(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુટ્યૂબમાં સ્માર્ટસર્ચ કેવી રીતે કરાય?

યુટ્યૂબમાં વીડિયો અને વીડિયો જોનારા બંનેની સંખ્યા જબરદસ્ત વધી રહી છે ત્યારે આપણે માટે કામના વીડિયો શોધવા વધુ ને વધુ મુશ્કેલ બની રહ્યું છે. જાણી લો આ કામ સહેલું બનાવતાં કેટલાંક ફિલ્ટર્સ.

આપણે સૌ જાણીએ છીએ કે યુટ્યૂબ પર  આપણા મનગમતા દરેક વિષય પર અસંખ્ય વીડિયો હાજર છે. જૂના ફિલ્મીગીતોથી માંડીને લેટેસ્ટ બોલિવુડ બ્લોકબસ્ટરના ટ્રેલરની વાત હોય કે પછી ગમતી સિરીયલનો કોઈ ચુકાઈ ગયેલો એપિસોડ હોય કે પછી બ્રહ્માંડના રહસ્યો છતો કરતો કોઈ વીડિયો હોય. આ બધું જ આપણે ધારીએ ત્યારે યુટ્યૂબ પર જોઈ શકીએ છીએ.

યુટ્યૂબ એ વીડિયો શેરીંગનું એક અદભૂત પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર કોઈપણ વ્યક્તિ પોતે તૈયાર કરેલો વીડિયો અપલોડ કરીને સૌ સાથે શેર કરી શકે છે અને આપણે જાણીએ જ છીએ કે હવે સ્માર્ટફોનના પ્રતાપે વીડિયો તૈયાર કરવા એ કેટલું સહેલું કામ છે. કોઈપણ વ્યક્તિ ધારે ત્યારે સ્માર્ટફોનમાં રેકોર્ડિંગ બટન પ્રેસ કરીને વીડિયો ઉતારી શકે છે અને એટલી જ સહેલાઈથી તથા ઝડપથી યુટ્યૂબ પર અપલોડ કરી શકે છે.

આ યુટ્યૂબની ખાસિયત પણ છે અને ખામી પણ.

અત્યારે યુટ્યૂબ પર કામના અને નકામા બંને  પ્રકારના વીડિયોનો ગજબ ભરાવો થઈ ગયો છે. પરિણામે આ જંગી ખડકલામાંથી આપણે માટે ઉપયોગી વીડિયો શોધવા એ દિવસો દિવસ વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે. આમ જુઓ તો સામાન્ય ગૂગલીંગની જેમ યુટ્યૂબમાં પણ સર્ચ બોક્સમાં કંઈપણ લખીને એન્ટર પર ત્રાટકીએ એટલે કંઈક તો સર્ચ રીઝલ્ટ મળવાના જ છે.

પરંતુ આ પરિણામો આપણા ધાર્યા મુજબના મોટાભાગે હોતા નથી. સદનસીબે ગૂગલે તેના સર્ચ એન્જિન તરીકેના બહોળા અનુભવનો લાભ યુટ્યૂબમાં પણ આપ્યો છે. જો આપણે યુટ્યૂબમાં સ્માર્ટલી સર્ચ કરવાના કેટલાક રસ્તા સમજી લઈએ તો આપણું કામ સરળ બની શકે.

જો તમે સર્ચને વધુ ધારદાર બનાવવા ઈચ્છતા હો તો યુટ્યૂબમાં સર્ચના ફિલ્ટર્સને સમજી લેવા જરૂરી છે.

આ માટે સર્ચબોક્સની નીચે આપેલા ફિલ્ટર બટન પર ક્લિક કરો. આથી બાજુમાં બતાવેલા મેનૂ ખુલશે.

આ મેનૂમાં આપેલા દરેક ફિલ્ટર આપણે મુદ્દાસર સમજીએ.

અપલોડ ડેટ :  આ કોલમમાં આપણે ઘણી બધી જુદી જુદી રીતે આપણા સર્ચને વધુ ફોક્સડ કરી શકીએ છીએ . જેમ કે અપલોડ ડેટના કોલમમાં આપણે છેલ્લા એક કલાકમાં, છેલ્લા એક અઠવાડિયામાં, છેલ્લા મહિનામાં કે છેલ્લા વર્ષ દરમિયાન અપલોડ થયેલા વીડિયો સર્ચ કરી શકીએ છીએ.


