(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કમ્પ્યુટરમાં પાસવર્ડ પ્રોટેક્શન

વિન્ડોઝમાં જુદા જુદા યુઝર એકાઉન્ટ ક્રિએટ કરીને અને આપણા એકાઉન્ટ માટે પાસવર્ડ પસંદ કરીને આપણે કમ્પ્યુટરને ઠીક ઠીક રીતે સલામત બનાવી શકીએ છીએ.

આ અંકમાં આગળ આપણે મિત્રો કમ્પ્યુટરને શિકાર બનાવવાની જે હળવી રીતો જોઈ, એનો ભોગ તમે અને તમારું કમ્પ્યુટર પણ બની શકે છે! તમે નોંધ્યું હશે કે ત્રણેય રમતમાં આપણે કમ્પ્યુટરની કંટ્રોલ પેનેલ સુધી પહોંચવું પડે છે. આપણે પોતે આવી સેટિંગ્સ સાથેની રમતોનો શિકાર બનવું હોય તો આપણી ગેરહાજરીમાં બીજી કોઈ વ્યક્તિ આપણા કમ્પ્યુટરમાં ‘ઘૂસી’  ન શકે એનું ધ્યાન રાખવું પડે.

ઉપરાંત, આજના સમયમાં વાત ફક્ત કમ્પ્યુટરાનાં સેટિંગ્સ કે તેમાંની ફાઇલ્સ કે ફોલ્ડર્સ વગેરેને બચાવવા પૂરતી નથી. તમે કમ્પ્યુટરના બ્રાઉઝરમાં જીમેઇલ, ફેસબુક, ટવીટર વગેરેમાં સાઇન થયા હો એ ફક્ત થોડી વાર પૂરતું કમ્પ્યુટરથી દૂર જવાનું થાય તો કોઈ પણ વ્યક્તિ આ બધું જ જોઈ શકે છે એ આપણા વતી કોઈને કોઈ પણ મેઇલ મોકલી શકે છે કે ફેસબુક પર કશું પણ લખી શકે છે.

એટલે જ, કમ્પ્યુટરને પાસવર્ડથી સલામત રાખવું જરુરી છે. આ કામ સહેલું છે. વિન્ડોઝ કમ્પ્યુટર સિસ્ટમમાં આપણે જુદી જુદી વ્યક્તિ માટે અલગ અલગ યુઝર એકાઉન્ટ ક્રિએટ કરી શકીએ છીએ.

વિન્ડોઝમાં બે પ્રકારનાં યુઝર એકાઉન્ટ હોય છે.

૧. એડમિનિસ્ટ્રેટર યુઝર : જે કમ્પ્યુટરમાં ઇચ્છે તેવાં પરિવર્તન કરી શકે, નવા પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી શકે, નવા યુઝર ક્રિએટ કરી શકે એ તેમા પાાસવર્ડ બદલી શકે.

૨. સ્ટાન્ડર્ડ યુઝર/ગેસ્ટ યુઝર : તે કમ્પ્યુટરમાં પોતાના પાસવર્ડથી લોગ-ઇન થઈ શકે, જુદા જુદા પ્રોગ્રામ ચલાવી શકે, પરંતુ નવા પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી શકતા નથીી કે કમ્પ્યુટર સિસ્ટમને લગતા બહુ મહત્ત્વના ફેરફાર કરી શકતા નથી.

હવે એક વાત બહાર ધ્યાને લેવા જેવી છે. આપણે સૌ સામાન્ય રીતે વિન્ડોઝનો જે રીતે ઉપયોગ કરીએ છીએ એ તેમાં જે રીતે અલગ અલગ ડ્રાઇવમાં પોતાની ફાઇલ્સ સેવ કરીએ છીએ એ ધ્યાને લેતાં, એક યુઝરની ફાઇલ્સ બીજા યુઝર્સથી છુપાવી શકીએ એવું સહેલાઈથી શક્ય બનતું નથી. ઉપરાંત, આપણે આપણા પીસીના એડમિનિસ્ટ્રેટર યુઝર હોઈએ પણ આપણા મિત્રે બીજા સ્ટાન્ડર્ડ યુઝર તરીકે પાાસવર્ડ આપ્યો હોય તો તે લોગ-ઇન થઈ, કમ્પ્યુટરનાં જુદાં જુદાં સેટિંગ્સ બદલી શકે છે! અને લોગ-આઉટ થઈ જાય અને આપણે આપણા પાસવર્ડથી લોગ-ઇન થઈએ તો પણ આપણને ઊંધો સ્ક્રીન દેખાય એવું બની શકે! કંટ્રોલ પેનલને બીજા યુઝર્સથી છૂપાવવાના ઉપાય છે, પણ એ જરા ઊંડી જાણકારી માગે તેવા છે.

મતલબ કે આપણે કમ્પ્યુટરને બિલકુલ ખુલ્લું રાખવાને બદલે, પાાસવર્ડ પ્રોટેક્ટેડ એક્સેસ રાખીએ તો ફક્ત વિશ્ર્વાસપાત્ર વ્યક્તિઓ તેમાં ફેરફાર કરી શકે તેવું કરી શકાય છે.

