(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓપન સોર્સ : શું, કેમ અને તકો – ભાગ-૧

ઓપન સોર્સને એક સમાંતર બ્રહ્માંડ કહી શકાય, જેમાં દરેક પદાર્થની સામે  પ્રતિ-પદાર્થ હોય છે. ઓપન સોર્સમાં કાંઈક એવું જ છે. લગભગ દરેક પ્રોપરાઇટરી સોફ્ટવેર કે ટેક્નોલોજીની સામે એક ઓપન સોર્સ સોફ્ટવેર કે ટેક્નોલોજી હોય છે

 આગળ શું વાંચશો?

  • ઓપન સોર્સ એટલે શું ?
  • ઓપન સોર્સ અને ફ્રી-વેરમાં શું તફાવત છે?
  • ઓપન સોર્સ હંમેશા ફ્રી જ હોય છે?
  • ઓપન સોર્સનો ઇતિહાસ
  • ઓપન સોર્સ સોફટવેર એટલે શું?
  • કરિયર સેન્ટ્રલ ડિક્ષનરી
  • પ્રોપ્રાઈટરી

 આજે વાત કરીએ, વારંવાર સાંભળવા મળતા પરંતુ એટલી જ ગેરસમજો ધરાવતા એક રસપ્રદ વૈશ્વિક સમાંતર પ્રવાહની.

એન્ડ્રોઇડ ફોનનું છેલ્લાં ૨-૩ વર્ષથી પ્રચલન વધવા સાથે કેટલાક શબ્દોનું પણ પ્રચલન વધ્યું છે. એમાંનો એક શબ્દ છે ઓપન સોર્સ. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અને તેની કિટકેટ કે જિંજરબ્રેડ જેવી વિવિધ અપડેટ સાવ નિ:શુલ્ક ઉપલબ્ધ હોય. ઘણા લોકો ઓપન સોર્સ એટલે મફત અને મફત એટલે ઓપન સોર્સ એવું સમીકરણ બેસાડી દે છે. આપણે પણ આવું સગવડિયું સમીકરણ બેસાડવાને બદલે ઓપન સોર્સને વધુ નજીકથી ઓળખીએ.

ઓપન સોર્સ અંગેની સાચી સમજ ઘણી વાર આઇટી ક્ષેત્રમાં કામ કરનારા લોકોને પણ નથી હોતી તો સામાન્ય માણસને ન હોય, એમાં કંઈ નવાઈ ન કહેવાય. ઓપન સોર્સ ક્ષેત્રે કારકિર્દીની ઘણી તકો રહેલી છે, પણ એની ચર્ચા કરતાં પહેલા ઓપન સોર્સ ખરેખર તો શું છે? અને તેનો ઇતિહાસ શું? એ જાણી લઈએ.

ઓપન સોર્સ એટલે શું?

ઓપન સોર્સને એક સમાંતર બ્રહ્માંડ કહી શકાય, જેમાં દરેક પદાર્થની સામે  પ્રતિ-પદાર્થ હોય છે. ઓપન સોર્સમાં કંઈક એવું જ છે. લગભગ દરેક પ્રોપરાઇટરી સોફ્ટવેર કે ટેક્નોલોજીની સામે એક ઓપન સોર્સ સોફ્ટવેર કે ટેક્નોલોજી હોય છે, દા.ત. માઇક્રોસોફ્ટ ઓફિસની સામે સન માઇક્રોસિસ્ટમનું ઓપન ઓફિસ.

ઓપન સોર્સ સમજવા માટે એક રસોઇયાનું ઉદાહરણ લો. કોઈ પ્રખ્યાત રસોયો પોતાનાં વ્યંજન બનવાની રેસિપી ખાસ કરીને મસાલા બનાવવાની પદ્ધતિ તો ક્યારેય કોઈને ન આપે, કારણ એનો ધંધો જ મસાલા અને રેસિપી ઉપર ટકેલો છે. રેસિપી કે મસાલા કહો કે તેનું ટ્રેડ સિક્રેટ છે. હવે કલ્પના કરો કે કોઈ રસોયો સામે ચાલીને તેની રેસિપી કે મસાલાની માહિતી અન્યને આપે (એ રેસિપી કે મસાલાને વધુ પ્રચલિત બનાવવા હેતુથી) અને તે પણ વિનામૂલ્યે તો તેને શું કહેવાય? આ સંજોગોમાં રેસિપી કે મસલાઓને ઓપન સોર્સ કહી શકાય. એક વ્યાખ્યા ઓપન સોર્સ એટલે પ્રોપરાઇટરી કે પેટન્ટેડ નહિ એવી આપી શકાય.

