(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ક્યારેક એવું બનતું હશે કે તમે ઓફિસમાં કમ્પ્યુટર સામે હો, કોઈનો ફોન આવે અને તમારે વાતચીતના કેટલાક અગત્યના મુદ્દાઓ ટપકાવી લેવાની જરૂર ઊભી થાય. આવી સ્થિતિ માટે તમે હંમેશા એક જ ડાયરી અને પેન હાથવગાં રાખતા હો તો ઠીક છે, બાકી પેન અથવા કાગળ શોધવા ફાફાં મારવાં પડે અને જે હાથે ચઢે તે કાગળમાં નોંધ ટપકાવો તો થોડા સમય પછી એ કાગળ જ શોધવા ફાફાં મારવાં પડે!

આનો એક સરળ ઉપાય, જરૂરી મુદ્દાઓ ફટાફટ કમ્પ્યુટરમાં ટપકાવી લેવાનો છે. એ માટેના કેટલાક સહેલા રસ્તા જાણી લો.

વિન્ડો કી + R પ્રેસ કરી, જે વિન્ડો ખૂલે તેમાં notepad ટાઇપ કરી એન્ટર કી પ્રેસ કરતાં, કમ્પ્યુટરમાં નોટપેડ ઓપન થઈ જશે.

નોટપેડનો શોર્ટકટ સ્ટાર્ટ બટનની બાજુના ટાસ્કબારમાં કાયમ માટે ઉમેરી દેવો હોય તો પહેલી વાર નોટપેડ શોધવા માટે સ્ટાર્ટ બટન પર ક્લિક કરી, સર્ચ બોક્સમાં notepad લખતાં નોટપેડની લિંક મળશે, તેના પર રાઇટ ક્લિક કરી, જે મેનુ ખૂલે તેમાં ‘પિન ટુ ટાસ્કબાર’ વિકલ્પ પસંદ કરી લો. હવે ગમે ત્યારે ટાસ્કબારમાંના આઇકન પર ક્લિક કરતાં તરત નોટપેડ ખૂલી જશે.

વધુ એક રસ્તો, ક્રોમ જેવા બ્રાઉઝરમાં જ નોટપેડની સુવિધા ઉમેરી લેવાનો છે. એ માટે, ક્રોમમાં એક નવી ટેબ ઓપન કરી, એડ્રેસબારમાં data:text/html, <html contenteditable> કરી એન્ટર કી પ્રેસ કરશો એટલે કોરી પાટી જેવી વિન્ડોમાં, નોટપેડની જેમ તમે કંઈ પણ લખી શકશો! હવે એડ્રેસબારમાંના જમણા છેડે આપેલા સ્ટાર પર ક્લિક કરી, આ ટેબને બુકમાર્ક તરીકે સેવ કરી લો. એ માટે તેને નોટપેડ નામ આપો, ફોલ્ડર તરીકે બુકમાર્ક્સ બાર પસંદ કરો અને ‘ડન’ બટન ક્લિક કરી દો. જો તમે ક્રોમ બ્રાઉઝરના સેટિંગ્સમાં જઈને ‘શો બુકમાર્ક્સ બાર’ના વિકલ્પ સામે ટિક રાખ્યું હશે તો આ નવી નોટપેડની સુવિધા ક્રોમમાં ફક્ત એક ક્લિક દૂર રહેશે!

હા, આ કામચલાઉ નોટપેડમાં જે કંઈ ટપકાવો તેને હંમેશ માટે સાચવી લેવા માટે ગૂગલ કીપ કે એવરનોટ જેવી સર્વિસનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!