રસ્તા પર નહીં પણ મોબાઇલમાં કાર રેસિંગનો તમને શોખ હોય તો આ અફલાતૂન ગેમને તમારી અડફેટમાં લીધા વિના છૂટકો નથી!
એન્ડ્રોઇડ પર ટોપ ડેવલપર ગણાયેલ હીરોક્રાફ્ટ નામની કંપનીએ વિકસાવેલી આ રેસિંગ એપ ‘રેસ ઇલલિગલ: હાઇ સ્પીડ ૩ડી’ તેના જોરદાર ગ્રાફિક્સની મદદથી કારરેસિંગનો અનોખો અનુભવ આપે છે. તમે ઇચ્છો તો સ્ક્રીન પર ડાબે-જમણે ટચ કરીને કાર ચલાવી શકો છોઅથવા મોબાઇલને જ સ્ટીઅરિંગ વ્હીલની જેમ ચલાવીને કાર ડ્રાઇવ કરી શકો છો. મોબાઇલ કરતાં પણ ટેબલેટમાં આ કાર રેસિંગની મજા કંઈક જુદી જ છે!
અલબત્ત, આ ગેમ ખાસ્સી હેવી છે. તમારા મોબાઇલમાં મેમરી અને પ્રોસેસિંગ પાવર બંને સારાં જોઈશે. ગેમની એપ્લિકેશન પોતે હેવી છે અને તેને ડાઉનલોડ કર્યા પછી બીજા ૧૪૦-૧૮૦ એમબીનો ડેટા ડાઉનલોડ કરવો પડશે.
ફ્રી વર્ઝનમાં તમે અલગ અલગ ટ્રેક પર એકથી સાત હરીફ સાથે કાર રેસિંગ કરી શકો છો. રેસિંગમાં જેમ જેમ જીતતા જાવ તેમ તેમ નવાં લેવલ અનલોક થતાં જાય. પ્રીમિયમ વર્ઝનમાં મલ્ટીપ્લેયર મોડમાં બીજા લોકો સાથે રેસ લગાવવાનો વિકલ્પ પણ છે.
આ ફ્રી ગેમ એન્ડ્રોઇડ, વિન્ડોઝ અને આઇઓએસ ત્રણેય પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

