(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નેવિગેશન, હવે ઓફલાઇન પણ

હજી ગયા અંકમાં જ આપણે વાત કરી હતી કે કોઈ અજાણ્યા શહેરમાં જવાનું થાય ત્યારે તેનો નક્શો આપણા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરીને આપણે તેનો ઇન્ટરનેટ કનેક્શન વગર પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારે મર્યાદા એટલી હતી કે સ્માર્ટફોનમાંનો આ ઓફલાઇન નક્શો કાગળના નક્શા જેવું જ કામ આપતો હતો, તેમાં ડિજિટલ મેપના ફાયદા નહોતા.

હવે સ્થિતિ બદલાઈ છે! ગૂગલે હમણાં જ જાહેરાત કરી છે કે હવે આ ઓફલાઇન મેપમાં પણ સર્ચ અને નેવિગેશની સુવિધા મળશે.

આપણે ત્યાં નેટ કનેક્શન મોંઘું, ધીમું એ અવિશ્વસનીય હોવાથી, આ સુવિધા તમારા પોતાના શહેર માટે પણ બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઓફલાઇન મેપનો લાભ લેવા, નેટ કનેક્શન ચાલુ હોય ત્યારે ગૂગલ મેપ્સ ઓપન કરશો તો તે તમને તમારા લોકેશનો એરિયા ઓફલાઇન ઉપયોગ માટે ડાઉનલોડ કરવાનું સૂચવશે. એમ કરો અથવા નીચે બતાવ્યા અનુસાર તમારા શહેરનો જરૂ‚રિયાત મુજબનો નક્શો ઓફલાઇન ઉપયોગ માટે ડાઉનલોડ કરી લો.

શરૂઆતમાં ડાઉનલોડ ડેટા ૧૦૦-૨૦૦ એમબી જેવી સાઇઝનો દેખાય તો ચિંતા કરશો નહીં. આ લેખ માટેના ટેસ્ટિંગ દરમિયાન, અમે અમદાવાદ શહેરનો ખાસ્સો મોટો વિસ્તાર આવરી લેતો નક્શો ડાઉનલોડ કર્યો અને તે ફક્ત ૩૩ એમબીનો હતો.

તમે ઇચ્છો તો કુલ ૧,૨૦,૦૦૦ ચોરસ કિલોમીટરો વિસ્તાર (આખા ગુજરાતું ક્ષેત્રફળ ૧,૯૬,૦૨૪ ચો.કિમી છે) ઓફલાઇન ઉપયોગ માટે ડાઉનલોડ કરી શકો છો – ફોનની એટલી ક્ષમતા હોવી જોઈએ!

હવે તમે મોબાઇલમાં નેટ બંધ હોય ત્યારે પણ ગૂગલ મેપ ઓપન કરો અને પેટ્રોલ પમ્પ, બેન્ક, રેસ્ટોરાં વગેરે સર્ચ કરી જુઓ. તમારા લોકેશનની નજીકનાં આવાં તમામ સ્થળોની યાદી તમે જોઈ શકશો અને ત્યાં હોંચવા માટે નક્શા પર કાર કે ચાલતાં જવાનો રસ્તો પણ જાણી શકશો. કારમાં જતા હો તો લાઇવ નેવિગેશનનો પણ લાભ મળશે.

એટલે કે આપણા હાલના લોકેશનથી જ્યાં હોંચવાનું છે ત્યાં સુધીનો રૂટ નક્શા પર દેખાશે અને તમે જેમ જેમ આગળ જતા જશો તેમ તેમ નક્શાના રૂટ પર તમારું લોકેશન પણ આગળ વધતું જશે. ભૂલથી બીજો કોઈ રસ્તો લેશો તો નક્શા પર, નવા રસ્તે કઈ રીતે પહોંચવું એ બતાવવામાં આવશે.

