(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આ વર્ષે સ્માર્ટફોનમાં મળશે આ નવી સુવિધાઓ…

ગયા વર્ષે સ્માર્ટફોન્સની કિંમત સતત ઘટી અને ફિચર્સ સતત વધતા ગયાં એ ટ્રેન્ડ આ વર્ષે પણ ચાલુ રહેવાનો છે. મોટાભાગના સ્માર્ટફોનમાં જે કવોલકોમ સ્નેપ ડ્રેગન પ્રોસેસર હોય છે તેમાં આ વર્ષે હજી વધુ નવી ખાસિયતો ઉમેરાય તેવી શક્યતા છે. અલબત્ત શરૂઆતમાં આ ખૂબીઓ હાઇ-એન્ડ મોડેલ્સમાં જોવા મળશે.

આગળ શું વાંચશો?

  • કેમકોર્ડરની ક્વોલિટીનું ઓડિયો સાઉન્ડ રેકોર્ડિંગ
  • વાયરલેસ ૪કે સ્ટ્રીમિંગ
  • એડવાન્સ્ડ કેમેરાઝૂમ

 કેમકોર્ડરની ક્વોલિટીનું ઓડિયો સાઉન્ડ રેકોર્ડિંગ :

અત્યારે આપણે સ્માર્ટફોનમાં કોઈ ફંકશન કે ઇવેન્ટ સમયે વીડિયો રેકોર્ડિંગ કરીએ ત્યારે આપણે ઇચ્છતા હોઈએ એ સિવાયના સાઉન્ડ પણ રેકોર્ડ થઈ જતા હોય છે. હવે આ સ્થિતિ બદલાશે. નવા સ્માર્ટફોનમાં ૩ માઇક્રોફોન હશે જે આપણે ઇચ્છીએ તે મુજબ, એટલે કે સામેની તરફથી આવતા, બાજુની તરફથી આવતા કે ચારે તરફથી આવતા સાઉન્ડને રેકોર્ડ કરવાની સગવડ આપશે.

વાયરલેસ ૪કે સ્ટ્રીમિંગ :

અત્યારે ઘણા બધા એડવાન્સ સ્માર્ટફોન્સમાં ૪કે ક્વોલિટીનો વીડિયો શૂટ અને ડિસ્પ્લે કરવાનો વિકલ્પ મળે છે, પરંતુ આ વર્ષથી આ વીડિયોને કોઈ વાયરની મદદ વિના ૪કે ટીવી પર જોવાની સગવડ પણ મળશે.

એડવાન્સ્ડ કેમેરા ઝૂમ :

સ્માર્ટફોનના કેમેરા ધીમે ધીમે વધુ ને  વધુ પાવરફુલ થતા જાય છે, પરંતુ તેમાં ઝૂમની સગવડ હજી પણ ડિજિટલ  કેમેરાના સ્તરે પહોંચી નથી. આ વર્ષે કેમેરામાં નવી કમ્પ્યુટેશનલ ઝૂમ ટેક્નોલોજી અને લેન્સ સિસ્ટમ જોવા મળશે જેનાથી સ્માર્ટફોનના કેમેરામાં પણ ઘણા વધુ અસરકારક ઓપ્ટીકલ ઝૂમનો લાભ લઈ શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!