીજું કંઈ નહીં પણ, એવી ખાતરી એપ્લિકેશનમાં રહી ગયેલી અને ધ્યાનમાં આવેલી ભૂલો સુધારી લેવામાં આવી છે!

આખું ઈ-પેપર કેવી રીતે ડાઉનલોડ થઈ શકે?

સવાલ લખી મોકલનારઃ દર્શિલ ટાંક (રાજકોટ)

દર્શિલભાઈ ‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિના અગાઉના બધા અંકો ડાઉલોડ કરવા માગે છે, પરંતુ સમસ્યા એ છે કે એક એક પેજની પીડીએફ ખૂલે છે અને ડાઉનલોડ થઈ શકે છે, આખી પૂર્તિ એક સાથે ડાઉનલોડ થઈ શકતી નથી!

કમનસીબે, હાલ પૂરતો આનો કોઈ ઉપાય નથી. ઇ-પેપર મૂકનાર અખબાર પોતે જો આખું અખબાર એક સાથે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરવાની લિંક આપે તો જ એ શક્ય બને છે, એ સિવાય એક-એક પેજ ડાઉનલોડ કરવું પડે છે.

આ શક્ય બનાવતાં કેટલાંક સોફ્ટવેર કે એપ અગાઉ જોવા મળ્યાં હતાં, પણ તેમાં રહેલી ખામીઓને કારણે હવે તે ગાયબ છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!