(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માઇક્રોસોફ્ટ લાવી રહ્યું છે નવું બ્રાઉઝર : સ્પાર્ટન

વર્ષ ૧૯૯૪માં નેટસ્કેપ બ્રાઉઝરના લોન્ચ સાથે બ્રાઉઝરયુગની શરુઆત થઇ. માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ-૯૫ જ્યારે ૧૯૯૫માં જ્યારે લોન્ચ થઇ ત્યારે તેની સાથે ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઇ) બ્રાઉઝર પણ લોન્ચ થયું અને એ ગજબનું લોકપ્રિય થયું.

વર્ષ ૨૦૦૨-૨૦૦૩માં આ બ્રાઉઝરનો માર્કેટ શેર લગભગ ૯૫ ટકા સુધીનો હતો. પરંતુ એ પછી મોઝિલા ફાયરફોક્સ એ ગૂગલ ક્રોમ આવતાં આઇપી લોકપ્રિયતા ઓસરી. ક્રોમ અને ફાયરફોક્સની સામે આઇઇ બ્રાઉઝર ઓછી સુવિધાઓ, ધીમી ગતિ, તથા નવા સમયના એચટીએમએલફાઇવ સ્ટાન્ડર્ડ પર ઓછો સપોર્ટ આપવાને લીધે વધુ ને વધુ લોકો નવાં તથા પાવરફુલ બ્રાઉઝર તરફ વળી રહ્યા છે.

હવે માઇક્રોસોફ્ટ કંપનીએ પોતાનો એક સમયનો ગઢ ફરી ઊભો કરવાની કોશિશ કરી રહી છે, નવા સ્માર્ટફોનમાં બ્રાઉઝર સાથે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. માઇક્રોસોફ્ટની નવી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ ૧૦ ૧૦ સાથે લોન્ચ થઈ રહ્યું છે. માઇક્રોસોફ્ટના નવા બ્રાઉઝરમાં ઘણી બધી નવી ખાસિયતો ઉમેરવામાં આવી છે. સ્પાર્ટન બ્રાઉઝરનો ઉપયોગ વિવિધ મોડમાં કરી શકાશે, જેમાંનો એક છે એનોટેશન મોડ. આ સુવિધા એવી હશે કે આપણે સ્માર્ટ બ્રાઉઝરમાં કોઈ વેબપેજ ઓપન કર્યું હોય એ તે મિત્રો સાથે શેર કરવું હોય, પણ તેમાં કંઈ નોંધ ઉમેરવી હોય કે કંઈ દોરવું હોય તે સ્ક્રીન પર ઉમેરીને પછી એ વેબપેજ અન્યો સાથે શેર કરી શકીશું.

આ બ્રાઉઝરમાં બીજો મોડ છે, રીડીંગ. વેબપેજને સ્ક્રીન પર ઉપયોગકર્તા  અનુકૂળ રીતે વાંચી શકે એ રીતે રી-અરેન્જ કરી શકશે. એ સિવાય ઓફલાઇન મોડમાં પણ માહિતી વાંચી શકાય એ માટે વેબપેજની માહિતી સ્માર્ટફોન તથા ટેબ્લેટ પર સિન્ક કરી શકાશે. માઇક્રોસોફ્ટ સ્પાર્ટન બ્રાઉઝરમાં વિવિધ એક્સટેન્શન ઉમેરીને તેને આપણી જરુરિયાત મુજબ વધુ સુવિધાજક બનાવી શકાશે. સ્પાર્ટન બ્રાઉઝરમાં નવું રેન્ડરિંગ એન્જિન લોન્ચ કરવામાં આવશે, જે દ્વારા બીજી ભાષામાં અનુવાદ કરવાની સુવિધા તથા માહિતીનું અર્થઘટન કરવાની સુવિધા આપવામાં આવશે. સ્પાર્ટન બ્રાઉઝરની ડિઝાઇન આપણે વિવિધ કંટ્રોલનો ઉપયોગ કરીને આપણી પસંદ અનુસાર કસ્ટમાઇઝ કરી શકીશું. સ્પાર્ટન બ્રાઉઝરમાં પીડીએફ ફોર્મેટની ફાઇલને મેનેજ કરવા માટે ઇન-બિલ્ટ સુવિધા આપવામાં આવશે, જેની મદદથી આ ફાઇલ્સને સ્ટોર કરીને ઓફલાઇન મોડમાં પણ જોઈ શકાશે. આ બ્રાઉઝરમાં વિવિધ ટેબમાં ઓપન થયેલી વેબસાઇટને ગ્રૂપ કરી શકાશે તથા કસ્ટમ થીમ એપ્લાય કરી શકાશે.

અલબત્ત, માઇક્રોસોફ્ટ સ્પાર્ટનમાં જે કંઈ નવું હોવાનું કહેવામાં આવી રહ્યું છે એ બધું જ એક યા બીજા સ્વરૂપે ગૂગલક્રોમ કે મોઝિલા ફાયરફોક્સમાં છે અથવા સહેલાઈથી ઉમેરી શકાય છે. એટલે લોકો સ્પાર્ટનને કેવોક પ્રતિસાદ આપે છે એ જોવાનું રસપ્રદ રહેશે.

———————–

રજૂઆત : ડો. હર્ષદ બી. ભાડકા, (પીએચ.ડી., એમસીએ), ડી, ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર સાયન્સ, સી.યુ. શાહ યુવિર્સિટી, વઢવાણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!