ઓપન સોર્સ ફક્ત સોફ્ટવેર કે આઇટી સુધી મર્યિદિત નથી, લગભગ દરેક ક્ષેત્રમાં આ સમાંતર ધારા પ્રવર્તે છે. ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા, હેલ્થકેર, ઓટોમોબાઇલ્સ એવાં અનેક ક્ષેત્રમાં ઓપન સોર્સ જેવું એક સહકારી આદાન-પ્રદાન ચાલતું હોય છે.

ઓપન સોર્સ અને ફ્રી-વેરમાં શું તફાવત છે?

ઓપન સોર્સ અને ફ્રી-વેર વચ્ચે પાયાનો તફાવત સમજવા માટે વ્યાપક રીતે વાપરતા એડોબ કંપનીના ફ્રી-વેર પીડીએફ સોફ્ટવેર એક્રોબેટનો દાખલો લઈએ. એક્રોબેટ મફત ડાઉનલોડ કરીને મનફાવે એટલું વાપરી શકાય, પણ તેમાં આપણે કોઈ પણ ફેરફાર ન કરી શકીએ કારણ કે એડોબ કંપની એક્રોબેટ ભલે નિ:શુલ્ક વિતરિત કરતી હોય, પણ તે ક્યારેય તેનો સોર્સકોડ આપતી નથી, પણ જો એક્રોબેટ ઓપનસોર્સ સોફ્ટવેર હોત તો તેનો સોર્સકોડ પણ સરળતાથી મળત અને તેમાં ધાયર્િ ફેરફાર કરી શકાત.

ઓપન સોર્સ હંમેશા ફ્રી જ હોય?

ઓપન સોર્સ સોફ્ટવેર કે ટેક્નોલોજી મોટે ભાગે કોઈ પૈસા ચૂકવ્યા વિના ઉપયોગમાં લઈ શકાય છે, પણ તે દરેક વખતે મફતમાં ન પણ ઉપલબ્ધ હોય. યાદ રાખો ઓપન સોર્સનું હાર્દ સમાયેલું છે સોર્સ કોડ અને મુક્ત વિતરણમાં. કેટલાક સોફ્ટવેર ઓપન સોર્સ હોવા છતાં પેઈડ હોય છે.

ઓપન સોર્સનો ઇતિહાસ

ઓપન સોર્સ આંદોલન આમ તો ’૮૦ અને ખાસ તો ’૯૦ના દાયકાથી શ‚ થયું, પણ નિ:શુલ્ક સોફ્ટવેર અને સોર્સકોડ એ કમ્પ્યુટર અને સોફ્ટવેર જેટલી જ જૂની બાબત છે. અલબત્ત એ દિવસોમાં ઓપેન સોર્સની વિભાવના નહોતી, પણ આ પ્રકારનું આદાન-પ્રદાન તો ચાલ્યા જ કરતું.


