(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સામાન્ય રીતે ‘સાયબરસફર’નું ફોકસ હંમેશા એવી માહિતી પર હોય છે, જેના પર તમે તરત ને તરત અમલ કરી શકો, પછી વાત ઘેરબેઠાં કાંકરિયા પર પેરાગ્લાઇડિંગની મજા માણવાની હોય કે દુનિયાનાં અનોખાં સ્થળોના અનન્ય એરિયલ પેનોરમા જોવાની હોય કે જીમેઇલની ખૂબીઓ સમજવાની હોય કે પછી ટુ-ડુ લિસ્ટનો ઉપયોગ શરૂ કરવાની વાત હોય – દરેકમાં તરત, અબઘડી અમલ પર ભાર હોય છે.

આ વખતની કવર સ્ટોરી એ દ્રષ્ટિએ જુદી છે. ગૂગલનો આપણા રોજિંદા જીવન પર ગજબનો પ્રભાવ વધી રહ્યો છે, પણ એ પ્રભાવ પાછળ કયાં કયાં કારણો અને કેવી કેવી નવી ટેક્નોલોજી કામ કરી રહી છે એ તરફ આપણું ધ્યાન ઓછું જાય છે. ગૂગલ ફોટોઝનો ઉપયોગ કરીએ એ એક વાત છે, પણ આપણા કહ્યા વિના સિસ્ટમ સનસેટના ફોટોગ્રાફ કઈ રીતે તારવી આપે છે એ સમજવું બીજી વાત છે. હમણાં ગૂગલે તેનું રીસ્ટ્રક્ચર કરીને આલ્ફાબેટ નામે નવી કંપની સર્જી એને નિમિત્ત બનાવીને, ખરેખર એ થી ઝેડ સુધીના દરેક આલ્ફાબેટમાં પથરાયેલી ગૂગલની વિવિધ કંપની/પ્રોજેક્ટની માહિતી અને સંબંધિત વેબસાઇટની લિંક આ વખતની કવર સ્ટોરીમાં સમાવ્યાં છે.

આ અંકમાં સમાવેલ વર્ચ્યુઅર રીયાલિટી વિશેનો લેખ પણ એ પ્રકારનો છે. વીઆરનો તરત લાભ લેવાનું આપણા માટે શક્ય નથી, પણ ટેક્નોલોજીની દુનિયાના નવા બઝવર્ડ વિશેની પ્રાથમિક માહિતી ચોક્કસ જાણવા જેવી છે.

ગેમઝોનમાં આપેલી બ્રેઇન ગેમનો ઉલ્લેખ પણ ખાસ જરૂરી છે. સ્માર્ટફોનની આદત હવે સહેલાઈથી છૂટે તેમ નથી, પણ બ્રેઇન ડોટ જેવી ગેમથી એનો લાભ લેવાના નવા રસ્તા ખૂલે છે. તમે આવી કોઈ ગેમ જાણતા હો તો જરૂર વાચકો સાથે શેર કરશો.

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!