વિન્ડોઝમાં કોઈ ને કોઈ પ્રોગ્રામમાં કંઈક સમસ્યા ઊભી થતાં તેને શટ ડાઉનની જરૂર છે એવી નોટિસનો તમે ક્યારેક તો સામનો કર્યો જ હશે. એ સાથે, કંપનીને તેનો એરર રીપોર્ટ મોકલવાનું કે ન મોકલવાનું બટન પણ તમે જોતા હશો. મોટા ભાગે, તમે રીપોર્ટ મોકલવાની જ સલાહ મળી હશે.
આમ તો, આવા ક્રેશ રીપોર્ટથી માઇક્રોસોફ્ટ કંપનીને પ્રોગ્રામમાં ક્યાં પ્રોબ્લેમ સર્જાયો હતો તે તાસવાની તક મળે છે, પણ તમે કોઈ કારણસર આવી નોટીસ આવે જ નહીં એવું ઇચ્છતા હો તો નીચેનાં પગલાં લો :
- સ્ટાર્ટ બટનને ક્લિક કરી, કંટ્રોલ પેનલમાં જાઓ. ‘સિસ્ટમ એન્ડ સિક્યુરિટી’ લિંક પર ક્લિક કરો.
- ‘એક્શન સેન્ટર’ પર ક્લિક કરો.
- ડાબે ‘ચેન્જ એક્શન સેન્ટર સેટિંગ્સ’ ક્લિક કરો.
- નવી વિન્ડોમાં, નીચે ‘રીલેટેડ સેટિંગ્સ’ સેક્શનમાં ‘પ્રોબ્લેમ રીપોર્ટિંગ સેટિંગ્સ’ લિંક પર ક્લિક કરો.
- અહીં ચાર વિકલ્પ મળશે. તેમાં સૌથી છેલ્લો વિકલ્પ ‘નેવર ચેક ફોર સોલ્યુશન્સ’ ઇનેબલ કરવાથી એરર રીપોર્ટિંગની પ્રક્રિયા બંધ થઈ જશે અને તમે ક્યારેય એરર રીપોર્ટ કરવાની નોટિસ જોશો નહીં. જોકે એનો અર્થ એ નથી કે એરર નહીં આવે!
તમે અમુક પ્રોગ્રામ પૂરતું જ આ પ્રક્રિયા બંધ કરવા માગતા હો તો તેના વિકલ્પ પણ વિન્ડોમાં નીચેની તરફ મળશે.
મૂળ મુદ્દો એ છે કે કંટ્રોલ પેનલની આ આખી સફર દરમિયા, તમે વિન્ડોઝનાં બીજાં પણ ઘણાં સેટિંગ્સનો પરિચય થશે.
ફેસબુક કે ટવીટરમાં શેર થયેલા વીડિયો હવે આપોઆપ શરૂ થઈ જાય છે, અને આપણો કિંમતી ડેટા ખર્ચ થવા લાગે છે. વીડિયોને ક્લિક કરીએ તો જ તે ચાલુ થાય એવું સેટિંગ કરી શકાય છે.