’૫૦ અને ’૬૦ના દાયકામાં કમ્પ્યુટર મોટે ભાગે યુનિવર્સિટી કે સંશોધન સંસ્થાનોમાં ઉપયોગમાં લેવાતાં અને ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેર નિ:શુલ્ક જ વિતરિત થતા, તેની પાછળનો હેતુ એવો હતો કે કમ્પ્યુટર અને તેને લગતી ટેક્નોલોજીનો પ્રસાર થાય અને એ ક્ષેત્રે વધુ સંશોધન થાય. ’૭૦ના દાયકામાં કમ્પ્યુટર વધુ પ્રચલિત થયાં અને ખાસ તો આઇબીએમનાં ડેસ્કટોપ ખૂબ વેચાયાં, આ બધાં જ કમ્પ્યુટરની સાથેના સોફ્ટવેર પણ મફત જ મળતા એટલું જ નહિ પણ આ સોફ્ટવેરના સોર્સકોડ પણ મળતા. સોર્સકોડ હાથવગા હોઈ સોફ્ટવેરમાં ધાર્યા ફેરફર કરી શકતા, નવાં ફીચર્સ ઉમેરી શકાતાં કે કોઈ તદ્દન નવો જ સોફ્ટવેર પણ બનાવી શકાતો, પણ ’૮૦નો દાયકો આવતાં સુધીમાં આ પરિસ્થિતિમાં એક મોટો બદલાવ આવ્યો. એક તો આ સમય સુધીમાં ફક્ત સોફ્ટવેર બનાવતી કંપનીઓનો ઉદય થયો હતો (માઇક્રોસોફ્ટ જેવી), બીજું અલગ-અલગ એટલા બધા સોફ્ટવેરની જરૂર પાડવા માંડી હતી કે તે નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવા અશક્ય હતા. આને પરિણામે ધીરે ધીરે સોફ્ટવેર, ઓપરેટિંગ સિસ્ટમ,  બ્રાઉઝર વગેરે માટે વપરાશકતર્ઓિએ પૈસા ચૂકવવાની તૈયારી  રાખવા માંડી.

પેઇડ અથવા પ્રોપરાઇટરી સોફ્ટવેરનો ઉદય કદાચ આઇટી અને કમ્પ્યુટર ઉદ્યોગ માટે અનિવાર્ય હતો, પણ એના કેટલાક ગેરફાયદા છે. એક પ્રમુખ ગેરફાયદો છે સંશોધન અને નવી શક્યતાઓ ચકાસવાના સ્વાતંત્ર્યનો! આ બાબત સમજવા માટે આપણે એટીટી બેલ લેબ્સના યુનિક્સનો દાખલો લઈએ. યુનિક્સ એ ઘણા લાંબા સમય સુધી વિશ્ર્વની એક પ્રમુખ ઓપરેટિંગ સિસ્ટમ રહી હતી. યુનિક્સ ઓપનસોર્સ હોઈ તેનાં ઘણાં અલગ અલગ વર્ઝન બન્યા. યુનિક્સના જ પ્લેટફોર્મ પર લિનક્સ બન્યું છે. તો લિનક્સ કર્નલમાં સુધારા વધારા કરીને લગભગ પચાસ જેટલી અલગ અલગ ફ્લેવરની લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમો બની છે. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ અને એપલની આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમોમાં પણ યુનિક્સના અમુક કોડ વપરાયા છે. હવે કલ્પના કરો કે જો યુનિક્સ ઓપન સોર્સ ન હોત તો શું થાત?!

આ પરિસ્થિતિમાં કોઈ સ્વતંત્ર સંસ્થા કે વ્યક્તિ માટે કોઈ નવી શોધખોળની શક્યતાઓ લગભગ નહીંવત્ થઈ જાય છે અને પ્રોપરાઇટરી સોફ્ટવેર બનાવતી કંપનીઓ પોતાની મુનસફી પ્રમાણે વર્તે છે. એ ઉપરાંત વિકાસશીલ દેશો કે ગરીબ દેશો માટે તો પ્રોપરાઇટરી સોફ્ટવેર વાપરવું અને કમ્પ્યુટરાઝેશન લગભગ અશક્ય બની જાય.

પ્રોપરાઇટરી સોફ્ટવેર કંપનીઓના આ એકહથ્થુ શાસન અને ફ્રીલાન્સ ડેવલપર્સ માટે ઘટતી સંભાવનાઓ સામે ’૮૦ અને ખાસ તો ’૯૦ના દાયકામાં કેટલીક વ્યક્તિઓ અને સંસ્થાઓને વાંધો પડ્યો અને તેમણે “ફ્રી સોફ્ટવેર કે ઓપન સોફ્ટવેરની હિમાયત કરવા માંડી. આ લોકોએ ફક્ત વાતો કરવાને બદલે કે ચળવળ ચલાવવાને બદલે નક્કર પ્રદાન આપવાનો પ્રયત્ન કર્યો અને કરી રહ્યા છે.

