(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટેક્નોલોજીના સવાલ ને એના જ જવાબ

ટેક્નોલોજીથી આપણું જીવન સહેલું થવું જોઈએ, પણ ઘણી વાર થાય છે તેનાથી ઉલટું! જીવનની મનગમતી ક્ષણોને હંમેશા માટે સાચવી રાખવાનું કામ સ્માર્ટફોન થકી કેમેરા હંમેશા હાથવગા બનતાં તદ્દન સહેલું બન્યું, પરંતુ એ જ કારણે આપણે લીધેલા ફોટોગ્રાફ્સની સંખ્યા એટલી બધી વધી પડી કે તેમને મેનેજ કરવાનું મુશ્કેલ બની ગયું. ભવિષ્યમાં જોવાની મજા પડશે એવો વિચાર કરીને જે ફોટોગ્રાફ્સ લીધા હોય, એ જોઈએ ત્યારે મળી જ ન શકે તો શા કામના?

કમલેશભાઈ પરમાર અને તેમના જેવા બીજા સંખ્યાબંધ વાચકમિત્રોનો સવાલ હતો કે આપણા કમ્પ્યુટરમાં સેવ કરેલા ફોટોગ્રાફ આજીવન સાચવવા હોય તો સૌથી સારો રસ્તો કયો? મને પોતાને આ સવાલ હંમેશા સતાવતો હતો કેમ કે હાર્ડ ડિસ્ક કે એક્સટર્નલ ડ્રાઇવ ગમે ત્યારે ક્રેશ થઈ શકે, સીડી-ડીવીડી, પેનડ્રાઇવ વગેરે લાંબા ગાળે દગો દઈ શકે. બેકઅપ એકથી વધુ જગ્યાએ હોવો જોઈએ અને બધું અલગ અલગ સાચવવા જઈએ તો કયો ફોટોગ્રાફ ક્યાં હશે એનો ટ્રેક કેમ રાખવો?

ટેક્નોલોજીએ ઊભા કરેલા આ બધા સવાલના જવાબ ધીમે ધીમે ટેક્નોલોજી તરફથી જ મળી રહ્યા છે. યાહૂની ફ્લિકર સર્વિસ પર ૧ ટીબી સુધીની સ્ટોરેજ સાથે ફોટોગ્રાફ સેવ કરી શકાય છે તો ગૂગલે હમણાં શરૂ કરેલી સર્વિસ પર, થોડી મર્યાદાઓ સાથે બિલકુલ અનલિમિટેડ સ્ટોરેજ મળે છે! આ અંકની કવરસ્ટોરીમાં ફોટોઝ.ગૂગલ.કોમ સર્વિસનો મહત્તમ લાભ કઈ રીતે લઈ શકાય એની વિગતવાર વાત આલેખી છે. તમે આ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તેની મુશ્કેલીઓ કે અનુભવો જરૂર શેર કરશો.

એ જ રીતે, ઘરખર્ચનો સાદો હિસાબ રાખવામાં સ્માર્ટફોન કેમ ઉપયોગી થઈ શકે એની સમજ તથા કારકિર્દી આયોજનની પાયાની માહિતી પણ આ અંકમાં આપી છે.

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!