(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અનોખું ઓનલાઇન મેગેઝિન ફ્લિપબોર્ડ

ઇન્ટરનેટ પર આપણા રસના વિષયો વિશેની વાંચનસામગ્રીનો પાર નથી, તેમ અલગ અલગ સાઇટ પરના લખાણને એક જ વેબપેજ પર સહેલાઈથી વાંચવાની સગવડ આપતી સર્વિસ પણ સતત વધી રહી છે. જાણો આવી એક લોકપ્રિય સર્વિસ વિશે.

આગળ શું વાંચશો?

  • ગમતી સાઈટ્સ ઝડપથી લોડ કરવી છે?
  • પહેલાં સમજીએ બ્રાઉઝર્સ કેશ
  • તો પછી શું કરવું?

તમે ખરેખરા ફૂડી એટલે કે ખાણીપીણીના શોખીન હો તો કોઈ ખમતીધર સંબંધીને ત્યાં મેરેજ કે રીસેપ્શનમાં જવાનું થાય ત્યારે હંમેશા મીઠી મૂંઝવણ અનુભવતા હશો સૂપ અને સ્ટાર્ટરથી માંડીને ડેઝર્ટ સુધી એટલી જાતભાતની વાનગીઓ વિવિધ ટેબલ્સ પર ગોઠવાયેલી હોય કે એમાંથી શું ખાવું ને કેટલું ખાવું!? આવે સમયે શાણા લોકો શું કરે? પ્લેટ લીધા પહેલાં દરેક ટેબલે ફરી વળે ને વાનગીઓ પર ઉડતી નજર નાખીને નક્કી કરે લે કે આપણા ટેસ્ટનું શું શું છે?

ઇન્ટરનેટ આવા ભવ્ય ભોજનસમારંભ જેવું જ છે. રોજેરોજ અનેક સાઇટ્સ પર એટલી બધી વાનગીઓ પીરસાતી રહે છે કે આવી ખાણી-પીણીના શોખીનોને રીતસર જલસો પડી જાય. તકલીફ ફક્ત એટલી કે પ્લેટ નાની, બધું સમાય નહીં એટલે કે સમય ઓછો ને બધું જોઈ-વાંચી શકાય નહીં.

ઇન્ફર્મેશનના આ ઓવરલોડના ઇન્ટરનેટ પર અનેકવિધ રીતે ઉપાય શોધાતા રહે છે. નેટ પર સંખ્યાબંધ એવી સર્વિસીઝ છે જેની મદદથી આપણે આપણા રસ વિષયના નવા ક્ધટેન્ટ પર ઊડતી નજર ફેરવી લઈએ અને પછી જે ભાવતું અને ફાવતું હોય એમાં જ ઊંડા ઊતરીએ. આવી એક સર્વિસ છે ફ્લિપબોર્ડ. શું છે આ ફ્લિપબોર્ડ? આ સર્વિસ પોતે કહે છે એમ એ ઇન્ટરનેટ પરનું આપણું પર્સનલ મેગેઝિન છે, જે ખરેખરા અર્થમાં આપણી મરજી મુજબ આકાર લે છે!

જાન્યુઆરી ૨૦૧૦માં કોફીશોપમાં બેઠેલા બે મિત્રોને વિચાર આપ્યું કે ઇન્ટરનેટ પર બધું છે, પણ દરેક વ્યક્તિને તેની પોતાની ચોઈસનું કન્ટેન્ટ ફટ દઈને મળે એવું નથી (એવો એમનો મત હતો, બાકી આ પ્રકારની સર્વિસ તો ઘણી છે!). આવું પરફેક્ટ વેબ કેવું હોય એનો બંનેએ કોફી પીતાં પીતાં વિચાર કર્યો, પેપર નેપકીન પર પોતાના વિચાર ઉતાર્યા અને એમાંથી ફ્લિપબોર્ડનો જન્મ થયો.

ફ્લિપબોર્ડની શરુ‚આત માત્ર આઇપેડ માટેની એપ તરીકે થઈ હતી. સગવડ એવી હતી કે લોકોને તેઓ મેગેઝિનનાં પાનાં જોઈ રહ્યા હોય અને ફેરવી રહ્યા હોય એવો જ અનુભવ આઇપેડ પર મળે, અસલી મેગેઝિન કરતાં આ ડિજિટલ મેગેઝિનમાં ફેર ફક્ત એટલો કે તેમાં વાંચનાર પોતે નક્કી કરી શકે કે કયા કયા સોર્સ (એટલ કે વેબસાઇટ્સ)માંથી આ ડિજિટલ મેગેઝિનમાં ક્ન્ટેન્ટ દેખાય. વેબઆર્ટિકલ્સ ઉપરાંત, યુઝર પોતાના ટ્વીટર અને ફેસબુકને પણ ફ્લિપબોર્ડમાં ઉમેરી શકે.

