થોડા સમય પહેલાં, અમદાવાદમાં ટાટા કંપનીએ નેનો કારા પ્રચાર માટે એક ઓફર રજૂ કરી હતી – કારની ટેસ્ટ ડ્રાઈવ લો (કે ખરીદો – ચોક્કસ વિગતો યાદ નથી!) અને અમદાવાદ નજીક, સાણંદમાં આવેલી નેનો કારી ફેક્ટરીની મુલાકાત લો!
આ ઓફરો કેટલા લોકોએ લાભ લીધો એ તો ખબર નથી, પણ આપણી રોજિંદી ઘટમાળમાંથી થોડો બ્રેક લઈને આવી કોઈ મેગાફેક્ટરીની મુલાકાત લઈએ તો કંઈક તદ્દન જુદો જ અનુભવ જરૂર થાય. એટલે તો ટીવી પર નેશલ જ્યોગ્રાફિકનો ‘મેગાફેક્ટરીઝ’ શો સારો એવો લોકપ્રિય છે. પણ, આવી કોઈ મેગા ફેક્ટરી, ખાસ કરીને કાર ફેક્ટરી જરા અલગ રીતે જોવી હોય તો?
તો જવું પડે આ સાઇટ પર : http://www.fabricahyundaicaoa.com.br/
હ્યુન્ડેઇ કંપનીએ પોતાની બ્રાઝિલ ખાતેની ફેક્ટરીનો સ્ટ્રીટવ્યૂ તૈયાર કર્યો છે. આ ઓખી સાઇટ મૂળ પોર્ટુગીઝ ભાષામાં તૈયાર કરાઈ છે, પણ તમે ક્રોમમાં તેને ઓપન કરશો ત્યારે બ્રાઉઝર તમને એ સાઇટનું ભાષાંતર કરવાનું સૂચવશે, એમાં હા પાડી તમે સાઇટે ઇંગ્લિશમાં જોઈ-સાંભળી શકશો.
આ એક પ્રકારની ગાઇડેડ ટૂર છે એટલે તે તમને એક પછી એક વિભાગની સફરે લઈ જશે. ઇચ્છો ત્યારે તમે માઉસ ચલાવીને ફેક્ટરીના જુદા જુદા ભાગમાં આમતેમ ફરી શકો છો. દરેક વિભાગની કામગીરી માટે વધુ માહિતી, લખાણ, ઇમેજ કે વીડિયો સ્વરૂપે પણ મળશે.
કાર ફેક્ટરી કેવી હોય એ તો આ સાઇટથી જાણવા મળશે જ, પણ નવી ટેક્નોલોજીથી જુદી જુદી માહિતીની રજૂઆત કેવી રસપ્રદ બની શકે એ પણ આ સાઇટથી સમજાશે!

