(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટેબ્સની ભરમાર? નો પ્રોબ્લેમ!

જો તમે તમે સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરીને પછી કંટાળતા હો, તો તેને મેનેજ કરવાની સહેલી રીતો જાણી લો

આગળ શું વાંચશો?

  • કી-બોર્ડ શોર્ટકટ્સનો ઉપયોગ કરો
  • ટેબ યાદ રાખવાનું કામ બ્રાઉઝરને સોંપી દો
  • ટેબ્સ સેવ કરો
  • ટેબ્સને પિન કરી દો
  • મલ્ટિપલ બ્રાઉઝર વિન્ડોમાં તમારી ટેબ્સને સ્પિલ્ટ કરો
  • એક વધુ ટેબ એક સાથે સિલેક્ટ કરો
  • વેબ એપ્સ
  • ફાયરફોક્સમાં ટેબ્સ ગ્રુપનો ઉપયોગ
  • ટ્રી ટ્રાય ટેબ્સ
  • ફેવરિટ પેજનો શોર્ટકટ બનાવો

કમ્પ્યુટરના આજના યુગમાં તેને લગતી અનેક બાબતોથી જાણકાર રહેવું આપણને આપણા કામકાજમાં અનેકગણી રાહત અને સરળતા આપે છે તેમ જ સમયનો બચાવ પણ થાય છે. અહીં આપણે આજે એક એવો મુદ્દો હાથમાં લઈશું કે જે બ્રાઉઝર ટેબ્સને લગતો છે.

ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતાં બેધ્યાનપણે તમે અનેક બ્રાઉઝર ટેબ્સ ઓપન કરી નાખતા હશો અને પછી કદાચ તેનાથઈ કંટાળી જતા હશો. વાસ્તવમાં આ સમસ્યા લગભગ દરેક એવી વ્યક્તિની છે જે કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે.

જાણી લેવા જેવી વાત એ છે કે આપણે કમ્પ્યુટરમાં વિન્ડોમાં જુદા જુદા પ્રોગ્રામ ઓપન કરીને કામ કરીએ છીએ, પણ ઇન્ટરનેટ બ્રાઉઝિંગની વાત આવે ત્યારે  મોટા ભાગે સિંગલ બ્રાઉઝર વિન્ડોનો જ ઉપયોગ કરીએ છીએ અને પછી ઢગલાબંધ ટેબ્સથી પરેશાન થતાં રહીએ છીએ.

સદ્નસીબે મોટા ભાગનાં બ્રાઉઝર્સમાં ટેબ્સને જુદી જુદી રીતે મેનેજ કરી શકાય છે (અલબત્ત, દરેક ટ્રીક દરેક બ્રાઉઝર્સમાં કામ કરતી નથી).

કી-બોર્ડ શોર્ટકટ્સનો ઉપયોગ કરો

કી-બોર્ડ શોર્ટકટ્સ બ્રાઉઝર ટેબ્સને મેનેજ કરવાનો સૌથી સરળ માર્ગ છે અને ખાસ કરીને ત્યારે એ વધુ કામ આવે છે જ્યારે ટેબ્સની સંખ્યા ખૂબ વધતાં એ એટલી નાની થઈ ગઈ હોય કે તેને ક્લિક કરવું પણ મુશ્કેલ બની જાય. આવી સ્થિતિમાં નીચેના શોર્ટકટ અજમાવી જુઓ :

જેમ વિન્ડોઝમાં આપણે Alt + Tab થી જુદી જુદી વિન્ડોમાં જઈ શકીએ છીએ તેમ બ્રાઉઝરમાં Ctrl + Tab થી એક પછી એક જમણી તરફની ટેબ્સને એક્ટિવ કરી શકીએ છીએ.

જો ડાબી તરફની ટેબ્સમાં જવું હોય તો Ctrl + Shift + Tab પ્રેસ કરો.

Ctrl + W પ્રેસ કરીને આપણે ચાલુ ટેબ બંધ કરી શકીએ છીએ.

ટેબ યાદ રાખવાનું કામ બ્રાઉઝરને સોંપી દો

જો તમે વધુ પડતી ટેબ્સ ખોલી હોય, બધી કામની પણ હોય, પણ કોઈ કારણસર કામમાં વચ્ચે બ્રેક લેવાનો થાય તો? ફાયરફોક્સ જેવા બ્રાઉઝરમાં એવી સગવડ હોય છે કે તમે બ્રાઉઝરને તમે ખોલેલી બધી ટેબ્સ યાદ રાખી લેવાનું કહી શકો છો, જેથી કમ્પ્યુટર બંધ કરીને તમે બહાર જાવ અને પરત આવીને ફાયરફોક્સ ફરી ઓપન કરો, તો અગાઉ ખોલેલી બધી જ ટેબ ફરી જોવા મળે!


