(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

દિવાળીના દિવસોમાં સ્માર્ટફોન માર્કેટમાં હાઇ-એન્ડથી બજેટ ફોનની ભીડ

આગળ શું વાંચશો?

  • સોની સ્માર્ટફોન
  • એપલ સ્માર્ટફોન
  • નેક્સસ સ્માર્ટફોન
  • લિનોવો સ્માર્ટફોન
  • મોટોરોલા સ્માર્ટફોન
  • પાનાસોનિક સ્માર્ટફોન
  • જિયોની સ્માર્ટફોન
  • ઇન્ટેક્સ સ્માર્ટફોન

સોની

સોની કંપનીએ એક્સ્પિરીયા ઝેડ-ફાઇવ અને ઝેડ-ફાઇવ પ્રીમિયમ ફોન લોન્ચ કર્યા છે. પહેલો ફોન રૂ. ૬૨,૯૯૦નો અને બીજો ફોન રૂ. ૫૨,૯૯૦નો છે. બંને ફોન ૪જી સ્માર્ટફોન છે અને તેમાં એનએફસીની સુવિધા છે, બંને વોટર અને ડસ્ટ પ્રૂફ છે અને એન્ડ્રોઇડ ૫.૧ લોલિપોપ પર ચાલે છે. ઝેડ-ફાઇવ પ્રીમિયમની વાત કરીએ તો એ વિશ્વનો પહેલો ૪કે રેઝોલ્યુશન ધરાવતો ફોન છે. તેમાં ૫.૫ ઇંચનો ડિસ્પ્લે છે. બંને ફોનમાં ૨૩ મેગાપિક્સેલના કેમેરા છે, જે સોનીના દાવા પ્રમાણે આંખના પલકારા કરતાં વધુ ઝડપે (૦.૧થી ૦.૪ સેકન્ડમાં) ફોટોગ્રાફ ક્લિક કરી શકે છે. બંને ફોનમાં શેક-ફ્રી વીડિયો કેપ્ચર કરવાની સુવિધા છે. બંને ફોનમાં ઓક્ટાકોર પ્રોસેસર, ૩ જીબી રેમ, ૩૨ જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ વગેરેનો લાભ છે.

એપલ

એપલના આઇફોન સિક્સ-એસ અને ૬-એસપ્લસ ભારતમાં મળવા લાગ્યા છે. સિક્સ-એસ ૧૬ જીબી મેમરી સાથે અંદાજે રૂ. ૬૨,૦૦૦, ૬૪ જીબી સાથે રૂ. ૭૨,૦૦૦ અને ૧૨૮ જીબી સાથે રૂ. ૮૨,૦૦૦માં મળે છે. ૬-એસપ્લસમાં દરેક મોડેલની કિંમત લગભગ રૂ. ૧૦,૦૦૦ વધી જાય છે. આ નવા સ્માર્ટફોનમાં મુખ્યત્વે પાવરફૂલ કેમેરા (૪કે વીડિયોશૂટ અને ખાસ પ્રકારના ટુ-ટોન ફ્લેશ સાથે), લાઇવ ફોટો, ૩-ડી ટચ, અગાઉ કરતાં ૭૦ જેટલું વધુ ફાસ્ટ પ્રોસેસર અને ‘હેઇ સિરી’ વોઇસ કમાન્ડ જેવાં નવાં આકર્ષણ છે.

એ સાથે, સપ્ટેમ્બર ૨૦૧૪માં લોન્ચ થયેલી એપલ સ્માર્ટવોચ આ મહિનાથી ભારતમાં પણ મળશે, કિંમત છે રૂ. ૩૬,૯૯૯.  એપલ આઇપેડ મિનિ ૪ પણ હવે ભારતમાં ઉપલબ્ધ છે, કિંમત છે રૂ. ૨૮,૯૦૦.

નેક્સસ

ગૂગલે તેના લેટેસ્ટ નેક્સસ સ્માર્ટફોન – એલજી નેક્સસ ફાઇવ-એક્સ અને હુવેઇ નેક્સસ સિક્સ-પી ભારતમાં લોન્ચ કર્યા છે. નેક્સસ ફાઇવ-એક્સ ૧૬ જીબી સાથે રૂ. ૩૧,૯૦૦ અને ૩૨ જીબીમાં રૂ. ૩૫,૯૦૦માં મળે છે. નેક્સસ સિક્સ-પી ૩૨ જીબી સાથે રૂ. ૩૯,૯૯૯ અને ૬૪ જીબી સાથે રૂ. ૪૨,૯૯૯માં મળે છે. બંને ફોનમાં એન્ડ્રોઇડ ૬.૦ માર્શમેલો છે.

