(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આવી ગયાં છે કોન્ટેક્ટલેસ કાર્ડ

આખી દુનિયા સ્માર્ટફોનથી કોન્ટેક્ટલેસ પેમેન્ટના મામલે ઘણી આગળ વધી ગઈ છે, ત્યારે આપણે પણ હવે અગ્રણી બેન્ક્સ દ્વારા કોન્ટેક્ટલેસ ક્રેડિટ અને ડેબિટ કાર્ડની શરુઆત સાથે એ દિશામાં કદમ માંડ્યા છે

આગળ શું વાંચશો

  • સ્માર્ટફોનમાં એનએફસીથી પેમેન્ટ સિસ્ટમ

હવે ટૂંક સમયમાં, આપણે પોતાના ડેબિટ કે ક્રેડિટ કાર્ડને મશીનમાં સ્વાઇપ કર્યા વિના, ફક્ત તેને મશીનની નજીક લઈ જઈને કે મશીન પર કાર્ડથી ટકોરા મારીને નાણાંની ચૂકવણી કરી શકીશું! ગયા મહિને, ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કોન્ટેક્ટલેસ, નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન (એનએફસી) ટેક્નોલોજીથી ચાલતાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યાં.

બેન્કના દાવા મુજબ અત્યારે પાંચ હજાર પોઇન્ટ-ઓફ-સેલ મશીન્સ પર આ પ્રકારનાં કાર્ડથી નાણાંની ચૂકવણી થઈ શકશે.

શરુ‚આતમાં બેન્કે મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકતા, પૂણે, અમદાવાદ અને બેંગાલૂરુમાં એક લાખ પોઇન્ટ-ઓફ-સેલ મશીન્સ બદલીને કોન્ટેક્ટલેસ કાર્ડ ચાલી શકે તેવાં મશીન મૂકવાનું ટાર્ગેટ રાખ્યું છે. બેન્ક આખા દેશમાં કુલ ૨.૨૦ લાખ પોઇન્ટ-ઓફ-સેલ મશીન્સ ધરાવે છે.

આઇસીઆઇસીઆઇ બેન્કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ આવાં કાર્ડ લોન્ચ કર્યાં હતાં, જે અત્યારે ગુડગાંવ, હૈદરાબાદ અને મુંબઈમાં કાર્યરત છે. અને હવે એક્સિસ બેન્ક આ યાદીમાં ઉમેરાઈ ગઈ છે. ઉપરાંત બીજી બેન્ક પણ બહુ ઝડપથી કોન્ટેક્ટલેસ કાર્ડ ઓફર કરવા લાગે તેવી શક્યતા છે.

કોન્ટેક્ટલેસ કાર્ડમાં, તેના નામ પ્રમાણે તેનો પોઇન્ટ-ઓફ-સેલ મશીન સાથે સંપર્ક કરવો પડતો નથી. આ પ્રકારનાં કાર્ડમાં લાગી ચીપ અને મશીન વચ્ચે રેડિયા ટ્રાન્સમિશનની મદદથી સિગ્નલ્સની આપલે થાય છે. કાર્ડ સ્વાઇપ કરવાને બદલે ફક્ત મશીનની નજીક લઈ જતાં, બંને વચ્ચે કોન્ટેક્ટ થાય અને વેપારી બિલની રકમ મશીનમાં લખીને ટ્રાન્ઝેક્શન પૂરું કરી શકે છે.

સ્ટેટ બેન્ક તેના તમામ કાર્ડધારકોનાં કાર્ડ બદલવાની પ્રક્રિયા હાથ ધરશે અને પહેલી સપ્ટેમ્બર પછી ઇસ્યૂ થતું દરેક નવું કાર્ડ કોન્ટેક્ટલેસ કાર્ડ હશે. અત્યારે બેન્ક કસ્ટમર પાસેથી આ પ્રકારના નવા કાર્ડનો કોઈ ચાર્જ લેશેે નહીં.

આ પ્રકારનાં કાર્ડ યુરોપે, માસ્ટરકાર્ડ અને વિસા (ઇએમવી)નાં પેમેન્ટ ધોરણો અનુસાર જ ચાલશે એટલે તેમનો વર્તમાન એટીએમ કે એનએફસીની સુવિધા વિનાનાં પોઇન્ટ-ઓફ-સેલ મશીનમાં પણ સાદા કાર્ડની જેમ ઉપયોગ કરી શકાશે. ફક્ત, આવા કિસ્સામાં કાર્ડને મશીનમાં નાખવું પડશે કે સ્વાઇપ કરવું પડશે.

