(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આખરે ગૂગલ કોન્ટેક્ટ્સમાં અપડેશન!

ગૂગલની વિવિધ સર્વિસ સતત અપડેટ થાય છે, પણ એ દરેકના પાયામાં જે છે એ કોન્ટેક્ટ્સની સર્વિસ લાંબા સમયથી જેમની તેમ હતી. હવે તેમાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યાં છે.

સૌથી મોટી ખાણ, ઓળખાણ – આપણા વડીલો ઓળખાણના મહત્ત્વ વિશે આ વાત કહી ગયા છે, પણ ત્યારે જમાનો પોસ્ટકાર્ડનો હતો, આજની જેમ સોશિયલ મીડિયા અને ઇન્સ્ટન્ટ મેસેજિંગનો નહોતો! આજે તો ઓળખાણ ખરેખરી ખાણ જેવી બની ગઈ છે, ઉલેચી ઉલેચીને થાકો.

વિવિધ કોન્ટેક્ટસ સાચવવાની આપણી સફર યાદશક્તિથી શરુ‚ થઈને વાયા સાદી ડાયરી અને સાદા ફોનમાં થઈને, પીસીમાંના ઈ-મેઇલ પ્રોગ્રામ અને હવે સ્માર્ટફોન કે ટેબલેટ સુધી પહોંચી છે. આ લાંબી સફરમાં તકલીફ એ થઈ છે કે મોટા ભાગના લોકોને પોતાના સ્માર્ટફોનમાં એક જ વ્યક્તિ માટે ચાર-પાંચ કોન્ટેક્ટ ડીટેઇલ જોવા મળે છે!

સદભાગ્સયે, બહુ લાંબો સમય રાહ જોવડાવ્યા પછી આખરે ગૂગલે હમણાં હમણાં તેની કોન્ટેક્ટ્સ સર્વિસમાં મોટા ફેરફાર કર્યા છે. ગૂગલની બીજી તમામ સર્વિસમાં વારંવાર અપડેટ્સ આવ્યા છે, પણ એ બધાના પાયામાં જે છે તે કોન્ટેક્ટ્સ તરફ કંપની સૌથી ઓછું ધ્યાન આપતી હતી. હવે તેમાં મેજર અપડેટ આવેલ છે, સૌથી મોટા ફેરફાર ડિઝાઇનના છે (એ પણ બહુ અગત્યના છે) અને તે ઉપરાંત કેટલીક સુવિધા પણ ઉમેરાઈ છે.

આ અપડેટની વાત કરતાં પહેલાં, ગૂગલ કોન્ટેક્ટ્સ આપણે માટે કેમ મહત્ત્વના છે એ સમજી લઈએ. આજના સમયમાં, મોટા ભાગના લોકો એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરતા હોવાથી તેમના માટે કોન્ટેક્ટસ પોતાના ગૂગલ એકાઉન્ટમાં સાચવવા અનિવાર્ય છે. તમે જીમેઇલ વાપરતા હો તો તેમાં જીમેઇલના લોગોની તરત નીચે આપેલા ડ્રોપડાઉન મેનુની મદદથી ગૂગલ કોન્ટેક્ટ્સમાં જઈ શકાય છે. સામાન્ય રીતે આપણે અહીં જવાની જરુર જ પડતી નથી કેમ કે આપણે જેનો ઉપયોગ કરતા હોઈએ એ બધાં ઈ-મેઇલ એડ્રેસ આપોઆપ અહીં જમા થતાં રહે છે. બીજી તરફ, આપણે સ્માર્ટફોનમાં ગૂગલ કોન્ટેક્ટ્સ સિન્ક કર્યા હોય તો તેની કોન્ટેક્ટ્સ એપ (કે પીપલ એપ)માં પણ આ એડ્રેસીઝ દેખાય છે. થાય એવું કે જો આપણે કોઈ વ્યક્તિ સાથે ઇ-મેઇલ પર સંપર્કમાં રહ્યા હોઈએ તો તેમના ઇ-મેઇલ આઇડી સાથેનો એક કોન્ટેક્ટ આપણા એકાઉન્ટમાં સેવ થાય. હવે જો એ વ્યક્તિનો ફોન નંબર, સ્માર્ટફોનમાં નવા કોન્ટેક્ટ તરીકે સેવ કરીએ તો એ જ નામનો બીજો કોન્ટેક્ટ સેવ થાય! (ડુપ્લિકેટ નંબર દેખાવાનાં બીજાં પણ ઘણાં કારણો છે. જેમ કે તમે સિમ કાર્ડમાં પણ નંબર સેવ કર્કયા હોય અને ગૂગલ એકાઉન્ટ પણ સિન્ક્ડ હોય તો પણ એક જ વ્યક્તિને નામે બે કોન્ટેક્ટ દેખાય).

