(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જાણીતી બાબતોનાં અજાણ્યાં પાસાં

‘વોટ્સએપ પર કવરસ્ટોરી? એમાં વળી લખવા જેવું શું છે?’ આ અંકની કવરસ્ટોરી જોઈને તમારો પ્રતિભાવ આવો હોઈ શકે છે. વોટ્સએપ ધીમે ધીમે એટલી કોમન એપ બની ગઈ છે કે હવે સૌ કોઈ સહેલાઈથી તેનો ઉપયોગ કરી લે છે. પરંતુ તેની સરળતાથી જ, આપણા માટે પ્રશ્નો સર્જાઈ રહ્યા છે.

ખાસ કરીને એવા લોકો માટે, જેઓ ઈ-મેઇલને બદલે વોટ્સએપનો ઉપયોગ કરવા લાગ્યા છે. વોટ્સએપ અને ઈ-મેઇલ બંને મૂળભૂત રીતે જુદાં હોવાથી વોટ્સએપમાં કામની બાબતો કેવી રીતે સાચવી લેવી એ એક મહત્વનો મુદ્દો બની રહ્યો છે. આ અંકની કવરસ્ટોરી, વોટ્સએપનાં એવાં પ્રમાણમાં અજાણ્યા પાસાંની વાત કરે છે.

આ વખતના બીજા બે લેખ પણ પ્રમાણમાં લાંબા છે – સર્ચમાં સખત સખળડખળ અને ઇમોજી. સર્ચ અને ઇમોજી બંને એવી બાબત છે જેનો આપણે સતત વધુ ને વધુ ઉપયોગ કરવા લાગ્યા છીએ, પણ આ બંને બાબત એવી છે જેમાં જરા વધુ ઊંડા ઊતરીએ તો ઘણું વધુ અને ઘણું નવું જાણવાનું મળી શકે.

ઇમોજીનો લેખ મુખ્યત્વે કઈ રીતે બીજાથી જુદું વિચારીને સફળતા મેળવી શકાય એની વાત કરે છે, જ્યારે સર્ચનો લેખ ટેક્નોલોજી કેટલી ઝડપથી બદલાતી જાય છે અને આજનાં સમીકરણ આવતી કાલે કેવાં બદલાઈ જાય છે એની વાત છે. આજના સમયમાં જે વ્યક્તિને ઇન્ટરનેટ – મોબાઇલ કે પીસી – પર સર્ચની સારી સમજણ છે એ પોતાના વિષયની બીજાથી બહેતર સમજણ કેળવી શકે છે.

આ વખતે, આલ્ફાબેટ-ગૂગલની કંપનીઓનો પરિચય અને એફએક્યુ વિભાગ આવરી શકાયા નથી, આવતા અંકથી રાબેતા મુજબ! એક ખાસ વિનંતી, ‘સાયબરસફર’માં આપ શું વાંચવા ઇચ્છો છો એ જરૂર જણાવતા રહેશો.

-હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!