રિઝર્વે બેન્કે આ પ્રકારનાં કોન્ટેક્ટલેસ ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી થતાં રૂા. ૨૦૦૦ સુધીના પેમેન્ટ માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિફિકેશન એટલે કે પિન એન્ટર કરવાની જોગવાઈ નાબૂદ કરી છે. અલબત્ત, એટીએમમાંથી આવા કાર્ડથી રૂપિયા ઉપાડતી વખતે તો પિન નાખવો જ પડશે.

જે જે સ્થળોએ પેમેન્ટ કાઉન્ટર પર ગ્રાહકોની લાંબી લાઇન થતી હોય તેવા મોલ્સ, સુપર માર્કેટ, મલ્ટીપ્લેક્સ, રેસ્ટોરાં વગેરે સ્થળે કોન્ટેક્ટલેસ કાર્ડથી ટ્રાન્ઝેક્શન ઘણું વધુ ઝડપી બનવાની શક્યતા છે.


સ્માર્ટફોનમાં એનએફસીથી પેમેન્ટ સિસ્ટમ

તમારી પાસે પ્રમાણમાં સારો સ્માર્ટફોન હોય અને ખરીદતી વખતે તેનાં સ્પેસિફિકેશન ધ્યાનથી વાંચ્યાં હશે તો તમે જાણતા હશો કે તેમાં એનએફસી કનેક્ટિવિટીની સુવિધા પણ છે.

આ સુવિધાની મદદથી બેન્કના ડેબિટ કે ક્રેડિટ કાર્ટની જેમ મશીનને ફક્ત સ્માર્ટફોન બતાવીને પેમેન્ટ કરી શકાય છે. જાપાન એનએફસીના ઉપયોગમાં અગ્રેસર છે અને હવે ‘એપલ પે’, ‘ગૂગલ વોલેટ’ અને ‘સેમસંગ પે’ જેવાં પ્લેટફોર્મથી દુનિયાભરમાં તેનો પ્રસાર થઈ રહ્યો છે. સ્માર્ટફોનમાં એનએફસીની સુવિધાથી ક્રેડિટ/ડેબિટ કાર્ડ, બસ પાસ, ટ્રેન ટિકિટ વગેરે બધું જ ભૂતકાળની વાત બની જાય એવી શક્યતા છે.

સાદા શબ્દોમાં એમ કહી શકાય કે આ ટેક્નોલોજીથી આપણો સ્માર્ટફોન પેમેન્ટ માગનાર મશીનને આપણી ઓળખ અને આપણા બેન્ક એકાઉન્ટની વિગત આપે છે. બ્લુટૂથની જેમ આમાં બંને ડિવાઇસને પેર કરવાની પણ જરુર પડતી નથી. એનએફસીમાં આપણા બેન્ક એકાઉન્ટ ઉપરાંત, આપણી શોપિંગની આદત કે વારંવાર જે સ્ટેશનની ટિકિટ લેતા હોઈએ તેની વિગત પણ સ્ટોર થઈ શકે છે!

બીજા છેડાની વાત કરીએ તો કોઈ પોસ્ટર પર એનએફસી ટેગ હોય તો તેને આપણો સ્માર્ટફોન ટચ કરવાથી આપણે જે તે શોપની વેબસાઇટ ખોલી શકીએ, ઓનલાઇન શોપિંગ કરી શકીએ કે મેપ કે બસનું ટાઇમટેબલ મેળવી શકીએ!

પરંતુ અત્યારે આપણા દેશમાં એનએફસી ઇનેબલ્ડ ફોન ખાસ કામના નથી કેમ કે એનએફસીથી પેમેન્ટ સ્વીકારે તેવાં મશીન બધે મળતાં નથી!

બેન્કનાં કોન્ટેક્સલેસ કાર્ડ આવ્યા પછી આ સ્થિતિ બદલાય છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. થોડા સમયથી પીવીઆર સિનેમાએ મૂવી ટિકિટ ખરીદવા માટે આ ટેક્નોલોજીનો લાભ આપવાનું શરુ કર્યું છે ખરું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!