(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કમ્પ્યુટરની અંદર સર્ચ

તમે કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ સેવ કરી હતી, પણ પછી એ ક્યાંક ગાયબ થઈ ગઈ! હકીકતમાં તો આપણે એ ક્યાં સેવ કરી એ ભૂલાઈ ગયું હોય. આવી સ્થિતિ ઊભી થાય ત્યારે, કમ્પ્યુટરની અંદર સર્ચ કરવાની કેટલીક રીત જાણી રાખવા જેવી છે.

હમણાં એક વાચકમિત્રના પ્રશ્નને, આજના હિસાબ પ્રમાણે બહુ જૂના ગણાય એવા દિવસોની યાદ તાજી કરી દીધી. જ્યારે આપણે સૌ મોટા ભાગે વિન્ડોઝ એક્સપી કે તેથી પણ જૂની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હતા ત્યારે કમ્પ્યુટરમાં આપણે ક્યાંક સ્ટોર કરેલી અને પછી એ ક્યાંકનું ઠેકાણું ભૂલાઈ ગયું હોય એવી ફાઇલ શોધવાની થતી તો કામ સહેલું નહોતું.

એ દિવસોમાં, ગૂગલે ગૂગલ ડેસ્કટોપ નામે એક સોફ્ટવેરની ભેટ આપીને આપણું કામ સહેલું બનાવી દીધું હતું. આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા પછી જે રીતે આપણે ઇન્ટરનેટ પર ગૂગલમાં સર્ચ કરી શકીએ છીએ એ જ રીતે, આપણા કમ્પ્યુટરમાંની વિવિધ ફાઇલ્સ, ઈમેઇલ્સ, મ્યુઝિક, ફોટોઝ, વગેરે ઘણું બધું સર્ચ કરી શકતા હતા. સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા પછી ગૂગલ ડેસ્કટોપ આપણી તમામ ફાઇલ્સનું ઇન્ડેક્સિંગ કરી લે, એટલે આપણે આદેશ આપીએ ત્યારે જે તે ફાઇલ શોધવી એને સરળ બને એ રીતે તમામ ફાઇલ્સની યાદી બનાવી લે, તે પછી કમ્પ્યુટર્સમાં ફટાફટ સર્ચ થઈ શકતું.

કાળક્રમે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જ આવી સુવિધા ઉમેરાઈ અને ગૂગલને લાગ્યું કે હવે લોકો કમ્પ્યુટરને બદલે ઘણું ખરું ક્લાઉડમાં જ સ્ટોરેજ કરવા લાગ્યા છે એટલે સપ્ટેમ્બર ૨૦૧૧થી તેણે ગૂગલ ડેસ્કટોપની સુવિધા બંધ કરી દીધી.

કમ્પ્યુટરમાં ખોવાયેલી પોતાની કોઈ ફાઇલ શોધી રહેલા પેલા વાચકમિત્રે લખ્યું હતું કે તેમણે બધા પ્રયત્નો કરી લીધા, પણ ફાઇલ મળતી નથી. તમે અગાઉ ગૂગલ ડેસ્કટોપ વિશે લખ્યું હતું, એ હજી ઉપલબ્ધ છે? ગૂગલ ડેસ્કટોપ તો હવે મળતું નથી, પણ હવે કમ્પ્યુટરમાં જોઈતી ફાઇલ શોધવા માટે શું શું થઈ શકે એ જાણી લઈએ.

વિન્ડોઝ ૭થી વિન્ડોઝમાં સર્ચની સુવિધા ખાસ્સી સ્માર્ટ બની ગઈ છે.

વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન કર્યા પછી, આપણે કોઈ પણ ડ્રાઇવ કે ફોલ્ડરમાં હોઈએ ત્યારે તેમાંનાં ફોલ્ડર્સ કે ફાઇલ્સ સર્ચ કરવા માટે એક્સપ્લોરર વિન્ડોની ઉપલા જમણા ખૂણે આપેલા સર્ચ બોક્સનો ઉપયોગ કરી શકીએ છીએ. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આપણે સી ડ્રાઇવમાં આપણી ઓપરેટિંગ સિસ્ટમ અને અન્ય પ્રોગ્રામ્સની ફાઇલ્સ ઇન્સ્ટોલ કે સેવ કરતા હોઈએ છીએ અને મોટા ભાગે ડી કે અન્ય ડ્રાઇવમાં આપણા કામકાજની ફાઇલ્સ સેવ કરતા હોય છે. વિન્ડોઝ આપણા કામની ફાઇલ્સનું પણ ઇન્ડેક્સિંગ કરી લે તો પછી એ ઝડપથી સર્ચ કરી શકે છે. એ માટે આપણે તેને આપણી જરૂરી ડ્રાઇવ કે ફોલ્ડર ઇન્ડેક્સ કરવાનું કહેવું પડે છે.

