(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

શરૂ થઈ રહ્યો છે ‘સોશિયલ બેન્કિંગ’નો જમાનો!

ભારતની સૌથી મોટી ખાનગી બેંક – આઈસીઆઈસીઆઈ  ટ્વીટર પર બેન્કિંગ વ્યવહારો શરૂ કર્યા છે. આ સેવા આઇસીઆઇસીઆઇબેન્કપે નામે ઓળખાશે. આ સેવાથી ગ્રાહકો પૈસા ટ્રાન્સફર કરી શકશે, પ્રીપેઇડ મોબાઇલ રીચાર્જ કરાવી શકશે, બેંક એકાઉન્ટ ચેક કરી શકશે અને છેલ્લા ત્રણ બેન્કિંગ વ્યવહારો પણ ચકાસી શકશે. ટ્વીટરના માધ્યમથી ગ્રાહક ભારતમાં ગમે તે સ્થળે નાણાં ટ્રાન્સફર કરી શકશે, પછી ભલે સામેના વ્યક્તિનું આઇસીઆઇસીઆઇ બેન્કમાં બચત ખાતું ન હોય.

 આઇસીઆઇસીઆઇ બેન્કના ગ્રાહક કેવી રીતે લાભ મેળવશે?

આ સેવાનો લાભ લેવા રજિસ્ટ્રેનશન કરવા માટે ગ્રાહકે ટ્વીટર પર @ICICI એકાઉન્ટ પર પોતાના બેંકમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર સાથે એક ડાઇરેક્ટ મેસેજ મોકલવાનો રહેશે, તેને યિલ એવું હેશટેગ આપવાનું રહેશે. સલામતી માટે ગ્રાહકને વન ટાઇમ પાસવર્ડ મોકલશે. ગ્રાહક યિલજ્ઞિાં સાથે વળતો મોકલશે એટલે રજિસ્ટ્રેશન પૂરું  થશે.

મની ટ્રાન્સફર કરવા માટે

ગ્રાહકે બેંકના ટ્વીટર હેન્ડલ પર  એક ચોક્કસ ફોર્મેટમાં મેસેજ મોકલવાનો રહેશે. દા.ત. #Pay<Receiver’s Twitter account> <Amount> બેંકને મેસેજ મોકલવાથી ગ્રાહકને તેના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર વળતો મેસેજ આવશે, જેમાં ચાર આંકડાનો પાસવર્ડ હશે, જે સામેના લાભાર્થી સાથે ગ્રાહકે શેર કરવો પડશે. લાભાર્થીને બેંક તરફથી ટ્વીટર મેસેજ મળશે. જેમાં વેબસાઇટની લિન્ક હશે.  લાભાર્થી લિન્ક પર ક્લિક કરશે એટલે બેંકના સિક્યોર વેબપેઇજ પર પહોંચશે. લાભાર્થીએ તેના ટ્વીટર એકાઉન્ટનું વેરીફિકેશન કરવું પડશે. જેના માટે નામ, એકાઉન્ટ નંબર, IFSC CODE (ICICI Bank બેંકના ગ્રાહકો ન હોય તેના માટે), તેને મેળવેલા પાસવર્ડની જરુર પડશે. આમ સલામત ટ્રાન્સેકશન પૂરું થશે.

પ્રિપેઇડ મોબાઇલના રિચાર્જ માટે

ગ્રાહકે જો પ્રીપેઇડ મોબાઇલ રિચાર્જ કરવો હશે તો TopUp લખી મોબાઇલ નંબર, ઓપરેટર કોડ અને કેટલા રુપિયાનું રિચાર્જ કરાવવાનું છે તે લખવું પડશે. ઉદાહરણ : TopUp9XXXX12345Airtel 500

બેંક બેલેન્સ, ટ્રાન્સેકઝન ચેક કરવા

ગ્રાહક #ibal એવો મેસેજ મોકલીને પોતાનું બેલેન્સ ચેક કરી શકશે અને એકાઉન્ટ ચેક કરી શકે. છેલ્લાં ત્રણ ટ્રાન્સેકઝન ચકાસવા માટે #tran એવો  મેસેજ મોકલવો પડશે.

હાલ પૂરતું બેન્કે લેવડ-દેવડની રકમ પર કેટલી મયર્દિા રાખી છે. ટ્વીટર પર આટલી માથાકૂટ કોણ કરશે એવું વિચારતા હો તો ભૂલ કરો છો – આઇસીઆઇસીઆઇ બેન્કના દાવા મુજબ તેના કસ્ટમર્સમાં યુવાનોનું પ્રમાણ સૌથી વધુ છે અને ટ્વીટરની લોકપ્રિયતા સતત વધી રહી છે!

ઉપરાંત બધા વ્યવહાર ટુ-સ્ટેપ વેરિફિકેશનથી સુરક્ષિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!