સિક્સ-પી ફોન પહેલો ફૂલ મેટલ નેક્સસ ફોન છે, તેમાં ૫.૭ ઇંચ ક્યુએચડી ડિસ્પ્લે, કોર્નિંગ ગોરિલા ગ્લાસ ૪, ૧૨.૩ એમપી કેમેરા (૪કે અને સ્લોમોશન વીડિયો શૂટ સાથે), ૨ ગીગાહર્ટ્ઝ ઓક્ટાકોર પ્રોસેસર, ૩ જીબી રેમ, ૩૪૫૦ એમએએચ બેટરી (જે ૧૦ મિનિટમાં ૭ કલાક માટે ચાર્જ થઈ શકે છે), ડ્યુઅલ ફ્રન્ટ સ્પીકર વગેરે આકર્ષણ છે. ફાઇવ-એક્સમાં બધાં સ્પેસિફિકેશન્સ સિક્સ-પી કરતાં થોડાં ઉતરતાં છે.

લિનોવો

લિનોવો કંપનીએ વાઇબ પી-વન અને વાઇબ પી-વનએમ નામે બે ફોન રજૂ કર્યા છે, જે અનુક્રમે રૂ. ૧૫,૯૯૯ અને રૂ. ૭,૯૯૯માં ઉપલબ્ધ છે. બંને ફોનનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ તેમની બેટરી છે, પી-વનમાં ૫૦૦૦ એમએએચ બેટરી અને પી-વનએમાં ૪૦૦૦ એમએએચ બેટરી છે. બંને ફોનમાં એન્ડ્રોઇડ લોલિપોપ છે.

પી-વનમાં ૩૨ જીબી ઇન્ટર્નલ મેમરી, ૧૩ એમપી કેમેરા, ૪જી ડ્યુઅલ સિમ, એનએફસી, ફિંગરપ્રિન્ટ સ્કેનર વગેરે આકર્ષણ છે. પી-વનએમમાં ૧૬ જીબી ઇન્ટર્નલ મેમરી, ૨ જીબી રેમ છે.

લિનોવોએ આ સાથે, એ-૬૦૦૦ શોટ, એ-૧૦૦૦અને કે-૩ નોટ મ્યુઝિક એડિશન જેવા ફોન પણ લોન્ચ કર્યા છે, જે અનુક્રમે રૂ. ૯,૯૯૯, રૂ. ૪,૯૯૯ અને રૂ. ૧૨,૯૯૯માં મળે છે.

મોટોરોલા

મોટોરોલાનો મોટો જી (સેકન્ડ જેન) ફોર-જી ફોન રૂ. ૮,૯૯૯માં મળવા લાગ્યો છે. આ ફોનમાં જૂના ૩-જી જેવાં જ સ્પેસિફિકેશન્સ છે.

પાનાસોનિક

પાનાસોનિક કંપનીએ પી-૫૦ આઇડોલ અને પી-૯૫ ફ્લેશ નામે ફોન રજૂ કર્યા છે, જેની કિંમત રૂ. ૬,૭૯૦થી શરૂ થાય છે. બંનેમાં એન્ડ્રોઇડ લોલિપોપ, ૧.૩ ગીગાહર્ટ્સ ક્વાડકોર પ્રોસેસર, ૧ જીબી રેમ, ૮ જીબી ઇન્ટર્નલ મેમરી, ૮ એમપી કેમેરા વગેરે સગવડ છે.


જિયોની

જિયોની કંપનીનો પહેલો, ભારતમાં ઉત્પાદિત ફોન એફ-૧૦૩ રૂ. ૯,૯૯૯માં લોન્ચ થયો છે. તેમાં એન્ડ્રોઇડ લોલિપોપ, ૫ ઇંચ ડિસ્પ્લે, ક્વાડકોર પ્રોસેસર, ૨ જીબી રેમ અને ૧૬ જીબી ઇન્ટર્નલ મેમરી જેવાં ફીચર્સ છે.

ઇન્ટેક્સ

ઇન્ટેક્સ કંપનીએ ક્લાઉડ સ્વિફ્ટ નામે, ૪જી ફોન લોન્ચ કર્યો છે. એન્ડ્રોઇડ ૫.૧ લોલિપોપ, ૧.૩ ગીગા હર્ટ્ઝ ક્વાડકોર, ૩ જીબી રેમ, ૧૬ જીબી ઇન્ટર્નલ મેમરી, ૫ ઇંચ ડિસ્પ્લે, ૮ એમપી કેમેરા અને માતૃભાષાના સપોર્ટ સાથેનો આ ફોન રૂ. ૮,૮૮૮માં ઉપલબ્ધ છે.

કંપનીએ એક્વા લાઇફ ૩ નામે એક નવો બજેટ ફોન પણ રજૂ કર્યો છે, જે રૂ. ૫,૧૯૯માં ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ ૫.૧ પર ચાલતા આ ફોનમાં ૫ ઇંચ ડિસ્પ્લે, ૧.૨ ગીગાહર્ટ્સ પ્રોસેસર, ૧ જીબી રેમ, ૮ જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ વગેરે સુવિધા છે. તેમાં ૫ એમપી રીયર કેમેરા છે, પણ ફ્રન્ટ કેમેરા તદ્દન સાદો, વીજીએ કેમેરા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!