આમ કરવા માટે સ્ટાર્ટ બટન પર ક્લિક કરી, સર્ચ બોક્સમાં ઇન્ડેક્સ લખો અને ઇન્ડેક્સિંગ ઓપ્શન્સની વિન્ડો ઓપન કરો. તેમાં વિન્ડોઝે કઈ કઈ ડ્રાઇવનું ઇન્ડેક્સિંગ કરવું જોઈએ એ કહી દો. સિસ્ટમ બેકગ્રાઉન્ડમાં ઇન્ડેક્સિંગ કરતી રહેશે.

હવે આપણે જ્યારે સર્ચ કરવાની જરુર પડે ત્યારે વિન્ડોઝ એક્સપ્લોરરના સર્ચ બોક્સનો ઉપયોગ કરી શકીએ. અહીં ગૂગલ સર્ચ જેવા જ કેટલાક સિદ્ધાંત કામે લાગે છે, પણ એની કેટલીક બારીકીઓ સમજી લેવી જરુરી છે.

આપણે આપણા કામ અનુસાર ધારો કે ગુજરાત ગવર્નમેન્ટ લખેલી કોઈ ફાઇલ શોધવાની છે.


હવે જો આપણે ફક્ત ગુજરાત લખીને સર્ચ કરીશું તો કામ પ્રમાણમાં સહેલું છે. વિન્ડોઝ ફાઇલ (કે ફોલ્ડર)નેમ, તેના ક્ધટેન્ટ અને મેટાડેટા (કમ્પ્યુટરમાં પણ આપણે દરેક ફાઇલ સંબંધિત મેટાડેટા લખી શકીએ છીએ, એની વાત ફરી ક્યારેક)માં જ્યાં ગુજરાત લખેલું હોય તે તમામ રિઝલ્ટ આપણને બતાવશે. હવે જો ગુજરાત ગવર્નમેન્ટ એમ બે શબ્દો લખીશું તો ગૂગલની જેમ જ આ બંને શબ્દો હોય એવાં બધાં પરિણામ બતાવશે, બંને શબ્દ એક સાથે ન હોય તો પણ. આથી ગુજરાત ગવર્નમેન્ટ એમ અવતરણ સાથે સર્ચ કરીશું તો બંને શબ્દ સાથે હોય એવાં જ પરિણામ મળશે.

એ જ રીતે, ગુજરાત જોઈએ, પણ ગવર્નમેન્ટ શબ્દવાળાં પરિણામ ન જોઈતાં હોય તો સર્ચ બોક્સમાં Gujarat NOT Government અથવા Gujarat Government લખીને સર્ચ કરી શકાય. યાદ રહે, નોટ શબ્દ કેપિટલ નહીં કર્યો હોય તો વિન્ડોઝ નોટને પણ સર્ચ કરવાનો ત્રીજો શબ્દ ગણી લેશે!

આ સિવાય આપણે જ‚રિયાત મુજબ, ચોક્કસ પ્રકારની, ચોક્સ તારીખ વચ્ચે ક્રિએટ કરેલી ફાઇલ્સ વગેરે શોધવા માટે ફિલ્ટર પણ ઉમેરી શકીએ છીએ.

વાત નાની નાની છે, પણ જ્યારે કામની ફાઇલ કમ્પ્યુટરના જંગલમાં ખોવાઈ ગઈ હોય અને આપણે રઘવાયા થયા હોઈએ ત્યારે મગજ કસીને ફાઇલમાંની નાની નાની વાત યાદ કરી અને સાથોસાથ કમ્પ્યુટરને સમજાય એવી ખૂબીઓ પણ કામે લગાડીએ તો કમ્પ્યુટરનું કામ સહેલું બની શકે છે અને સરવાળે, આપણી ફાઇલ મળી આવવાની શક્યતા પણ વધી જાય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!