આ માટે ફાયરફોક્સના સેટિંગ્સમાં જનરલ ટેબમાં આનું સેટિંગ મળી જશે.

ટેબ્સ સેવ કરો

બધી ટેબ યાદ રાખી લેવા માટે ઉપર લખ્યા ઉપરાંતનો, બધાં બ્રાઉઝરમાં કામ લાગે એવો એક ઉપાય એ છે કે કોઈ પણ ટેબ પર રાઇટ ક્લિક કરો અને તમારી તમામ ઓપન ટેબને બુકમાર્ક કરી લો અને એ પણ ફોલ્ડર તરીકે. તમે જે વિષયના અનુસંધાને સંખ્યાબંધ એપ ઓપન કરી હોય તો એ વિષયનું જ નામ ફોલ્ડરને આપી દો. પછી ચાહો ત્યારે બુકમાર્ક ફોલ્ડરમાં જઈને તમારા એ વિષયની બધી ટેબ ફરી ઓપન કરી શકશો!

ટેબ્સને પિન કરી દો

આ વિશે આપણે અગાઉ વાત કરી છે, પણ અત્યારે ટેબ પુરાણ ઉખેળ્યું છે તેનો તેનો ઉલ્લેખ જરૂરી છે. જો તમે જીમેઇલ કે ફેસબુક જેવી કેટલીક સાઇટ્સ હમેશાં ખુલ્લી રાખવા માગતા  તો જે તે ટેબને રાઇટ ક્લિક કરી, ‘પિન ટેબ’ વિકલ્પ પસંદ કરી લો.  એ ટેબ હજી વધુ નાની બની, સૌથી ડાબી તરફ ગોઠવાઈ જશે. આ રીેત પિન કરેલી ટેબ્સ આપોઆપ દરેક વખતે વેબ બ્રાઉઝર ખુલતાંની સાથે ઓપન થાય છે, એ વધારાનો લાભ.

કોઈ ટેબ પર રાઇટ ક્લિક કરતાં જે વિકલ્પો મળશે તેના પર નજર દોડાવશે તો એ એક ટેબ સિવાયની બીજી બધી ટેબ કે તેનાથી જમણી બાજુની બધી ટેબ એક સાથે બંધ કવાના વિકલ્પ પણ દેખાશે.

ઉતાવળમાં કોઈ કામની ટેબ ભૂલથી બંધ થઈ જાય તો તેને રીઓપન કરવાનો ઓપ્શન પણ અહીંથી મળે છે.

મલ્ટિપલ બ્રાઉઝર વિન્ડોમાં તમારી ટેબ્સને સ્પ્લિટ કરો

વિન્ડોઝમાં તમે જોયું હશે કે સ્ક્રીન પર સૌથી નીચે જોવા મળતા ટાસ્કબારમાં આપણે ઓપન કરેલા પ્રોગ્રામ્સ જોઈ શકાય છે. વર્ડની એક કરતાં વધુ ફાઇલ ઓપન કરી હોય તો અગાઉ, એ બધી ફાઇલના જુદા જુદા આઇકન ટાસ્કબારમાં જોવા મળતા. પરંતુ હવે સરખા પ્રકારની બધી ઓપન વિન્ડો એક ગ્રૂપમાં જોવા મળી શકે છે.

આ જ રીતનો ઉપયોગ તમે બ્રાઉઝરમાં કરી શકો છો. તમે જુદા જુદા વિષયના અનુસંધાને સર્ફિંગ કરી રહ્યા હો તો બ્રાઉઝરની વિષય મુજબ જુદી જુદી વિન્ડો ઓપન કરી, દરેક વિન્ડોમાં એકથી વધુ ટેબ ઓપન કરો. એમ કરવાથી ટેબની સંખ્યા ઘણે અંશે કંટ્રોલમાં રહેશે.

મોટા ભાગનાં બ્રાઉઝર્સમાં એવી સગવડ પણ હોય છે કે બ્રાઉઝર વિન્ડો થોડી નાની કરી, કોઈ પણ એક ટેબને માઉસથી બ્રાઉઝર વિન્ડોની બહાર ખેંચીને છોડી દેશો તો એ ટેબથી નવી બ્રાઉઝર વિન્ડો ખોલી શકાશે.