મેપ નીચે તમે વાંચશો તેમ આપણે ઓફલાઇન ઉપયોગ કરી રહ્યા હોવાથી આપણે ટ્રાફિક ડેટાની જાણકારી મળશે નહીં. પરંતુ ત્યાં લખેલા સમય અને અંતર પર ક્લિક કરતાં કે ઉપરની તરફ સ્વાઇપ કરતાં, ટર્ન-બાય-ર્ટન કેવી રીતે આગળ વધવું એ જાણી શકાશે. જોકે કારમાં જતી વખતે, જે તે રસ્તાનાં સત્તાવાર નમનો ઉલ્લેખ હોવાથી આપણે થોડા ગૂંચવાઈએ એવું બની શકે છે.

ઇન્ટરનેટ કનેક્શન ઓન હોય ત્યારે આપણે તેનો કેટલો લાભ લઈ શકીએ એ આપણે એપ્રિલ ૨૦૧૩ના અંકમાં વિગતવાર જાણ્યું હતું. અત્યારે એટલું જાણી લો કે આપણે રેલવે, મુંબઈની બેસ્ટ અને મેટ્રો, દિલ્હીની મેટ્રો, થાણેની ટીએમટી, અમદાવાદની બીઆરટીએસ અને એએમટીએસ વગેરેનાં સંપૂર્ણ ટાઇમટેબલ, દરેક સ્ટોની માહિતી સાથે ગૂગલ મેપ પર (સ્માર્ટફોન કે પીસી પર) જાણી શકીએ છીએ.

નેટ કનેક્શન ચાલુ રાખી, ગૂગલ મેપમાં સાઇન-ઇન થઈ, જોઈતું શહેર સર્ચ કરો. ઝૂમ-ઇન કરી વિસ્તાર નાનો કરો, જેથી ઓછો ડેટા ડાઉનલોડ કરવો પડે. હવે નીચે દેખાતા શહેરના નામ પર ક્લિક કરો.


હવે ડાઉનલોડ લિંક પર ક્લિક કરો, આથી લગભગ કેટલો ડેટા ડાઉનલોડ થશે તે જોવા મળશે, બહુ વધુ લાગતો હોય તો પરત જઈ, હજી ઓછો વિસ્તાર ઝૂમ-ઇન કરી, પછી ડાઉનલોડ ચાલુ કરો.

હવે ડાઉનલોડ થયેલા વિસ્તારનો નક્શો ઘણી બધી સુવિધા સાથે નેટ કનેક્શન વિના ઉપયોગમાં લઈ શકાશે. જેમ કે નજીકની બેન્ક, એટીએમ, પેટ્રોલ પંપ વગેરે સર્ચ કરી, ત્યાં સુધી હોંચવાની ડિરેક્શન જાણી શકાશે.

અથવા ડિરેક્શનના બટન પર ક્લિક કરી, ફ્રોમ અને ટુ લોકેશ આપીને ત્યાં હોંચવા માટે નક્શા પર ડિરેક્શન જોવા મળશે. એરો પર ક્લિક કરતાં, તેનું ટર્ન-બાય-ટર્ન નેવિગેશન ચાલુ થશે – નેટ કનેક્શન વિના જ!

નેવિગેશનનો ઓફલાઇન ઉપયોગ કરી રહ્યા હોઈએ ત્યારે ફક્ત કાર દ્વારા મુસાફરી સંબંધિત નેવિગેશની મદદ મળે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, વોકિંગ કે સાયકલિંગ સંબંધિત માહિતી ઓફલાઇન હોઈએ ત્યારે મળતી નથી.

નેટ કનેક્શન ઓન કરીને, પબ્લિક ટ્રાન્સપોર્ટ (તમારા શહેર માટે ઉપલબ્ધ હોય તો)ની માહિતી મેળવી, કેટલા વાગે, કેટલા નંબરી બસ, ક્યાંથી મળશે, વચ્ચે કયાં કયાં સ્ટોપ આવશે વગેરે બધું જ જાણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!