કોઈ પણ ભાષા બોલતાં, લખતાં કે સમજતાં આવડવું એ એક વાત છે એ ભાષાના હાર્દ સુધી પહોંચવું એ બીજી વાત છે. ભાષાના હાર્દ સુધી પહોંચવું હોય તો આપણું એ ભાષાનું શબ્દભંડોળ વિસ્તારવું પડે.
શબ્દભંડોળ વધારવાનો એક રસ્તો જેમ બને તેમ વધુ વાંચવાનો છે એ બીજો રસ્તો, મજાની ગેમ્સ રમવાનો છે!
જો તમે તમારું અંગ્રેજીનું શબ્દભંડોળ વિસ્તારવા માગતા હો તો એક સરસ ઓનલાઇન સર્વિસ ટ્રાય કરવા જેવી છે. નામ છે નોવર્ડ (http://knoword.org/).
આ એક પ્રકારી ગેમ જ છે, જેમાં આ સર્વિસ આપણે અમુક હિન્ટ કે ક્લૂ કે સંકેત આપે અને આપણે તેટલા પરથી, સાચો શબ્દ પારખી લેવાનો! સાઇટના હોમપેજ પર પહોંચશો એટલે આ ગેમ કેવી રીતે રમવી એ સમજાવવામાં આવશે, આપણે અહીં જ જાણી લઈએ.
હોમપેજ પર આપેલા ગ્રીન ‘લેટ્સ ગો’ બટ પર ક્લિક કરશો એટલે ગૂગલ જેવું લાગતું એક સર્ચ બોક્સ ઓપન થશે. તેમાં શરૂઆતમાં એક ઇંગ્લિશ આલ્ફાબેટ લખેલો હશે, જેમ કે ‘પી’. મતલબ કે, આપણે જે શબ્દ શોધી બતાવવાનો છે તે ‘પી’થી શરૂ થાય છે. તેની નીચે, એ શબ્દ વર્બ છે, નાઉન છે કે એડજેક્ટિવ છે, વગેરે જણાવેલું હશે. તેની પછી, એ શબ્દો સામાન્ય અર્થ બતાવવમાં આવેલો હશે.
આટલા પરથી આપણે એ શબ્દ ઓળખી બતાવવાનો.
જેમ કે સ્ક્રીનશોટમાં બતાવ્યા મુજબ, શબ્દ ‘પી’થી શરૂ થાય છે, એ એક વર્બ (એટલે કે ક્રિયાપદ છે) એ તેનો અર્થ થાય છે, ‘ટુ એક્વાયર સમથિંગ બાય પેઇંગ ફોર ઇટ, ટુ બાય’. આટલા પરથી આપણા દિમાગમાં ઝબકારો થવો જોઈએ કે શબ્દ પરચેઝ હોવો જોઈએ! પરચેઝો સ્પેલિંગ ફટાફટ ટાઇપ કરતા જાવ એ બધા અક્ષર સાચા હોય તો તે લીલા રંગમાં લખાતા જાય એ આપણે થાપ ખાધી હોય અને ખોટો શબ્દ ટાઇપ કરતા હોઈએ તો તે લાલ અક્ષરે લખાય. સાચો શબ્દ શોધવા માટે આપણી પાસે ફક્ત એક મિનિટનો સમય હોય. જો ખાસ્સું માથું ખંજવાળ્યા પછી પણ શબ્દ જ સૂઝે તો સર્ચ બોક્સના છેડે આપેલી ખોટાની નિશાની પર ક્લિક કરી, બીજા શબ્દ તરફ આગળ વધી જાઓ.
દરેક સાચા જવાબ માટે આપણે ૨૦ પોઈન્ટ અને વધારાની પાંચ સેકન્ડનો સમય મળે. જેટલી વાર આપણે ખોટાની નિશાની પર ક્લિક કરી સવાલ ગપચાવીએ એ દરેક સવાલ માટે ૧૦ પોઇન્ટ કપાતાં જાય.
હોમપેજ પર જમણે આપેલા મેનુની મદદથી આ ગેમાં જુદાં જુદાં લેવલ પસંદ કરી શકાય છે. શરૂઆતમાં વાત સરળ લાગશે, પણ દિમાગ કસવા માટે એક મિનિટનો સમય ઓછો પડશે એ આગળ વધતા જશો તેમ મુશ્કેલ શબ્દો પણ આવતા જશે. પરંતુ, નિયમિત રીતે આ ગેમનો સહારો લેશો તો ધીમે ધીમે ઇંગ્લિશ વોકેબ્યુલરી રોક સોલિડ બનતી જશે એ નક્કી!