ટાઇપ : યુટ્યૂબમાં વીડિયો જુદી જુદી રીતે મુકાય છે. જેમ કે કિશોરકુમારનાં ગીતોના જુદા જુદા વીડિયો હોઈ શકે, તેમના ગીતોની કોઈએ બનાવેલી ચેનલ હોઈ શકે કે પછી જુદા જુદા લોકોએ બનાવેલા કિશોરકુમારનાં ગીતોના પ્લેલીસ્ટ પણ હોઈ શકે. એ ઉપરાંત કિશોરકુમારની આખી ફિલ્મો પણ વીડિયો તરીકે યુટ્યૂબ પર મળી શકે. એટલું જ નહીં કિશોરકુમારે કોઈ શો કર્યા કહોય તો તે પણ યુટ્યૂબમાં મળી શકે. આથી આપણે વીડિયો, ચેનલ, પ્લેલીસ્ટ, મુવી કે શો એવા જુદા જુદા પ્રકાર અનુસાર પણ આપણી સર્ચને વધુ ફોક્સડ બનાવી શકીએ.

ડ્યુરેશન : વીડિયોની લંબાઈ એક બહુ મહત્વનો મુદ્દો છે. યુટ્યૂબ પર મોટાભાગના વીડિયો લગભગ૩ કે ૪ મિનિટથી ઓછી લંબાઈના હોય છે. પરંતુ સેમિનાર, લેકચર, સિરિયલના એપિસોડ કે આખી ફિલ્મની લંબાઈ ઘણી વધુ હોઈ શકે છે. જો આપણે કોઈ રેસિપી કે ફિઝીક્સની કોઈ થિયરી સમજવાનો નાનો વીડિયો શોધી રહ્યા હોઈએ અ 5cને ૩૦ થી ૪૦ મિનિટના વીડિયો પણ રીઝલ્ટમાં જોવા મળે તો તેમને તપાસવામાં આપણો સમય વેડફાશે અને બીનજરૂરી વીડિયો રન કરવા જતા ઇન્ટરનેટ ડેટા પણ ખર્ચાશે. આથી આપણે જરૂરીયાત અનુસાર ૪ મિનિટથી ટૂંકા કે ૨૦ મિનિટથી લાંબા વીડિયો પૂરતી આપણી સર્ચ મર્યાદિત કરી શકીએ છીએ.

ફીચર્સ : વીડિયો હાઈડેફીનેશનના છે, ક્રિયેટીવ કોમન્સ (એટલે કે કેટલીક શરતો અનુસાર તેનો આપણે ઉપયોગ કરી શકીએ) તથા થ્રી-ડી કે લાઈવ જેવા માપદંડથી પણ વીડિયોને અલગ તારવી શકાય છે.

સોર્ટ : સર્ચ રીઝલ્ટસને આપણે બીજી જુદી જુદી રીતે સોર્ટ પણ કરી શકીએ છીએ. જેમ કે, આપણે સર્ચ બોક્સમાં લખેલા શબ્દોને વધુમાં વધુ મળતાં આવતાં શીર્ષક ધરાવતા વીડિયો કે પછી અપલોડ થયાની તારીખ મુજબ (સૌથી જૂના કે સૌથી નવા), વધુમાં વધુ કે ઓછામાં ઓછી વાર જોવાયેલા વીડિયો તથા વ્યૂઅર્સે આપેલા વધુ કે ઓછા રેટિંગ અનુસાર પણ આપણે વીડિયો સોર્ટ કરી શકીએ છીએ.

ફિલ્ટરની સગવડ ઉપરાંત આપણને ઉપયોગી લાગેલો જે વીડિયો આખો જોઈએ તે પૂરો થયા પછી એ વીડિયોને સંબંધિત બીજા વીડિયોની યાદી પણ જોઈ શકાય છે. આ વીડિયો આપણે જોયેલો વીડિયો તૈયાર કરનાર વ્યક્તિ કે સંસ્થાના હોઈ શકે અથવા આપણે જોયેલા વીડિયો જેવું જ કન્ટેન્ટ ધરાવતા બીજા વીડિયો હોઈ શકે છે. એ ઉપરાંત આપણે જોયેલા વીડિયોની જમણી  બાજુ આખી કોલમમાં પણ સંબંધિત વીડિયો જોવા મળે છે.

આ રીતે જુદી જુદી ઘણી રીતે આપણે આપણને જોઈતા વીડિયો સુધી સહેલાઈથી અને ઝડપથી પહોંચી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!