(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇનબોક્સમાં વણનોતર્યા મહેમાન

વર્ષોવર્ષ આપણા ઇનબોક્સમાં બિનજરૂરી ઈ-મેઇલ્સનો પ્રવાહ વધતો જ જાય છે. સ્પામ મેઇલ્સનો સામનો કરવા માટે ટેકનોલોજી તો તેનું કામ કરે છે, આપણે પણ કેટલાય સરળ ઉપાય કરી શકીએ છીએ.

ત્રીજી મે, ૧૯૭૮. ઈ-મેઇલના ઇતિહાસમાં આ તારીખ કાળા દિવસ તરીકે નોંધાઈ હશે એમ કહી શકાય. કેમ? કેમ એ દિવસે એક એવી શરૂઆત થઈ જે આજ દિવસ સુધી આપણને સૌને નડી કે કનડી રહી છે. એવું મનાય છે કે એ દિવસે ગેરી થર્ક નામના એક માર્કેટિયરે પોતાની કંપનીનાં કમ્પ્યુટરનું વેચાણ વધારવા માટે ઇન્ટરનેટના પૂરોગામી એવા આપર્નિેટ પર એક સાથે ૪૦૦ લોકોને ઈ-મેઇલ મોકલ્યો. કેટલાક લોકો દુનિયાના પહેલા સ્પામ (અનસોલિસિટેડ ઈ-મેઇલ, એટલે કે આપણા માગ્યા વિના આપણા ઇનબોક્સમાં ટપકી પડેલો ઈ-મેઇલ) માટે જુદી તારીખ અને વર્ષ આપે છે, પણ શરુઆત ક્યારે થઈ એ મહત્ત્વનું નથી.

મહત્ત્વનું એ છે કે આપણે આ સ્પામનો સામનો કેવી રીતે કરી શકીએ. દુનિયાનાં બધાં ક્ષેત્રોમાં જોવા મળે છે તેમ સારી બાબત જેટલી વિકસે છે એટલી જ તેને સંબંધિત નરસી બાબતો પણ વિકસે છે. સ્પામની બાબતમાં એવું જ છે. સ્પામનો સામનો કરવાની ટેક્નોલોજી વિકસે છે એટલું જ તેની સામે સ્પામનું પ્રમાણ પણ વધતું જાય છે.

દુનિયામાં સ્પામ મેઇલ્સનું પ્રમાણ કેટલું એના ચોક્કસ આંકડા તો મળવા મુશ્કેલ છે, પણ મોટા ભાગના નિષ્ણાતો એવો અંદાજ મૂકે છે કે દુનિયામાં દરરોજ જેટલા ઈ-મેઇલ્સની આપલે થાય છે તેમાંથી ૮૦થી ૯૦ ટકા સ્પામ હોય છે અને તેની સંખ્યા અબજોમાં છે.

સ્પામ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, એક, જુદી જુદી ચીજવસ્તુઓ વેચવા માટે અને બે, આપણને કોઈ જાળમાં ફસાવવા માટે. બંનેના મૂળમાં આર્થિક ફાયદો છે. કારણ દેખીતું છે. નવી નવી ટેક્નોલોજી થઈ એક સાથે લાખોની સંખ્યામાં ઈ-મેઇલ્સ મોકલી શકાય છે અને આ રીતે સ્પામ મોકલવામાં ખર્ચ નહિંવત છે. તેની સામે, અત્યંત નજીવો પ્રતિસાદ મળે તો પણ સ્પામ મોકલનાર અંતે નફામાં રહે છે. ઇ-મેઇલ માર્કેટિંગ અને સ્પામમાં તફાવત છે. સામાન્ય રીતે, જેમાં ઈ-મેઇલ મોકલવાનું ચોક્કસ કારણ અપાયું હોય, મેઇલ યોગ્ય રીતે ફોર્મેટ થયેલો હોય, તેમાં અપાયેલી લિંક્સ યોગ્ય સાઇટ્સ પર જતી હોય, અનસબસ્ક્રાઈબ કરવાની લિંક હોય તેમ જ મોકલનારનું યોગ્ય ઈ-મેઇલ અને પોસ્ટલ સરનામું અપાયું હોય તેને ઈ-મેઇલ સર્વિસીઝ મોટા ભાગે સ્પામ ગણતી નથી.