ઉપરાંત, આજના સમયમાં આપણે વારંવાર ફોન બદલતા હોવાથી અને એકથી વધુ ડિવાઇસ વાપરતા હોવાથી, તમામ કોન્ટેક્ટ ફક્ત ગૂગલ એકાઉન્ટમાં સેવ કરીને જુદા જુદા ડિવાઇસમાં સિન્ક કરવામાં ફાયદો છે, જેથી એક જગ્યાએ કંઈ પણ ફેરફાર કરતાં, તમામ જગ્યાએ તે લાગુ પડે.

ગૂગલ કોન્ટેક્ટ્સમાં આવેલા મેજર અપડેટની વાત કરીએ તો તેમાં બિલકુલ નવી ડિઝાઇનને બાદ કરીએ તો જે સુવિધા ઉમેરાઈ હોવાનું કહેવામાં આવે છે તે સાવ નવી નથી. જો તમે કોન્ટેક્ટ્સનો ભરપૂર ઉપયોગ કરતા હશો તો તમે આ ફેરફારો નોંધ્યા જ હશે, અલબત્ત નવી ડિઝાઇનને કારણે આ સુવિધાનો ઉપયોગ હવે ઘણો વધુ આસાન બન્યો છે.

ગૂગલ કોન્ટેક્ટ્સમાં ડુપ્લિકેટ્સ મર્જ કરવાની સુવિધા તો હતી જ, પણ હવે ફાઇન્ડ ડુપ્લિકેટ્સમાં જતાં, ડુપ્લિકેટસ કોન્ટેક્ટની બધી ડિટેઇલ્સ નજર સામે રહે છે અને આપણે બંને (કે તેથી વધુ) કોન્ટેક્ટની વિગતો સરખાવીને એક ક્લિકથી તેમને મર્જ કરી શકીએ છીએ. આપણા તમામ કોન્ટેક્ટ્સને યોગ્ય રીતે સાચવવા માટે આ સુવિધા, નવી ડિઝાઇનને કારણે સૌથી વધુ લાભદાયી નીવડી શકે છે.

બીજી નવી સુવિધા, જે તે વ્યક્તિના ગૂગલ પ્રોફાઇલમાંની વિગતો અને આપણે સેવ કરેલી વિગતોને આપોઆપ જોડવાની છે. પરિણામે, જો તમારી કોઈ પરિચિત વ્યક્તિનો જૂનો નંબર તમારી પાસે હોય, અને એ વ્યક્તિએ પોતાનો નવો ફોનનંબર પોતાના ગૂગલ પ્રોફાઇલમાં પબ્લિકલી શેર કર્યો હોય, તો એ નવો નંબર આપોઆપ આપણા કોન્ટેક્ટમાં જોવા મળે છે (જોકે એ માટે એ વ્યક્તિનું જીમેઇલ એડ્રેસ આપણી પાસે હોવું જરુરી છે. આ ગૂગલ પ્રોફાઇલની ક્યારેક વિગતવાર વાત કરવા જેવી છે, કેમ?).

ત્રીજી નવી સુવિધા, જે તે વ્યક્તિ સાથે આપણે જે કોઈ ઈ-મેઇલ કે કેલેન્ડર દ્વારા મીટિંગની વિગતો શેર કરી હોય તે બધી, એ વ્યક્તિના કોન્ટેક્ટ કાર્ડમાં જ હવે જોવા મળે છે!


અત્યારે આ સુવિધા ફક્ત જીમેઇલ એકાઉન્ટ ધારકોને મળશે (ગૂગલ એપ્સ માટે કામ ચાલી રહ્યું છે!). તમારા જીમેઇલ એકાઉન્ટમાં પણ આ અપડેટ્સ ન દેખાય એવું બની શકે છે, ત્યાં સુધી જીમેઇલમાં લોગ-ઇન થઈ, https://contacts.google.com/preview/all પર જઈને તમે આ નવી સુવિધાઓ તપાસી શકો છો.

તમારી એડ્રેસબુકમાંની ગરબડ-સરબડથી કંટાળ્યા હો તો એકાદ રવિવારે, આ નવાં ફીચર્સની મદદથી તેને ઠીકઠાક કરી લેશો તો લાઇફ ઘણી ઈઝી થઈ જશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!