જો તમે તમારા કમ્પ્યુટરમં કોઈ પાસવર્ડ  ન રાખ્યો હોય તો આ પગલાં લઈ શકાય… કમ્પ્યુટરની કંટ્રોલ પેનેલમાં જાઓ. તેમાં ‘યુઝર એકાઉન્ટ્સ એન્ડ ફેમિલિ સેફ્ટી’માં જાઓ.


અહીં ‘યુઝર એકાઉન્ટ્સ’ પર ક્લિક કરો. તેમાં તમારા, એટલે કે એડમિનિસ્ટ્રેટર એકાઉન્ટ માટે પાાસવર્ડ આપ્યો  હોય તો તમે અચૂક યાદ રહે એવો પાાસવર્ડ સેટ કરો.

જો આ પાસવર્ડ ભૂલી જશો તો પોતાના જ કમ્પ્યુટરમાં દાખલ થવા માટે બહુ લાંબી કસરત કરવી પડશે એટલે પાાસવર્ડ ભૂલ્યા વિનાા કાગળ પર લખીને ક્યાંક સાચવી રાખશો. પાાસવર્ડ ભૂલી જાવ તો તેની યાદ આવે એવી હિન્ટ તમે અહીં સેટ કરી શકો છો.

અહીં તમે ગેસ્ટ એકાઉન્ટ કે અન્ય સ્ટાન્ડર્ડ એકાઉન્ટ પણ ખોલી શકો છો. તેનો ફાયદો મુખ્યત્વે એ રહેશે કે તમે બ્રાઉઝરમાં ઈ-મેઇલ, ફેસબુક વગેરે ઓન કરીને કામ કરી રહ્યા હો અને થોડી વાર માટે બીજી કોઈ વ્યક્તિને થોડી વાર આપણા કમ્પ્યુટર પર કામ કરવા દેવું હોય તો તે ગેસ્ટ કે સ્ડાન્ડર્ડ યુઝર તરીકે લોગ-ઇન થાય તો તેને માટે અલગ બ્રાઉઝરની વિન્ડો ઓપન થાય છે અને તેને આપણા ઈ-મેઇલ, ફેસબુકની એક્સેસ મળતી નથી.

હવે તમારે થોડી વાર માટે કમ્પ્યુટરથી દૂર જવું હોય તો ફક્ત વિન્ડોઝ કી સાથે એલ કી પ્રેસ કરશો તો કમ્પ્યુટર લોક થશે અને કોઈ પણ વ્યક્તિએ લોગ-ઇન થવા પાસવર્ડ આપવો પડશે!

ફેસબુકમાં સર્ચ હિસ્ટ્રી કેવી રીતે ડીલિટ કરી શકાય?

તમે કદાચ જાણતા જ હશો કે ફેસબુકમાં આપણે જે કંઈ સર્ચ કરીએ તેની હિસ્ટ્રી (ગૂગલી જેમ!) ફેસબુક સાચવી રાખે છે. અલબત્ત, ફેસબુક કહે છે કે આણી સર્ચ હિસ્ટ્રી બીજું કોઈ જોઈ શકતું નથી, પણ ફેસબુક પોતે આપણી સર્ચ હિસ્ટ્રી જોઈ શકે છે એ તેને આધારે આપણા સર્ચને બહેતર બનાવવાનો દાવો કરે છે.

જો તમે પોતે તમારી સર્ચ હિસ્ટ્રી એક પેજ પર જાળવી રાખવા  માગતા હો તો તે ડીલિટ કરી શકો છો. અલબત્ત, ફેસબુક આવી કોઈ સર્ચ હિસ્ટ્રી રાખે જ નહીં એવું સેટિંગ આપણે કરી શકતા નથી,એ કામ આપણે જ યાદ રાખીને વારંવાર કરવું પડે છે! આ માટે…

  1. ફેસબુકમાં લોગ-ઇન થાાઓ.
  2. જમણી તરફના એરો પર ક્લિક કરી, એક્ટિવિટી લોગમાં જાઓ.
  3. ડાબી તરફી પેનલમાં કમેન્ટ નીચે ઓલ ‘મોર’ લિંક પર ક્લિક કરો.
  4. હવે ડાબી પેનેલમાં જ જે લાંબું લિસ્ટ જોવા મળે તેમાં ‘સર્ચ’ શોધીને તેને ક્લિક કરો.
  5. હવે જે જે જોવા મળે છે તે આણે ફેસબુક પર જે કંઈ સર્ચ કર્યું હોય તે તારીખ મુજબ બતાવે છે.
  6. આપણે અલગ અલગ સર્ચ આઇટેમ ડીલિટ કરી શકીએ છીએ. એ માટે દરે એન્ટ્રીની જમણે ઓલ નો-એન્ટ્રી જેવી સાઇટ પર ક્લિક કરી, પોપ-અપમાં ડીલિટ ઓપ્શન પસંદ કરો.
  7. બધી એન્ટ્રી એક સાથે ડીલિટ કરવી હોય તો મથાળે જમણી તરફ આપેલ  ‘ક્લિયર સર્ચીઝ’ પર ક્લિક કરી દો. ફેસબુક આપણને યાદ અપાવશે કે તમે સર્ચ હિસ્ટ્રી જાળવી રાખશો તો ફેસબુક તમે વધુ સારાં સર્ચ રીઝલ્ટ્સ આપી શકશે.

ચાહો તો આ સલાહની અવગણા કરો અને હિસ્ટ્રી ડીલિટ કરી દો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!