તમારા મેઇલના સ્પેમ ફોલ્ડરમાં જોશો તો તમે કલ્પના કરી ન હોય એટલા અઢળક ઈ-મેઇલ્સ જોવા મળશે. સામાન્ય રીતે આ ફોલ્ડર ૩૦ દિવસમાં આપોઆપ ક્લિન થતું હોય છે, એટલે એની ચિંતા કરવાની જ‚ર નથી, પણ ઈ-મેઇલ સર્વિસના ચોકીદારોની નજર ચૂકવીને જે સ્પામ મેઇલ આપણા ઇનબોક્સમાં ઘૂસી જાય તેનો સામનો કરવાની કેટલીક સિમ્પલ રીત જાણી લઈએ.

પહેલું, આપણું ઈ-મેઇલ એડ્રેસ સ્પામ મોકલનારા લોકો સુધી પહોંચે નહીં એની શક્ય એટલી કાળજી લઈએ. આજના સમયમાં આ મુશ્કેલ છે, પણ એટલીસ્ટ મોલના પાર્કિંગમાં કે પેટ્રોલપંપ પર ઇનામી ડ્રોની કૂપનમાં તો એડ્રેસ ન જ આપી દઈએ. પોતાની સાઇટ કે બ્લોગ પર  નિશાની વિના પણ ઈ-મેઇલ એડ્રેસ આપી શકાય.

સારા ઈ-મેઇલ સૌને ફોરવર્ડ કરવાની ટેવ ધરાવતા આપણા મિત્રો કે પરિચિતો પણ જાણે-અજાણ્યે આપણું એડ્રેસ જગત આખામાં ફરતું કરી દે છે, કેમ કે તેઓ સીસીમાં જ પોતાના બધા કોન્ટેક્ટ્સનાં એડ્રેસ લખી નાખે છે, જો તમે પણ આવું કરતા હો તો હવે બીસીસીનો ઉપયોગ કરશો, એથી બધાં એડ્રેસ બધા જોઈ શકશે નહીં.

બીજું, જે સ્પામ આવી જ પડે, જે આપણા કોઈ પરિચિતનો ન જ હોય, તો તેનો ક્યારેય રીપ્લાય ન આપીએ. તેમાં કોઈ લિંક પર પણ ક્લિક ન કરશો. ખરેખર તો આવા ઈ-મેઇલને અનસબસ્ક્રાઇબ પણ ન કરો, કેમ કે એ રીતે પણ સ્પામ મોકલનાર જાણી શકે છે કે આપણું ઈ-મેઇલ એડ્રેસ એક્ટિવ છે કે નહીં.

હજી એક ડગલું આગળ વધીને, આવા ઈ-મેઇલ્સને સ્પામ તરીકે રીપોર્ટ કરવાની ટેવ પાડીએ. દરેક ઈ-મેઇલ સર્વિસમાં આવી સગવડ હોય છે. સામાન્ય રીતે, આવું કરવાથી સ્પામ મોકલનાર કંપની જે હોસ્ટિંગ કંપનીનો ઉપયોગ કરી રહી હોય તેને જાણ થાય છે, જે એવા મેઇલ્સ અટકાવી શકે છે. અલબત્ત, ઘણી વાર એવું પણ બની શકે કે તમને આવેલો ઈ-મેઇલ તમારે કામનો ન હોય, પણ એ કંપનીનો ઇરાદો પોતાની પ્રોડક્ટના ઓછા ખર્ચે પ્રસાર પૂરતો જ હોય. આવે સમયે, જો દેખીતી રીતે યોગ્ય માહિતી અને પોસ્ટ એડ્રેસ સહિતનો ઈ-મેઇલ હોય તો તેને સ્પામ તરીકે રીપોર્ટ કરવાને બદલે અનસબસ્ક્રાઇબ કરી શકાય.


સ્પામથી બચવાનો વધુ એક રસ્તો છે. શક્ય હોય તો કામકાજ અને અંગત ઉપયોગ માટે એક નિશ્ચિત ઈ-મેઇલ એડ્રેસ રાખો અને બીજા બધા જ ઉપયોગ માટે, કોઈ ખરીદી કરતી વખતે, કશું પણ ડાઉનલોડ કરતી વખતે કે કોઈનો ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરવા માટે અલગ ઈ-મેઇલ એડ્રેસ રાખી શકાય.

અલબત્ત, આજના સમયમાં આપણી ઈ-મેઇલ પરની નિર્ભરતા એટલી વધતી જાય છે કે સ્પામને એક અનિવાર્ય દૂષણ સમજીને આગળ ચાલવા સિવાય કોઈ છૂટકો નથી. એટલું જરુર ધ્યાન રાખીએ કે સ્પામ મેઇલ્સના જવાબમાં આપણે આપણી કોઈ માહિતી આપી ન દઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!