પરિણામે, જ્યારે પણ તમે ફ્લિપબોર્ડ ઓપન કરીને જુઓ ત્યારે તેમાં તપારી પસંદ અનુસારના વિષયોમાં, વેબ પર નવા ઉમેરાયેલા લેખો જોવા મળે. તેનો મોટો ફોટોગ્રાફ અને સાથે ઇન્ટ્રો ટેક્સ્ટ વાંચવા મળે. આંગળીના હળવા ઇશારે પેજ ઉથલાવતા જાવ અને વિવિધ લેખો પર ઉડતી નજર નાખતા જાવ અને જે વાંચવાની ઇચ્છા થાય તેના પર ક્લિક કરતાં એ આખો લેખ ઓપન થાય. ચાહો તો તેની મૂળ સાઇટ પર જાવ!

શેરિંગની સગવડ પણ ખરી, તમે પોકેટ જેવી સર્વિસનો ઉપયોગ કરતા હો તો ફુરસદે આખો લેખ નિરાંતે વાંચવા માટે તેમાં પણ સેવ કરી શકો (સાયબરસફર કોલમ અને મેગેઝિન માટેના વિવિધ લેખોનું સિલેક્શન અને કલેક્શન આવી બધી સર્વિસની મદદથી જ જાય છે!).

ફ્લિપબોર્ડની લોકપ્રિયતા વધતાં આઇપેડ ઉપરાંત તે સ્માર્ટફોન પર પણ ઉપલબ્ધ થઈ, પછી એન્ડ્રોઇડ વર્ઝન પણ આવ્યું. અને હવે ફ્લિપબોર્ડનું ડેસ્કટોપ વર્ઝન પણ આવ્યું છે! અલબત્ત, ડેસ્કટોપમાં સ્માર્ટફોન કે ટેબલેટની જેમ પેજ ફેરવી શકાતાં નથી, પણ ક્ધટેન્ટને વિવિધ સોર્સમાંથી એકઠું કરવાનો મૂળ ક્ન્સેપ્ટ યથાવત્ છે. તમે આ સર્વિસમાં સાઇન-થયા વિના પણ વિવિધ આર્ટિકલ્સ પર નજર ફેરવી શકો છો, પણ એકાઉન્ટ ખોલાવીને કે પછી ગૂગલ કે ફેસબુકની મદદથી લોગ-ઇન થઈને તેમાં ઝંપલાવશો તો ઘણી બધી રીતે તેને કસ્ટમાઇઝ કરી શકશો. લોગ-ઇન થયા પછી આપણે અલગ અલગ સોર્સ કે વિષયને ફોલો કરી શકીએ છીએ.

આ પછી જ્યારે આપણે ફ્લિપબોર્ડમાં લોગ-ઇન થઈએ ત્યારે આપણે પસંદ કરેલા વિવિધ સોર્સના મુખ્ય મુખ્ય લેખો કવર સ્ટોરીઝ સ્વરુપે જોવા મળે. એ સિવાય આપણે જે અલગ અલગ સોર્સને ફોલો કરતા હોઈએ એનું કન્ટેન્ટ અલગ મેગેઝિન સ્વરૂપે જોવા મળે.


ફ્લિપબોર્ડની મજા એ છે કે અહીં વાચક પણ પ્રકાશક બની શકે છે! જો તમે ફ્લિપબોર્ડમાં સાઇન-ઇન થયા હો તો તમારું પોતાનું મેગેઝિન પણ ક્રિએટ કરી શકો છો, પછી જેમ જેમ તમે બીજા સોર્સીઝના લેખો જોતા જાવ અને તેમાંનું જે કંઈ તમને બીજા લોકો સાથે શેર કરવા જેવું લાગે, તેને તમે તમારા મેગેઝિનમાં ઉમેરી શકો છો. આ મેગેઝિન મિત્રો સાથે શેર કરો એટલે એ લોકો પણ તમને ઉપયોગી લાગેલા લેખ, તમારા મેગેઝિનમાં વાંચી શકે!

વેબને તમે બરાબર પચાવવા માગતા હો તો આ ફ્લિપબોર્ડ તમારે કામની સર્વિસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!