સવાલ લખી મોકલનાર – મહેન્દ્રકુમાર જોશી, કોંઢ
‘શેડ્યુલ્ડ પાવર ઓન એન્ડ ઓફ’ સેટિંગ તેના નામ મુજબ, નિશ્ચિત સમયે ફોનને ઓફ અને ફરી નિશ્ચિત સમયે આપોઆપ ઓન કરવા માટેની સુવિધા આપે છે.
આપણે ઓફિસની કોઈ અગત્યની મીટિંગ એટેન્ડ કરવાની હોય કે મૂવી જોવા ગયા હોઈએ ત્યારે સામાન્ય રીતે આપણે ફોનને સાયલન્ટ મોડમાં મૂકી દઈએ છીએ, જેથી મીટિંગ કે મૂવી દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે. પરંતુ એ અગત્યનું કામ પૂરું થયા પછી જો ફોનને નોર્મલ વોઇસ મોડમાં મૂકવાનું ભૂલી જઈએ તો આપણા પર કોલ આવ્યા કરે અને આપણને ખબર જ ન પડે એવું બની શકે છે.
ફોનની રિંગ અમુક નિશ્ચિત સમય પૂરતી જ સાયલન્ટ કરવો હોય અને પછી તે આપોઆપ નોર્મલ થાય એવું કરવું હોય તે માટે Shush! Ringer Restorer એપ ઉપયોગી છે.
પરંતુ આવે સમયે, જો સતત બીજાના સંપર્કમાં રહેવું જરૂરી ન હોય તો ફોનને સ્વિચઓફ કરી શકાય છે.
એ જ રીતે રાત્રે જ્યારે ફોનની કોઈ જરૂર ન હોય કે અણધાયર્િ સંજોગોમાં કોઈ ગમે ત્યારે આપણો સંપર્ક કરી શકે એ માટે પરિવારમાંનો ફક્ત એકાદો ફોન ચાલુ રાખવાથી કામ ચાલી જતું હોય એવા સંજોગોમાં પણ આપણે આપણા ફોનને રાત્રે બંધ કરી શકીએ છીએ.
પરંતુ આ બધી સ્થિતિમાં, ફોન બંધ કર્યા પછી ફરી ઓન કરવાનું ભુલાઈ જાય તો?
આવી સ્થિતિ ટાળવા માટે ફોનને ઓટોમેટિક ઓન-ઓફ કરવાની સુવિધા આપવામાં આવે છે. જેમ કે દરરોજ રાત્રે, કહો કે ૧૧ વાગ્યે ફોન બંધ થઈ જાય અને રોજ સવારે ૭ વાગ્યે ફરી ઓન થઈ જાય એવી ગોઠવણ કરી શકાય છે.
ઘણી કંપનીમાં કર્મચારીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર સદંતર પ્રતિબંધ હોય છે. તેઓ પણ ઓફિસ શરૂ થવાના સમયે ફોટોમેટિક બંધ થાય અને છૂટવાના સમયે ઓટોમેટિક ચાલુ થઈ જાય એવું સેટિંગ કરી શકે છે.
આવું સેટિંગ કરવા માટે નીચેનાં સરળ પગલાં લઈ શકાય :
- ફોનના સેટિંગ્સમાં જાઓ.
- સિસ્ટમ વિભાગમાં, ‘શેડ્યુલ્ડ પાવર ઓન એન્ડ ઓફ’માં જાઓ.
- અહીં ફોન ચાલુ કરવાનો અને બંધ કરવાનો સમય સેટ કરવાના વિકલ્પ મળશે. બંને સમય સામેના ચેકબોક્સમાં ટિક કરીને, જોઈતો સમય સેટ કરી લો.
- આવું અઠવાડિયાના કયા કયા દિવસે રીપિટ કરવું છે તેનું સેટિંગ થઈ શકે છે. હવે ઉપર જમણા ખૂણે આપેલા ડન પર ક્લિક કરો એટલે કામ પૂરું!


આ રીતે, જ્યારે જ્યારે ફોનની કે સંપર્કમાંરહેવાની જરુર ન હોય ત્યારે ફોનને બંધ રાખવાથી બેટરીની આવરદા વધી શકે છે. કારણ દેખીતું છે.
ફોનની બેટરી મુખ્ય બે કારણસર વધુ વપરાય છે, ડિસ્પ્લે અને કનેક્ટિવિટી માટે. ડિસ્પ્લે બંધ હોય ત્યારે પણ સેલ્યુલર ડેટા, વાઇ-ફાઇ, જીપીએસ, બ્લુટૂથ વગેરે સિગ્નલ મેળવવાના પ્રયત્નમાં ફોનની બેટરી સતત ખચર્યિ છે. જરુર ન હોય ત્યારે ફોન બંધ રાખવાથી જે તે દિવસ માટે તો બેટરી વધુ ચાલશે જ, સાથોસાથ બેટરીને ઓછી રિચાર્જ કરવાને તેની મૂળ આવરદા પણ વધશે.