એકથી વધુ ટેબ્સ એક સાથે સિલેક્ટ કરો

એક સાથે કેટલીક ટેબને નવી બ્રાઉઝર વિન્ડોમાં લઈ જવી હોય કે અમુક ટેબ્સ એક સાથે બંધ કરવી હોય તો આપણે જે તે ટેબ્સને સિલેક્ટ કરવી પડે. વિન્ડોઝની જેમ જ, બ્રાઉઝરમાં કોઈ એક ટેબ સિલેક્ટ કરીને પછી કંટ્રોલ કી પ્રેસ કરી રાખી, તમે એકથી વધુ ટેબ્સ સિલેક્ટ કરી શકો છો. ક્રમબધ્ધ ટેબ્સ  સિલેક્ટ કરવી હોય તો શિફ્ટ કીનો ઉપયોગ કરો. તકલીફ એક જ છે કે આ રીતે સિલેક્ટ થયેલી ટેબ્સનો રંગ બદલાતો ન હોવાથી આપણે કઈ કઈ ટેબ સિલેક્ટ કરી તેનો સ્પષ્ટ અંદાજ મળતો નથી.

વેબ એપ્સ

તમે વેબ એપ્સને અવારનવાર પિન કરો તેના સ્થાને તમે એપ્લિકેશન શોર્ટકટ બનાવી શકો છો. ક્રોમમાં આ શક્ય છે. તમે તેને ટાસ્કબારમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર પર ડ્રેગ કરી શકો છો. તેને તેની વિન્ડો આપી શકો છો અને ટાસ્કબાર શોર્ટકટ પણ.

ફાયરફોક્સમાં ટેબ ગ્રૂપ્સનો ઉપયોગ

ફાયરફોક્સમાં એક બિલ્ટ ઇન ફિચર છે જે મોટી સંખ્યામાં ટેબ્સને મેનેજ કરી શકે છે. જો ફાયરફોક્સમાં ઘણી બધી એપ્સ ઓપન કર્યા પછી, ઈિિંહ + જવશરિં + ઊ આપણે ટેબ્સ ગ્રૂપ્સ વ્યૂમાં જઈ શકીએ છીએ અને ત્યાં બધી એપને અલગ અલગ વિષય અનુસાર ગ્રૂપ્સમાં ગોઠવી શકીએ છીએ. આ પણ, ઘણું ઊંડું (અને પહોળું!) બ્રાઉઝિંગ કરતા લોકો માટે ઉપયોગી સુવિધા છે!


ટ્રી-સ્ટાઇલ ટેબ્સ

જો તમે ટેબ્સનો ખરેખર સખ્ખત ઉપયોગ કરતા હો, તો તમને ટ્રી-સ્ટાઇલ ટેબ્સ ઉપયોગી થઈ શકે છે. જોકે આ સગવડ સૌથી સારી રીતે ફક્ત ફાયરફોક્સમાં મળી શકે છે. આ માટે ફાયરફોક્સની એડ-ઓન લાઇબ્રેરીમાં ઝયિય જિુંહય ઝફબ સર્ચ કરી તેને ઇન્સ્ટોલ કરી લો.

હવે જ્યારે તમે એક પછી સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરશો તો એ બધી જ બ્રાઉઝર વિન્ડોની ડાબી કે જમણી બાજુ સાઇડબાર સ્વરૂપે દેખાશે.

આમાં કમાલ એ છે કે આપણે કઈ ટેબમાં, કઈ ટેબમાંથી પહોંચ્યા એ પણ જોઈ શકાય છે! આ સવલત છે ખૂબ ઉપયોગી, પણ ફક્ત એવા લોકો માટે જેમને કોઈ વિષય પર ખરેખર ડીપ બ્રાઉઝિંગ કરવાની આદત હોય.


ફેવરિટ વેબપેજનો શોર્ટકટ બનાવો

તમારી કોઈ ફેવરિટ વેબસાઇટ હોય કે ઈ-મેઇલ જેવી વેબસર્વિસને  તમે વારંવાર ઓપન કરતા હો તો તેને માટે તમારા કમ્પ્યુટરમાં શોર્ટકટ તૈયાર કરી શકો છો. ક્રોમમાં એ માટે સગવડ છે.

તમારી ફેવરિટ સાઇટ ઓપન કરી, ક્રોમના સેટિંગ્સમાં, ‘ક્રિએટ એપ્લિકેશન શોર્ટકટ્સ..’નો વિકલ્પ શોધી કાઢો. મોટા ભાગે, ‘મોર ટૂલ્સ’માં તે દેખાશે. તેના પર ક્લિક કરતાં એ નાનું ડાયલોગ બોક્સ ઓપન થશે અને તેમાં તમે એ વેબપેજનો શોર્ટકટ ડેસ્કટોપ, સ્ટાર્ટમેનુ કે ટાસ્કબારમાંથી ક્યાં ક્યાં મૂકવામાં માગો છો તે નક્કી કરી શકાશે.

આ રીતે સેવ કરેલા શોર્ટકટથી જ્યારે એ વેબપેજ ખોલીએ તે એકમાત્ર વિન્ડો તરીકે ખૂલે છે અને તેમાં એડ્રેસબાર કે કોઈ બટન હોતાં નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!