રીચાર્ડ સ્ટાલમેનનું પ્રદાન કદાચ આ મુદ્દે સૌથી વધુ છે. કોઈ ઋષિની જેમ આજીવન ઓપનસોર્સનો ભેખ ધરીને લડત આપવાને લીધે સ્ટાલમેનને ઓપનસોર્સ મૂવમેન્ટના પિતા કહેવાય છે. એક આડવાત, સ્ટાલમેન કોઈ ઋષિની જેમ માનવજાતના ભલા માટે કામ તો કરે જ છે, પણ તે દેખાવમાં પણ કોઈ ઋષિ જેવા ભાસે છે અને તે આપણા મહાત્મા ગાંધીથી પણ પ્રભાવિત છે!

સ્ટાલમેને સ્થાપેલી જીએનયુ નામની સંસ્થા ઓપનસોર્સ મૂવમેન્ટમાં અગ્રેસર છે. સ્ટાલમેન ઉપરાંત આ ક્ષેત્રે લિનક્સના લિનસ ટોરવાલ્ડઝ, એરિક રેમન્ડઝ, અપાચેના બ્રાયન બેહેલેન્ડોર્ફ વગેરે પણ એટલા જ સક્રિય છે અને મહત્ત્વ ધરાવે છે. ’૮૦ના દાયકામાં શરૂ થયેલા આ આંદોલનને ૧૯૯૮માં પાલો આલ્ટો, કેલિફોર્નિયામાં એક કોન્ફરન્સમાં ઓપન સોર્સ એવું નામ આપવામાં આવ્યું.

ઓપન સોર્સ આંદોલનની પાછળ એક પ્રમુખ ભાવના એવી છે કે સોફ્ટવેર, માહિતી, અને આઈ.ટી.નો પ્રસાર બને એટલો વધુ થાય અને વિશ્ર્વસમાજના દરેક વર્ગને તેનો લાભ મળે. અપાચે ઓર્ગ, જી.એન.યુ, લિનક્સ, મોઝિલા વગેરે જૂથો આજ વિચારસરણી પર ચાલે છે.

જોકે ઓપનસોર્સ સમૂદાયમાં પણ સંપૂર્ણપણે સહમતી નથી. સ્ટાલમેનના મતે ઓપનસોર્સ એ યોગ્ય શબ્દ નથી અને તેની વ્યાખ્યા પણ સર્વગ્રાહી નથી. સ્ટાલમેન અને એના સમર્થકો ફ્રી સોફ્ટવેર અને તેની વ્યાખ્યામાં વધારે માને છે.

આ ક્ષેત્રે કારર્કિદીની  શું અને કેટલી તકો છે એ વિષે આવતા અંકમાં ચર્ચા કરીશું.


કરિયર સેન્ટ્રલ ડિક્ષનરી

સોર્સકોડ : CLT+ALT+Delet જેવો સિમ્પલ કમાંડ હોય કે વિન્ડોઝ જેવી આખી ઓપરેટિંગ સિસ્ટમ હોય, આ સઘળું c, C++, Java કે C જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કોડિંગ કરીને બનાવવામાં આવે છે. વિન્ડોઝ જેવી આખી ઓપરેટિંગ સિસ્ટમ કે અન્ય મોટા સોફ્ટવેર લાખો લાઇનના જટિલ કોડિંગ વડે રચાયા હોય છે. કહો કે સોર્સકોડ એ સોફ્ટવેરનો જનીન છે જે થકી સમગ્ર સંચાલન થાય છે.

પ્રોપરાઇટરી : પ્રોપરાઇટરીનો અર્થ થાય કોઈની માલિકીનું. જેમ જમીન-મકાન, ઢોર, કે ગાડી કોઈ વ્યક્તિ કે સંસ્થાની મિલ્કીયત હોઈ શકે એમ સોફ્ટવેર પર પણ કોઈ વ્યક્તિ, કંપની, સંસ્થા, કે રાષ્ટ્રનો હક્ક હોય શકે છે. આ હક્ક (કોપીરાઇટ) હેઠળ, માલિક સોફ્ટવેરનાં ઉપયોગ માટે અમુક રકમની માંગણી પણ કરી શકે અથવા એ સોફ્ટવેરનાં ઉપયોગ સામે પ્રતિબંધ પણ લાદી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!